કૉન્ટ્રૅક્ટરોની બેદરકારી મૉન્સૂનમાં પબ્લિકને પડશે ભારી

અનઈવન રોડને સમથળ ન કરાતાં વરસાદમાં લોકોની પરેશાની વધી

road

ઉર્વી શાહ - મેસ્ત્રી

બોરીવલી-વેસ્ટમાં SV રોડ પરની દુકાનો થોડી અંદર ખસેડવામાં આવી હતી જેથી રોડ થોડો પહોળો થાય, પરંતુ દુકાનો ખસેડવાનું કામ પૂંરું થઈ ગયા બાદ રોડની હાલત વધુ ખરાબ થઈ છે. માટી તથા પથ્થરો એમ જ પડી રહેતાં વરસાદમાં રોડ પર પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકો ચિંતિત છે.

આ બાબતે ફરિયાદ કરનાર રાજેશ આશરે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રોડની આવી હાલત છેલ્લા બે મહિનાથી છે. આવા અસમથળ રોડ પરથી પસાર થતાં અનેક તકલીફ થઈ રહી છે. ખાસ કરીને વરસાદ આવે ત્યારે અહીં પાણી જમા થઈ જાય છે. અસમથળ રોડ પરથી પસાર થતાં વાહનોને પણ નુકસાન થાય જ છે. પસાર થનારા રાહદારીઓને વધારે તકલીફ સહન કરવી ન પડે એ માટે વહેલી તકે રોડને સમથળ કરાય તો સારું થશે.’

રોડની ફરિયાદ કરતાં અન્ય એક વાહનચાલકે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘લોકોને સુવિધા મળી રહે એ માટે દુકાનોને પાછળ ખસેડવામાં આવી જેથી રોડ થોડો પહોળો થાય, પરંતુ હાલમાં રોડની જે કન્ડિશન છે એથી તો સુવિધા કરતાં અસુવિધા ઊભી થઈ છે. રોડને વહેલી તકે સમથળ કરાય જેથી આમ જનતાને પરેશાની ન રહે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK