હમારી ફરિયાદ કૌન સુનેગા?

પ્રશાસનની નો ઍક્શનને કારણે મહાવીરનગરનો એરિયા બન્યો ન્યુસન્સનો અડ્ડો: રહેવાસીઓએ ફરિયાદો કરી, મોરચાઓ કાઢ્યા છતાં કાયમી ધોરણે કોઈ ઉકેલ નહીં

stall

ઉર્વી શાહ મેસ્ત્રી

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં ૯૦ ફીટ રોડ પર આવેલા ડી-માર્ટ અને પીત્ઝા હર્ટની સામે તથા પાવનધામની ગલીમાં એક નહીં, અનેક સમસ્યાઓ સ્થાનિક રહેવાસીઓને સતાવી રહી છે. ગેરકાયદે લાગેલા ફૂડ-સ્ટૉલ્સ, ભિખારીઓનો ત્રાસ, ડબલ પાર્કિંગની સમસ્યા, રાત્રે ધૂમ સ્પીડે બાઇક ચલાવનારા યંગસ્ટર્સ જેવી સમસ્યાઓથી સ્થાનિક રહેવાસીઓ બહુ ત્રસ્ત થઈ ગયા છે. આ સમસ્યા એક વર્ષથી રહેવાસીઓને સતાવી રહી છે જે બાબતે રહેવાસીઓ અનેક વખત પ્રશાસનને ફરિયાદ કરી ચૂક્યા છે, પરંતુ એનો કોઈ ઉકેલ ન આવતાં રવિવારે સવારે મહાવીરનગર ફેડરેશનના નેજા હેઠળ ૨૦૦થી વધુ રહેવાસીઓએ એકત્ર થઈને મોરચો કાઢ્યો હતો. પ્રશાસનનો પૂરતો સહયોગ સાંપડતો ન હોવાથી આખો એરિયો ન્યુસન્સનો અડ્ડો બની ગયો છે એવી ફરિયાદ રહેવાસીઓએ કરી હતી.

અમારા આખા એરિયામાં અમને સતાવતા ન્યુસન્સને કારણે અમારું અહીંયા રહેવું મુશ્કેલ થઈ ગયું છે એમ કહેતાં નિસર્ગ હેવન સોસાયટીના ચૅરમૅન મિતેશ વોરાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘એક નહીં, અનેક સમસ્યાઓ અમને સતાવી રહી છે. આ એરિયો જ્યારે પ્રાઇવેટ બિલ્ડર્સના હાથમાં હતો ત્યારે અહીં એક પણ ફેરિયાની હાજરી નહોતી, પરંતુ અત્યારે તો ગેરકાયદે ફૂડ-સ્ટૉલવાળાઓની સંખ્યા વધી ગઈ હોવાથી ટ્રાફિકની સમસ્યા પણ બમણી થઈ છે. અમારી બધી સોસાયટીઓએ ભેગા મળી બનાવેલું એક ગ્રુપ એટલે મહાવીરનગર ફેડરેશન રોજ રાતે ફૂડ-સ્ટૉલવાળાઓ સામે ઍક્શન લે છે ત્યારે તેઓ ભાગી જાય છે, પરંતુ બીજા દિવસે ફરી એની એ જ રામાયણ શરૂ થાય છે.’

મહાવીરનગર એરિયામાં સતાવતી સમસ્યાઓનું વિગતવાર વર્ણન નીચે મુજબ મિતેશ વોરાએ મિડ-ડે LOCALને કર્યું હતું.

ગેરકાયદે ફૂડ-સ્ટૉલ્સ


પ્રશાસન દ્વારા કોઈ ઍક્શન ન લેવાતાં અહીં અત્યારે ૭૬ ગેરકાયદે ફૂડ-સ્ટૉલ્સ લાગી ગયા છે. અહીં સુરતી લોચોથી લઈને દરેક પ્રખ્યાત ખાણી-પીણીની વસ્તુઓ મળી રહેતાં જાણે કે મેળો લાગ્યો હોય એવું લાગે. એમાંય ફોર વ્હીલરવાળાઓ તો ગાડીને રસ્તા વચ્ચે જ પાર્ક કરીને જે-તે વસ્તુઓનો ઑર્ડર કરીને ગાડીની અંદર બેસી જતા હોવાથી ભયંકર ટ્રાફિક જૅમ થાય છે. પાંચ મિનિટનો રસ્તો પસાર કરતાં અડધો કલાક લાગી જાય છે. તો વળી રાતે એક વાગ્યે ફૂડ-સ્ટૉલવાળાઓ પોતાનો સામાન ખસેડે અને લૉક લગાડીને ફુટપાથ પર મૂકે એના અવાજથી ઊંઘ પણ ખરાબ થતી હોય છે. આ બાબતે અમે બેથી ત્રણ વખત મોરચો પણ કાઢ્યો છે, પરંતુ હજી સુધી ગેરકાયદે ફૂડ સ્ટૉલ્સ સામે કોઈ કાર્યવાહી BMC દ્વારા કરાઈ નથી.

ડબલ પાર્કિંગની સમસ્યા

રસ્તા પર કરવામાં આવતા ડબલ પાર્કિંગથી રસ્તો વધુ સાંકડો બની જતો હોય છે. આમ પણ અહીં ડી-માર્ટ, પીત્ઝા હર્ટ જેવી દુકાનો આવેલી હોવાથી સતત પબ્લિકની અવરજવર રહેતી હોય છે એમાં જો રસ્તા પર ડબલ પાર્કિંગ કરવામાં આવશે તો લોકો ક્યાંથી ચાલશે? આ બાબતે પણ ટ્રાફિક ડિપાર્ટમેન્ટ દ્વારા આંખ આડા કાન કરાઈ રહ્યા છે.

ફુટપાથ પર ભિખારીઓનો અડ્ડો

ફુટપાથ પર બેસતા ભિખારીઓને કારણે અતિશય ગંદકી ફેલાઈ રહી છે. ભિખારીઓ ફુટપાથ પર જ બેસીને ખાતા-પીતા તેમ જ સ્નાન કરતા હોવાથી એમ કહી શકાય કે તેઓએ ફુટપાથને ખરાબ કરવામાં કોઈ કસર બાકી રાખી નથી. જો પોલીસ કે કોઈ અન્ય તેઓ પર ઍક્શન લે તો ભિખારી મહિલાઓ પોતાનાં કપડાં કાઢે છે અને છોકરાઓને મારે છે. આવી ખરાબ હરકતો તેઓ કરતા હોવાથી પોલીસ પણ તેમના પર ખાસ ઍક્શન નથી લઈ રહી.

રાત્રે ધૂમ સ્પીડે બાઇક ચલાવનારા યંગસ્ટર્સનો ત્રાસ :

હાઈટેક બાઇક લઈને રાતે ધૂમ સ્પીડે બાઇક ચલાવતા યુવાનોની બાઇકના સાઇલેન્સરમાંથી આવતા અવાજથી અમારી ઊંઘ પણ પૂરી થતી નથી. તો વળી અહીં સ્પીડ-બ્રેકર ન હોવાથી બેફામપણે ફુલ સ્પીડમાં બાઇક ચલાવતા હોવાથી રોજ અમારી નિંદરમાં ખલેલ પડતો હોય છે. યંગસ્ટર્સ દ્વારા મોડી રાત્રે કરાતી પાર્ટીઓ, વાગતા મ્યુઝિકો આ બધા કારણસર રાત્રે સૂઈ પણ નથી શકતા. અહીં રોજ રાતે પોલીસનો પહેરો હોવો જોઈએ કે જેથી યુવાનો પોતાની મર્યાદાઓને ઓળંગી ન શકે.

આ બાબતે ગોપાલ શેટ્ટીએ શું કહ્યું?


મહાવીરનગરની સમસ્યાઓ મારા ધ્યાનમાં છે એ બાબતે કાર્યવાહી પણ કરી હતી, પરંતુ ફરી ભિખારીઓ અને ગેરકાયદે સ્ટૉલવાળાઓ આવીને બેસી ગયા છે. આ બાબતે વહેલી તકે ઍક્શન લઈશું કે જેથી પબ્લિકની સમસ્યાઓ ઓછી થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK