વૉટર ધમાકા માટે વૉટર હૅમર જવાબદાર

બોરીવલીની ચીકુવાડીમાં જે ઘટના બની એમાં BMCનો કેમ કોઈ વાંક નથી એ સમજાવ્યું હાઇડ્રૉલિક ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ચીફે

water

યશ રાવલ

બિલ્ડિંગના ચોથા માળ સુધી પાણીનો ફુવારો ઊડે અને એક આખું ખેતર ધોવાઈ જાય, બિલ્ડિંગની સંરક્ષણ-દીવાલ તૂટી જાય, પાંચ-પાંચ કારનો કચ્ચરઘાણ વળી જાય એવી કોઈ ઘટના અત્યાર સુધી મુંબઈમાં બની નહોતી. પાઇપલાઇન લીક થવાની કે ફૂટી જવાની સામાન્ય કરતાં અલગ અને મુંબઈગરાઓએ ક્યારેય ન જોઈ હોય એવી ઘટના સોમવારે મધરાતે બોરીવલી (વેસ્ટ)ના ચીકુવાડી વિસ્તાર નજીક બની હતી. લોકો આ ઘટના માટે BMCને દોષ દેવા લાગ્યા, પરંતુ આ એક અત્યંત રૅર ઘટના હતી એમ જણાવતાં BMCના હાઇડ્રૉલિક ડિપાર્ટમેન્ટના ભૂતપૂર્વ ચીફ તલક શાહે કહ્યું હતું કે ‘વૉટર હૅમર તરીકે ઓળખાતી આ ઘટના ગમે ત્યાં અને ગમે ત્યારે બની શકે છે અને એના પર અત્યારની ટેક્નૉલૉજીમાં કોઈ ઉકેલ નથી.’ 

સોમવારે રાતે વૉટર હૅમરને કારણે તૂટી ગયેલી પાઇપલાઇનનું સમારકામ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં પૂરું કરવામાં આવ્યું હતું અને પાણીપુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો હતો, પરંતુ આ કામ સાંજે પૂરું થઈ ગયું હોવા છતાં હજી આખો રસ્તો બૅરિકેડ્સ રાખીને બંધ જ રાખવામાં આવ્યો છે અને પાઇપલાઇન ફૂટી જવાને કારણે પડેલો ખાડો પણ હજી સુધી એમનો એમ છે.

આ ઘટના માટે બધા જ BMCને જવાબદાર ઠેરવી રહ્યા છે અને તેમની બેદરકારીને કારણે આ ઘટની બની હોવાનો મોટા ભાગના લોકોનો મત છે, પરંતુ ખરેખર એવું નથી એમ જણાવતાં મુંબઈના મિડલ વૈતરણા પ્રોજેક્ટને અત્યંત ઓછી કિંમતમાં તૈયાર કરવાના માસ્ટર માઇન્ડ તલક શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘આ ઘટનામાં BMCની કોઈ ભૂલ નથી. સામાન્ય રીતે ઠંડા પ્રદેશોમાં શિયાળામાં પાણીની પાઇપલાઇન ફૂટી જવાના બનાવ મોટી સંખ્યામાં બનતા હોય છે, કારણ કે ઠંડીને કારણે પાણીનું કદ વધે છે જે રીતે બરફ બને છે. એવી જ રીતે ગરમ પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ વધે ત્યારે પાઇપલાઇન ફૂટે છે. ચીકુવાડીમાં બની એ સામાન્ય લીકેજની ઘટના નથી, પરંતુ આ ઘટના વૉટર હૅમર અથવા તો જેને હાઇડ્રૉલિક શૉક કહેવાય છે એવા પ્રકારની છે. આમાં જ્યારે પાઇપલાઇનનો વાલ્વ બંધ હોય ત્યાર બાદ એને ખોલવામાં આવે અને પાણી વહેતું હોય અને પછી એને અચાનક બંધ કરવામાં આવે ત્યારે એમાં હવા ભરાઈ જવાને કારણે વધુપડતું પ્રેશર નર્મિાણ થાય છે. એને કારણે ભારે દબાણ સાથે પાણી અને હવા બહાર આવવા દબાણ કરે છે અને પાઇપલાઇન ફાટી જાય છે.’

આ પ્રકારની પરિસ્થિતિમાં BMC કંઈ ન કરી શકે અને એમાં BMCની કોઈ ભૂલ છે એવું પણ ન કહી શકાય એમ જણાવતાં તલક શાહે કહ્યું હતું કે ‘આ પ્રકારની પરિસ્થિતિ ઘણી દુર્લભ છે અને એ ઉદ્ભવે એની શક્યતા ઘણી જ ઓછી હોય છે, પરંતુ આ વસ્તુ કુદરતી હોવાથી એને નિવારવા કંઈ ન કરી શકાય. આ પ્રકારની પરિસ્થિતિ ન ઉદ્ભવે એ માટેનાં પગલાં લઈ શકાય એવી પણ કોઈ સંભાવના નથી કે નથી કોઈ ટેક્નૉલૉજી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK