આંદોલન છતાં ભિખારીઓથી કાયમી ધોરણે મુક્તિ નહીં?

કાંદિવલીમાં ભિખારીઓથી ત્રસ્ત રહેવાસીઓ રસ્તા પર ઊતર્યા બાદ દોઢ મહિનાથી પરિસર ભિખારીઓથી મુક્ત, પરંતુ સંપૂર્ણપણે નહીં

begged

ઉર્વી શાહ-મેસ્ત્રી

કાંદિવલી-વેસ્ટના મહાવીરનગરમાં બે વર્ષથી ભિખારીઓએ રહેવાસીઓના નાકે દમ લાવી દીધો હતો. ચોરી, લૂંટફાટ, મારામારી, ગંદકી ફેલાવવી એ આ ભિખારીઓનું રોજનું કામ હતું. જોકે આ બાબતની અનેક વખત રહેવાસીઓ પ્રશાસનને ફરિયાદ પણ કરી ચૂક્યા હતા, પરંતુ બે વર્ષ સુધી એનો કોઈ ઉકેલ ન મળતાં અંતે આસપાસની સોસાયટીઓ વસંત કૉમ્પ્લેક્સ, કલ્પવૃક્ષ ગાર્ડન સોસાયટી, ગુલમોહર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટી, પારિજાત કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓએ સાથે મળીને મંગળવાર ૧૬ જાન્યુઆરીએ સવારે સાડાનવ વાગ્યે વસંત કૉમ્પ્લેક્સ સર્કલ પાસે લિન્ક રોડ પર રસ્તા પર ઊતરી આવ્યા અને રોડને જૅમ કરી વિરોધ કર્યો હતો ત્યારે ચારકોપ પોલીસે, કાંદિવલી પોલીસે, BMCના અધિકારીઓએ, નગરસેવકોએ તરત જ ઘટનાસ્થળે પહોંચીને રહેવાસીઓને આશ્વાસન આપ્યું હતું કે ભિખારીઓનો કાયમી ધોરણે ઉકેલ લાવવા માટે મહાવીરનગરના સિગ્નલ પાસે એક પોલીસ-ચોકી બનાવવામાં આવશે. ભિખારીઓ ફરી પાછા આવીને રસ્તા પર કબજો જમાવી ન લે એ માટે શરૂઆતના ૧૫ દિવસથી પોલીસની વૅન ફરી રહી હતી જેથી આ પરિસર ભિખારીઓથી મુક્ત બન્યો હતો, પરંતુ હજી પણ પૂરી રીતે નહીં. દિવસમાં ભિખારીઓ આવે અને જાય છે. કેટલીયે વાર એ લોકોને ભગાડવા પણ પડતા હોય છે. અહીં વહેલી તકે પોલીસ-ચોકીનું નિર્માણ કરાય એવી રહેવાસીઓની ડિમાન્ડ છે.

વસંત કૉમ્પ્લેક્સ સોસાયટીમાં ૧૦ વર્ષ સુધી સેક્રેટરી રહેલા અને હાલમાં સોશ્યલ વર્ક કરતા મનોહર ખાલવિલકરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમને આ ભિખારીઓનો ત્રાસ બહુ વધી ગયો હતો અને મોટા ભાગે અહીં તેમની સંખ્યા વધુ હોવાથી કેટલાક NGOવાળાઓ તેમને બ્લૅનકેટ, કપડાં કે ખાવાનું આપવા આવતા હોય છે. ભિખારીઓએ લિન્ક રોડથી પોઇસર જિમખાના સુધી અંદાજે પોણોથી એક કિલોમીટર સુધીના પરિસરમાં રોડની બન્ને બાજુએ કબજો કર્યો હતો. એક જગ્યાએથી ખસેડીએ તો બીજી જગ્યાએ જઈને બેસી જતા હતા. આમ ભિખારીઓનો ત્રાસ દિવસે-દિવસે અસહ્ય બની જતાં આસપાસની સોસાયટીવાળાઓએ ભિખારીઓ સામે વિરોધ કર્યો હતો અને રસ્તા પર ઊતર્યા હતા. હાલમાં નિયમિત ધોરણે પોલીસની વૅન ફરતી હોવાથી શરૂઆતના ૧૫ દિવસથી આ પરિસર ભિખારીઓથી મુક્ત બન્યો હતો, પરંતુ હાલમાં ચારથી પાંચ ભિખારીઓ દિવસ હોય કે રાત આવી જતા હોય છે જેને અમે ભગાડી મૂકીએ છીએ. અમારી આ સમસ્યા કાયમી ધોરણે મુક્ત ક્યારે થશે?’

આ બાબતે ગુલમોહર કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ વિસ્તારમાં ભિખારીઓનો ત્રાસ વધી જવાથી અંતે અમે રસ્તા પર ઊતરી વિરોધ કરવાનું પગલું ભર્યું હતું. ભિખારીઓનો ત્રાસ દૂર થશે અને અહીંયા નવી પોલીસ-ચોકીનું નિર્માણ કરીશું એવું અમને પ્રશાસન તરફથી આશ્વાસન મળ્યું હતું એટલે દોઢ કલાકના વિરોધનો અમે અંત આણ્યો હતો. જોકે વિરોધ કર્યો એ પછીથી દોઢ મહિનો થયો છે, પણ ભિખારીઓથી આ પરિસર સંપૂર્ણપણે મુક્ત નથી બન્યો. પોલીસ પૅટ્રોલિંગ કરતી હોય ત્યારે ભિખારીઓ અહીં આવવાની હિંમત નથી કરતા, પરંતુ જ્યારે પોલીસ ન હોય ત્યારે તેઓ રસ્તા પર બેસેલા દેખાતા હોય છે. માત્ર ૧૫ દિવસ સંપૂર્ણપણે પરિસર ભિખારીઓથી મુક્ત રહ્યો, પરંતુ હવે અહીં થોડા-થોડા ભિખારીઓ પહેલાંની જેમ બેસવા લાગ્યા છે. રાતના સમયે પણ આવી જતા હોય છે જેને ભગાડવા પડે છે. આ સમસ્યાનું કાયમી ધોરણે નિવારણ અમને જોઈએ છે.’

આ બાબતે પોલીસ-અધિકારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમે લોકો પૅટ્રોલિંગ કરીએ છીએ જેથી ભિખારીઓથી આ પરિસર મુક્ત રહી શકે અને રહેવાસીઓને સમસ્યા ન સર્જાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK