કહેવાય મુંબઈનું પ્રથમ ઈ-ટૉઇલેટ, પણ પહેલા જ દિવસથી કૉઇન મશીન બંધ

કાંદિવલીમાં વેસ્ટર્ન એક્સપ્રેસ પર બનાવાયેલું નવું ઈ-ટૉઇલેટ અત્યાધુનિક સુવિધાઓથી સજજ

toilet

યશ રાવલ

ભલે દેશની આર્થિક રાજધાની મુંબઈને એનું પહેલું ઈ-ટૉઇલેટ મળી ગયું હોય જેમાં વેસ્ટર્ન ટૉઇલેટ સહિતની આધુનિક સુવિધા છે અને સ્વચ્છતા વગેરેનું પણ ચોકસાઈપૂર્વક ધ્યાન રાખવામાં આવ્યું છે. ગઈ કાલે કાંદિવલી (ઈસ્ટ)માં વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના સર્વિસ-રોડ પર આવેલા સાંઈધામ મંદિર નજીક સાર્વજનિક ઈ-ટૉઇલેટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું જેમાં હાજર વ્યક્તિને પૈસા આપવાને બદલે મશીનમાં સિક્કો નાખીને ટૉઇલેટનો ઉપયોગ કરી શકાશે. આ ટૉઇલેટમાં વેસ્ટર્ન ટૉઇલેટ, હૅન્ડવૉશ, વૉટર-સ્પ્રે અને મિરર જેવી સુવિધા પણ છે. ટૉઇલેટના દરવાજા તેમ જ આખા સ્ટ્રક્ચરમાં સામાન્ય પબ્લિક ટૉઇલેટની સરખામણીમાં એ ઘણું સારું છે.

જોકે ટૉઇલેટનું ઉદ્ઘાટન થયું એના પહેલા જ દિવસે જેમાં સિક્કા નાખીને એનો ઉપયોગ કરી શકાય એ ઈ-ટૉઇલેટનું મશીન બંધ હતું, એ વિશે જણાવતાં અટેન્ડન્ટ વિષ્ણુ યાદવે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હજી આ ઈ-ટૉઇલેટનું ઉદ્ઘાટન થયું છે અને આ પહેલો જ દિવસ છે. એકાદ-બે દિવસમાં આ મશીન ચાલુ થઈ જશે અને ત્યાર બાદ એમાં કૉઇન નાખીને ટૉઇલેટ યુઝ કરી શકાશે.’

મશીન શરૂ થાય ત્યાં સુધી લોકો એનો ઉપયોગ કઈ રીતે કરી શકશે એવું પૂછતાં વિષ્ણુ યાદવે જણાવ્યું હતું કે ‘એકાદ-બે દિવસ સુધી હું જ ટૉઇલેટનો ઉપયોગ કરનારાઓ પાસેથી પૈસા લઈશ અને એ પૈસા પછીથી હું મશીનમાં નાખી દઈશ અથવા સંબંધિત ઑથોરિટીને સોંપી દઈશ.’ 

જોકે આનાથી ઈ-ટૉઇલેટનો જે કન્સેપ્ટ છે એ ડહોળાઈ જાય છે. સાર્વજનિક શૌચાલયના અટેન્ડન્ટ કેટલા પૈસા સરકારી તિજોરીમાં જમા કરાવે છે અને કેટલા ખિસ્સામાં નાખે છે એની જાણ થઈ શકતી ન હોવાથી મશીનનો કન્સેપ્ટ ઉપયોગી નીવડી શક્યો હોત.

toilet1

કાંદિવલીનું શૌચાલય સૌથી ગંદું સાબિત થયું હતું

એપ્રિલમાં BMC દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં સૌથી ખરાબ અને ગંધાતા ગેટવે ઑફ ઇન્ડિયા કરતાં પણ ખરાબ હાલતનું સાર્વજનિક શૌચાલય કાંદિવલીનું સમતાનગર પોલીસ-સ્ટેશન નજીકનું ટૉઇલેટ હોવાનું જણાયું હતું. એને પગલે કાંદિવલી તેમ જ અન્ય પિમી ઉપનગરના વિસ્તારોમાં સ્વચ્છ અને યુઝ કરવામાં સૂગ ન ચડે એવાં ટૉઇલેટ્સની તાતી જરૂરિયાત છે. સાંઈધામ મંદિર વિસ્તારમાં પણ ૧૦૦ મીટરના રેડિયસમાં કોઈ પબ્લિક ટૉઇલેટ નથી એથી સ્થાનિક લોકો પણ રાજી છે. સાંઈમંદિર બહાર ફૂલનો વેપાર કરનારાં મંજુલાબહેને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘અહીં દરરોજ સેંકડો શ્રદ્ધાળુઓ આવે છે અને અમે પણ અહીં આખો દિવસ વેપાર કરીએ છીએ. ટૉઇલેટ ન હોવાને કારણે અમારે ગમે ત્યાં જઈને શૌચક્રિયા પતાવવી પડતી હતી અને એથી આ ટૉઇલેટને કારણે અમને ઘણી રાહત થશે.’

ઈ-ટૉઇલેટના પહેલા યુઝરની પ્રતિક્રિયા

ટૉઇલેટના ઉદ્ઘાટન બાદ એનો સૌપ્રથમ ઉપયોગ કરનાર પ્રદીપ વિશ્વકર્માએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હું ડિલિવરી-બૉય હોવાથી મોટા ભાગે ટૉઇલેટ માટે પબ્લિક ટૉઇલેટનો ઉપયોગ કરવો પડે છે. આ ઈ-ટૉઇલેટ ઘણું સ્વચ્છ છે અને એમાં કોઈ દુર્ગંધ ન આવે એને માટેની વ્યવસ્થા પણ છે.’

toilet2

ઈ-ટૉઇલેટની ખાસિયત

વ્યસ્ત એવાં ભારતીય શહેરો અને ગામડાંઓમાં ફિટ થઈ શકે એવી ઇનોવેટિવ ડિઝાઇન

પબ્લિક સૅનિટેશનની સમસ્યા માટે સ્ટેટ ઑફ આર્ટ ટેક્નૉલૉજી

માઇલ્ડ અને સ્ટેનલેસ સ્ટીલથી બનેલું

કૉમ્પેક્ટ અને યુઝર ફ્રેન્ડ્લી ઍક્સેસ

હાઇજિનિક અને સહેલાઈથી મેઇન્ટેન કરી શકાય એવાં ઉપકરણો

નુકસાન ન પહોંચે એ પ્રકારનું સ્ટ્રક્ચર

નુકસાનથી બચી શકે એ પ્રકારનું ઍન્ક્લોઝર

અન્ય સ્થળે ખસેડવાની જરૂર પડે તો ફરીથી સહેલાઈથી ઇન્સ્ટૉલ કરી શકાય એવું સ્ટ્રક્ચર.

ઑડિયો ઇન્સ્ટ્રક્શનની સુવિધા અને ટૉઇલેટ યુઝ કરનારાઓ માટે ડિસ્પ્લે બોર્ડ-યુઝર ગાઇડ.

વેબ-રિપોર્ટ્સ દ્વારા પારદર્શકતા જળવાશે

રિમોટ ડાયગ્નોસિસ અને રિમોટ મૅનેજમેન્ટ

નૅપ્કિન વેન્ડિંગ મશીન

નૅપ્કિન ઇન્સિનરેટર

સ્ટેનલેસ સ્ટીલ વૉશબેસિન

મિરર

સોગી ટૉઇલેટ પેપર

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK