ચરસીઓએ અને ભિક્ષુકોએ કર્યા બિલ્ડિંગના રહેવાસીઓને ત્રાહિમામ્

કાંદિવલીમાં કરોડોના ખર્ચે બનેલા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર દોઢ વર્ષથી અડ્ડો જમાવીને ગંદકી કરતા હોવાની ફરિયાદ : પ્રશાસનને લેખિતમાં ફરિયાદ કરવા છતાં નો ઍક્શન

charas

ઉર્વી શાહ - મેસ્ત્રી

કાંદિવલી-વેસ્ટના નાઇન્ટી ફીટ રોડ પર મહાવીરનગર સર્કલ પાસે આવેલા કલ્પવૃક્ષ ગાર્ડન-૧ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર ચરસીઓ અને ભિક્ષુકોએ અડ્ડો જમાવી લીધો છે. રોજ રાતે આઠ વાગ્યાથી સવાર સુધી તેઓ પડ્યાપાથર્યા હોય છે અને ગંદકી ફેલાવતા હોવાથી રહેવાસીઓનું ત્યાં રહેવું મુશ્કેલ થઈ ગયું હોવાની ફરિયાદ બિલ્ડિંગવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી. આ બાબતે પ્રશાસનને પણ અનેક વખત ફરિયાદ કરી હોવા છતાં કોઈ પ્રકારે ઍક્શન લેવાતી નથી એમ પણ જણાવ્યું હતું.

ભિક્ષુકો-ચરસીઓના ત્રાસથી પરેશાન બિલ્ડિંગના એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર બેસીને ગંદકી ફેલાવતા ભિક્ષુકોનો ત્રાસ છેલ્લા દોઢ વર્ષથી છે. આ બાબતે અમે ચારકોપ પોલીસ- સ્ટેશનમાં અને પ્રશાસનને લેખિતમાં ફરિયાદો કરી હોવા છતાં અમને કોઈ ખાસ પ્રતિસાદ મળી રહ્યો ન હોવાથી હવે દિવસે-દિવસે આ લોકોનો ત્રાસ વધી રહ્યો છે. અહીં જ પડ્યાપાથર્યા રહેતા હોવાથી ગંદકી પણ એટલી જ ફેલાવી રહ્યા છે જેની ખરાબ વાસ પહેલા માળ સુધી આવતાં રહેવાસીઓ પરેશાન થઈ રહ્યા છે. કેટલાક રહેવાસીઓ તો આ ત્રાસને કારણે અન્ય જગ્યાએ રહેવા જવાનંથ વિચારી રહ્યા છે. વળી દુર્ગંધને કારણે બાળકો પણ અહીં રમી શકતાં નથી. પ્રશાસન અમારી સમસ્યાને સમજે અને વહેલી તકે કોઈ ઍક્શન લઈને આ ત્રાસને દૂર કરે એ બહુ જ જરૂરી છે.’

charas1

આ બાબતે ફરિયાદ કરતાં એક રહેવાસી મહિલાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અહીં અમારા બિલ્ડિંગની સામે ચરસીઓનાં ઝૂંપડાં બંધાયેલાં છે તો વળી સિગ્નલ પાસે ભીખ માગતા ભિક્ષુકો બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર કબજો જમાવીને બેસી જતા હોય છે. વરસાદ આવતાં ચરસીઓ કે ભિક્ષુકો સીધા દોડીને બિલ્ડિંગની અંદર આવી જાય છે. એક વર્ષથી પણ વધુ સમય થઈ ગયો છે, પરંતુ પ્રશાસન દ્વારા આનું કોઈ જ સૉલ્યુશન હજી સુધી નથી આવ્યું. આ જ કારણે અહીં ચોરીના બનાવોનું પ્રમાણ પણ એટલું જ વધી ગયંા છે. પ્રશાસન કંઈ સાંભળવા જ તૈયાર ન હોવાથી ચરસીઓનો ત્રાસ વધી જતાં અમને અહીં રહેતા ભારે પરેશાની થઈ રહી છે. ચરસીઓને અહીંથી હટાવવામાં આવે, નહીં તો આ વિસ્તારનાં બધાં બિલ્ડિંગોમાં ચરસીઓ-ભિક્ષુકો કબજો જમાવી લેશે એવો અમને ડર છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK