આખરે રસ્તાઓ થયા ફેરિયામુક્ત

બોરીવલી (વેસ્ટ)માં સ્ટેશનની બહારના પરિસરમાં હૉકર્સનો થયો સફાયો

hawkers

ઉર્વી શાહ મેસ્ત્રી

છેલ્લા કેટલાય દિવસથી ફેરિયાઓને હટાવવાની કામગીરી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના તથા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે. જોકે શરૂઆતમાં ફેરિયાઓ પર કાર્યવાહી કરાયાના બે દિવસ બાદ ફરી તેઓ રસ્તા પર બેસેલા જોવા મળ્યા હતા, પરંતુ પોલીસ તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ હાર નહોતી માની અને ફરી તેમને ખસેડ્યા હતા. આખરે તેમને સફળતા મળી હતી. હાલમાં છેલ્લા કેટલાય દિવસથી બોરીવલી-વેસ્ટનો સ્ટેશનની આસપાસનો વિસ્તાર ફેરિયામુક્ત લાગી રહ્યો છે અને રસ્તાઓ પણ પહોળા લાગી રહ્યા હોવાથી રહેવાસીઓ તથા ત્યાંથી પસાર થનારા લોકોની ખુશખુશાલ છે.

ફેરિયાઓ હટી જતાં ફુટપાથનો હવે અમે ઉપયોગ કરી શકીએ છીએ એવું કહેતાં એક સ્થાનિક મહિલા કાજલ પટેલે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘પહેલાં તો અમારા બિલ્ડિંગની બહાર જ પથારો કરીને બેસી જનારા ફેરિયાઓને કારણે અમારે તો વાહનો પણ બહાર કાઢવાં હોય તો મુશ્કેલી થતી હતી. આ ઉપરાંત આખો દિવસ લોકોની ચહલપહલ તથા ફેરિયાઓની દાદગીરીને કારણે અમારા નાકે દમ આવી ગયો હતો. હાલમાં ફેરિયાઓને ખસેડી લેવાથી ફુટપાથનો અમે ઉપયોગ કરી શકીએ છીએ. હવે કાયમી ધોરણે ફેરિયાઓની સમસ્યામાંથી મુક્તિ મળી જાય અને ફરી તેઓ અહીં પોતાનો કબજો ન જમાવે એ જ અમે ઇચ્છીએ છીએ.’

hawkers

આ બાબતે એક વાહનચાલકે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તા પર ફેરિયાઓ ન હોવાથી રોડ મોટા લાગી રહ્યા છે. વળી ટ્રાફિકની સમસ્યાઓ પણ થોડી ઓછી થઈ છે. પહેલાહ તો ફેરિયાઓને કારણે બહુ ભીડ જમા થતી હતી. એમાંથી હવે છુટકારો મળી ગયો છે. રસ્તા પરથી પસાર થતાં ઘણી જ રાહત થાય છે. આ રસ્તા કાયમ માટે ફેરિયાઓથી મુક્ત થઈ જશે તો ઘણીબધી સમસ્યાઓનો ઉકેલ આપોઆપ આવી જશે.’

આ બાબતે એક મહિલા રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તા પરથી પસાર થતાં રોડ-શૉપિંગને થોડું મિસ કરું છું, પરંતુ ફેરિયાઓ હટી જવાથી થતી ધક્કામુક્કીમાંથી મુક્તિ મળી છે. રોડ પર બેસતા ફેરિયાઓને કારણે મોટા ભાગનો રોડ રોકાઈ જતો હતો અને સ્ટેશનની પાસેનો પરિસર હોવાથી પબ્લિકની અવરજવર પણ ખાસ્સી હોય છે. ફરિયાઓએ આ જગ્યા પર વર્ષોથી કબજો જમાવી લીધો હતો અને કોઈને દાદ નહોતા આપતા. દાદાગીરી કરતા ફેરિયાઓને આખરે હટાવી દીધા છે એટલે હવે રસ્તા પર ચાલતાં આનંદ થાય છે, કેમ કે રસ્તો એકદમ ખુલ્લો લાગે છે. વળી ટ્રાફિક પણ ઓછો થયો છે. પ્રશાસન દ્વારા કરાયેલી આ કામગીરી ખરેખર સરાહનીય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK