ચાર દિન કી ચાંદની ફિર અંધેરી રાત

રહેવાસીઓની આશંકા : કેટલીયે કાર્યવાહી કરો, પરંતુ ફેરિયાઓની દાદાગીરી જોતાં તેમને કાયમી ધોરણે હટાવવા મુશ્કેલ; બોરીવલીમાં MNS દ્વારા ફેરિયાઓને હટાવાયા, પરંતુ બે દિવસ બાદ ફરી રસ્તા અને ફુટપાથ પર તેમનો કબજો

hawkers1

ઉર્વી શાહ મેસ્ત્રી

બોરીવલી-વેસ્ટમાં સ્ટેશનની બહાર તેમ જ SV રોડ કે ફુટપાથ પર બેસતા ફેરિયાઓને ખસેડવામાં MNSના કાર્યકરો બે દિવસ માટે સફળ રહ્યા હતા. બે દિવસથી ફેરિયાઓ રસ્તા પર ન બેસતાં રોડ પણ પહોળો લાગી રહ્યો હતો. ફેરિયાઓના ત્રાસથી છુટકારો મળતાં સ્થાનિક રહેવાસીઓ પણ ખુશખુશાલ થયા હતા, પરંતુ તેમની આ ખુશી માત્ર બે દિવસ પૂરતી જ સીમિત રહી હતી કેમ કે ફરી રસ્તા તેમ જ ફુટપાથ પર ફેરિયાઓએ બેસવાનું શરૂ કરી દીધું હોવાથી રહેવાસીઓને પણ હવે લાગી રહ્યું છે કે તેમને કાયમી ધોરણે રસ્તા પરથી હટાવવા મુશ્કેલ છે.

ફેરિયાઓને રસ્તા પરથી હટાવવામાં આવતાં અમારી સમસ્યા સૉલ્વ થઈ છે એવું કહેનારી એક મહિલા રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગની બહાર જ ફેરિયાઓ બેસતા હોવાથી બિલ્ડિંગનો ગેટ પણ પૂરો ખોલી શકાતો ન હતો. આજે વર્ષો પછી આ સમસ્યા થોડી સૉલ્વ થતી દેખાઈ રહી હતી. અહીં બે-ત્રણ દિવસથી ફેરિયાઓ બેસી રહ્યા ન હોવાથી અમને હાશ થઈ હતી. આ ઉકેલ કાયમી ધોરણે અમને મળી રહે અને ફેરિયાઓ અહીં ક્યારે પણ કબજો ન કરે એમ અમે ઇચ્છતા હતા, પરંતુ ફેરિયાઓએ દાદાગીરી કરીને ફુટપાથ પર ફરી કબજો જમાવી દેતાં અમારી સમસ્યા ફરી શરૂ થઈ ગઈ છે. ફેરિયાઓને કંઈ કહેવા જઈએ તો ઝઘડો કરે છે. આટલી કાર્યવાહી કર્યા બાદ પણ ફેરિયાઓથી છુટકારો ન મળતાં હવે તો લાગી રહ્યું છે કે કદાચ આ સમસ્યાનો ઉકેલ મળવો બહુ મુશ્કેલ છે.’

hawkers

આ બાબતે અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તા અને ફુટપાથ પર બેસતા ફેરિયાઓને કારણે સ્ટેશનથી બહાર નીકળીએ એટલે ભયંકર ટ્રાફિકની સમસ્યા સહન કરવી પડતી હતી જેનું કારણ ફેરિયાઓ જ હતા. ફેરિયાઓને કારણે અડધો રસ્તો બ્લૉક થઈ જતો હોવાથી બસ તેમ જ અન્ય વાહનોને પસાર થવાની માંડ-માંડ જગ્યા મળતી હોવાથી ટ્રાકિફ જૅમ પણ થતો હતો. હાલમાં જ MNS દ્વારા કાર્યવાહી કરાતાં રસ્તો ખાલી લાગતાં આ સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો છે એવું લાગી રહ્યું હતું ત્યાં જ મંગળવારથી ફરી ફેરિયાઓ રસ્તા પર બેસી જે-તે ચીજવસ્તુઓનું વેચાણ કરવા લાગ્યા અને ફરી પરિસ્થિતિ પહેલાં જેવી જ સર્જાઈ ગઈ.’

ફેરિયાઓને રસ્તા પરથી ખસેડી લેવાતાં રાહત થઈ છે એવું કહેતાં એક સિનિયર સિટિઝને મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રસ્તો તેમ જ સ્કાયવૉક ફેરિયાઓથી મુક્ત થયો અને હવે અમે નિરાંતે એના પરથી પસાર થઈ શકીશું એવી અમારી માન્યતા સાવ ખોટી ઠરી છે કેમ કે તેમણે ફરી કબજો જમાવતાં હવે ખાતરી થઈ ગઈ છે કે ફેરિયાઓને કોઈનો ડર નથી. હવે તો લાગી રહ્યું છે કે રસ્તાનો અડધો ભાગ ફેરિયાઓનો જ છે અને રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK