બોરીવલીની જાંબલી ગલી હૉકર્સમુક્ત થશે?

ફેરિયાઓને દૂર કરવા દરરોજ લડત લડી રહેલા સ્થાનિકોએ સુધરાઈના અધિકારીઓ સાથે પણ કરી બેઠક

hawkers

પ્રીતિ ખુમાણ ઠાકુર

રેલવે-સ્ટેશન પરિસરનો ૧૫૦ મીટર સુધીનો વિસ્તાર ફેરિયામુક્ત કરવાના હાઈ કોર્ટ ચુકાદા બાદ ફેરિયાઓને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે, પણ ફેરિયાઓ ત્યાંથી નજીકના રેસિડેન્શિયલ પરિસરમાં બેસવા લાગ્યા હોવાની ફરિયાદો BMCને લગભગ દરેક ઉપનગરમાંથી મળવા લાગી છે, પણ બોરીવલી (વેસ્ટ)માં જાંબલી ગલીમાં આવેલી ૨૬ સોસાયટીઓ અને લગભગ દસ હજારની આસપાસ રહેવાસીઓએ એકતા દેખાડીને તેમના વિસ્તારમાં આવી પહોંચેલા અસંખ્ય ફેરિયાઓ સામે લડત ચલાવીને તેમને દૂર કરવાનો પ્રયાસ કર્યો છે. ગઈ કાલે રહેવાસીઓએ મોરચાનું પણ આયોજન કર્યું હતું, પરંતુ સ્થાનિક નગરસેવક અને BMC પાસેથી પર્મનન્ટ ઉકેલનું આશ્વાસન મળે એ માટે ગ્પ્ઘ્ના અસિસ્ટન્ટ કમિશનર સાથે રહેવાસીઓએ બેઠક કરી હતી. રહેવાસીઓની સતત ફરિયાદોને કારણે અત્યાર પૂરતા ફેરિયાઓને દૂર કરવામાં આવ્યા છે. અહીં ૯૦ જેટલા ફેરિયાઓ બેસાડવાનો BMCનો પ્લાન હતો, પણ એની સામે પણ રહેવાસીઓએ વિરોધ નોંધાવ્યો હતો.

BMCમાં શા માટે વિરોધ નોંધાવ્યો એમ કહેતાં અહીંના રહેવાસી નીતિન કોઠારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘BMC દ્વારા એક પ્લાન બનાવવામાં આવ્યો છે જેમાં વિવિધ જગ્યાએ ફેરિયાઓ માટે હૉકર્સ ઝોનની પસંદગી કરવામાં આવી છે. BMC અહીંની નાનીએવી જગ્યામાં ૯૦ જેટલા ફેરિયાઓને બેસાડવા માગે છે. અમારા પરિસરમાં શ્રી સંભવનાથ જૈન દેરાસર પણ આવેલું છે જ્યાં હજારોની સંખ્યામાં લોકો દર્શન માટે જતા હોય છે અને પાઠશાળામાં બાળકો આવતાં હોય છે. સ્ટેશન પણ પાસે હોવાથી સ્ટેશન પર જતા લોકો પણ આ રસ્તાનો ઉપયોગ કરે છે. હવે અહીં ફેરિયાઓ આવીને બેસી જાય તો લોકોએ ચાલવું ક્યાંથી? આ લોકો પોતાનો સામાન વેચવા સતત બૂમો પાડતા હોય છે, દેરાસર પાસે નાસ્તો બનાવતા હોય છે. જે કંઈ પરિસ્થિતિ થાય પણ અહીં તેમને બેસવા નહીં દઈએ.’

બધાં જ ઉપનગરોમાં સ્ટેશન પરિસરથી દૂર કરવામાં આવેલા ફેરિયાઓ રેસિડેન્શિયલ પરિસરમાં બેસવા લાગ્યા છે. આના લીધે બાળકોથી લઈને સિનિયર સિટિઝનોએ હેરાન થવું પડે છે. લોકો પોતાના બિલ્ડિંગના ગેટ પરથી કાર બહાર નથી લાવી શકતા, મહિલાઓની છેડતી જેવા બનાવો ઘરની પાસે જ બને છે.

જાંબલી ગલીના રહેવાસી અને દરરોજ પોલીસ અને BMCમાં ફરિયાદ કરતા દેવાંગ ભટ્ટે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘બોરીવલી (વેસ્ટ)માં સ્ટેશનની બહાર બેસતા અસંખ્ય ફેરિયાઓ જાંબલી ગલીમાં આવીને બેસી ગયા છે એથી લોકોએ અસહ્ય ત્રાસ વેઠવો પડે છે. કંટાળીને અમે ફેરિયાઓને દૂર કરવા અમારી લડત વધુ મજબૂત કરી હતી. એ તો નક્કી જ છે કે જ્યાં સુધી અમારી જાંબલી ગલી ફેરિયામુક્ત નહીં થાય ત્યાં સુધી અમે નિરાંતે બેસવાના નથી.’

ફેરિયાઓની હિંસક પ્રવૃત્તિઓ વિશે બોલતાં દેવાંગ ભટ્ટે કહ્યું હતું કે ‘પહેલાં અમારા પરિસરમાં ખૂબ ઓછા ફેરિયાઓ બેસતા હતા, પરંતુ સ્ટેશનથી અહીં આવેલા ઘણા ફેરિયાઓ તો હિંસક છે. મહિલાઓ તો અતિભંયકર છે. રહેવાસીઓ હાથ જોડીને ફક્ત એટલું કહે કે ફુટપાથ પરથી તો જવા માટે જગ્યા રાખો તો તેમને જેમતેમ બોલવાની સાથે તેઓ બામ્બુ દેખાડીને ડરાવે છે અને વધુ કંઈ બોલીએ તો સીધા ધક્કામુક્કી કરીને મારવા લાગે છે. રહેવાસીઓ તો છોડી દો, પણ આ લોકો ગ્પ્ઘ્ના ઑફિસરોને પણ નથી છોડતા. એક મહિલા ઑફિસરને ધક્કો મારીને નીચે ફેંકી દેતાં તેમને માર વાગ્યો હતો અને હજી ત્રણ દિવસ પહેલાં જ એક ફાફડાવાળાએ ગ્પ્ઘ્ના ઑફિસરો સાથે ધક્કામુક્કી કરવાની સાથે ગાળો પણ આપી હતી. આવી હિંસક પ્રવૃત્તિઓ ફેરિયાઓ કરતા હોવાથી રહેવાસીઓ માટે ચિંતાનો વિષય બની ગયો છે.’

ફેરિયાઓને દૂર કરીને જ રહીશું એમ કહેતાં રહેવાસી જિતુભાએ કહ્યું હતું કે ‘ફેરિયાઓને દૂર કરવા રહેવાસીઓએ વિશેષ જાંબલી ગલી રહેવાસી સંઘની સ્થાપના કરી છે. આ પરિસર ત્રણ સ્કૂલ, કૉલેજ, ક્લિનિક, હૉસ્પિટલ, જૈન દેરાસર, શિવમંદિરથી સંકળાયેલો છે છતાં BMC અહીં ફેરીવાલા ઝોન કરવાનો પ્લાન કરી રહી હતી. મોબાઇલચોરીથી લઈને ટ્રાફિક વગેરેની સમસ્યામાં એટલો વધારો થઈ ગયો કે અમારી લડત અમે વધુ મજબૂત કરી હતી. અમે પહેલાં નિષેધ વ્યક્ત કરતાં પોસ્ટર પણ અમારા પરિસરમાં લગાડ્યાં હતાં જે BMC બીજા જ દિવસે ઉતારી ગઈ હતી. અમે સોશ્યલ મીડિયાનો ઉપયોગ કરીને પણ વિરોધ દેખાડી રહ્યા છીએ. ઉપરાંત ફેરિયાઓ સામે લડત ચલાવવા રહેવાસીઓએ વૉટ્સઍપ ગ્રુપ પણ બનાવ્યું છે અને એના પર ફક્ત આ વિશે જ માહિતી પોસ્ટ થાય છે.’

hawkers1

જીવલેણ ફેરિયાઓ

૨૦૧૩થી લઈને ૨૦૧૮ સુધીમાં જાંબલી ગલીમાં ત્રણ ફેરિયાનાં મૃત્યુ થયાં છે. એક ફુગ્ગાવાળાએ સિલિન્ડર-બ્લાસ્ટમાં જીવ ગુમાવ્યો અને અન્ય બે જણે સ્ટવના બ્લાસ્ટના કારણે જીવ ગુમાવ્યો હતો. આવા રેસિડેન્શિયલ પરિસરમાં ફેરિયાઓ સિલિન્ડર કે સ્ટવ રાખે અને ભવિષ્યમાં કોઈ બનાવમાં રહેવાસીઓના જીવ જોખમમાં મુકાય એની પણ રહેવાસીઓને ચિંતા થઈ રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK