ઇસ રોડ કી રાહ આસાન નહીં

કાંદિવલીમાં રોડના ખાડાઓમાંથી પસાર થતાં તમે કોઈ રાઇડમાં બેઠા હો એવો અનુભવ થયા વગર નહીં રહે : આ રોડ પર ખાડા જ ખાડા હોવાથી આમ જનતા ત્રાહિમામ : એપ્રિલ-મેમાં રિપેર કરાયો હોવા છતાં રોડની દુર્દશા થતાં પૈસા પાણીમાં ગયા

road2

ઉર્વી શાહ - મેસ્ત્રી

કાંદિવલી-વેસ્ટમાં ન્યુ સાંઈબાબાનગર રોડ પર આવેલી પવાર સ્કૂલની બાજુનો રસ્તો ખાડાઓથી ભરેલો છે. નવાઈની વાત એ છે કે આ રોડ હજી એપ્રિલ-મે મહિનામાં જ રિપેર કરાયો હોવા છતાં વરસાદ આવતાં જ આખા રોડ પર ખાડાઓ પડી ગયા હોવાથી પસાર થનારા બાઇકરો સ્લિપ થવાના બનાવ બની રહ્યા છે તો વળી મોટા ભાગના રિક્ષાવાળાઓ ઑપોઝિટ સાઇડમાંથી આવતા હોવાથી અકસ્માત થવાના ચાન્સિસ વધુ વધી જાય છે. આ રોડની અમુક મહિનામાં જ આવી હાલત થઈ જતાં રહેવાસીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી હતી.

road

રોડ પર પડેલા ખાડાઓની ફરિયાદ કરતાં એક સ્થાનિક રહેવાસી મહિલાએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘એપ્રિલ-મે મહિનામાં રોડને રિપેર કરવામાં આવ્યો હતો ત્યારે એક મહિના સુધી બંધ રાખવામાં આવ્યો હોવાથી ટ્રાકિફની સમસ્યાઓ પણ લોકોએ ભોગવી હતી. એવી આશા હતી કે થોડા દિવસોની વાત છે, રોડ રિપેર થયા બાદ વરસાદમાં તકલીફો સહન કરવી નહીં પડે, પરંતુ વરસાદ આવતાં જ ધીમે-ધીમે રોડ પર ખાડા પડવાનું ચાલુ થઈ ગયું અને હવે તો હાલત એવી થઈ ગઈ છે કે આખા રોડ પર નાના-મોટા ખાડાઓ પડ્યા છે. અહીંથી પસાર થતા રાહદારીઓના પડવાના બનાવ પણ બની રહ્યા હોવાથી એની અંદર નાના પથ્થરો ભરીને કેટલાક ખાડાઓને પૂરવાનો પ્રયાસ પણ લોકોએ કર્યો છે, પરંતુ એથી રોડની દશામાં કોઈ ખાસ ફરક જોવા મળ્યો નથી. અહીં પ્રશાસન દ્વારા રોડને રિપેર કરવામાં આવ્યો એ પૈસાનું તો પાણી જ થયું છે. આવા રોડ પરથી વાહનોમાં બેસીને પસાર થઈએ તો એવું લાગે કે જાણે કોઈ રાઇડમાં બેઠા હોઈએ. તો વળી રિક્ષાવાળાઓ પણ મોટા ભાગે ખાડાઓને કારણે ઑપોઝિટ સાઇડમાંથી પસાર થતા હોવાથી અકસ્માત પણ થઈ શકે છે. આ રોડ પરના ખાડાઓને કારણે અમને રોજ પસાર થતા કંઈ કેટલીયે તકલીફો ભોગવવી પડી રહી છે. આ રોડને કાયમી ધોરણે સારો બનાવવામાં આવે તો સારું થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK