આજથી કરો નિશ્ચય : પ્લાસ્ટિકની નહીં, કાપડની થેલી જ વાપરીશ

એક કદમ પર્યાવરણ કો બચાને કી ઓર

bag1

ઉર્વી શાહ મેસ્ત્રી

પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવાનો નિર્ણય ચીકુવાડી રેસિડન્ટ્સ વેલ્ફેર અસોસિએશને લીધો હોવાથી પહેલી ડિસેમ્બરથી ચીકુવાડી વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ થાય એ માટે જનજાગૃતિ ફેલાવવા શનિવારે સવારે સાડાઆઠ વાગ્યે ચીકુવાડી રેસિડન્ટ્સ વેલ્ફેર અસોસિએશન દ્વારા બોરીવલી-વેસ્ટમાં આવેલા જૉગર્સ પાર્કથી શરૂઆત કરીને બૅનરો અને સ્લોગનો સાથે રૅલી કઢાઈ હતી.

bag

આ બાબતે વધુ માહિતી આપતાં એક સભ્ય ગૌતમ ત્રિવેદીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતુ કે ‘અમે બધા સવારે સાડાઆઠ વાગ્યે જૉગર્સ પાર્કમાં ભેગા થયા હતા. સૌ પહેલાં રૅલી શા માટે કાઢીએ છીએ અને કયા-કયા વિસ્તારમાંથી પસાર થઈશું એનો લોકોને ખ્યાલ આપ્યો હતો. એ બાદ પ્લાસ્ટિકની થેલીઓ ન વાપરવા માટેનાં સ્લોગનો ઉચ્ચારીને જૉગર્સ પાર્કથી પદ્માનગર થઈને ફીનિક્સ હૉસ્પિટલ એમ આશરે એક કિલોમીટર જેટલું ફરીને પરત જૉગર્સ પાર્ક આવ્યા હતા. અમારી સાથે જોડાયેલા સ્ટુડન્ટ્સને બિસ્કિટ તથા રૅલીમાં જોડાયેલા દરેકને કાપડની બે થેલીઓ આપવામાં આવી હતી. આશરે  ૧૭૫ જેટલા લોકો રૅલીમાં જોડાયા હતા. મારી લોકોને એક જ વિનંતી છે કે દરેકે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ અને કાપડની જ થેલીનો વપરાશ કરવો જોઈએ જેથી પર્યાવરણને થતા નુકસાનમાંથી બચાવી શકાય.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK