સ્વચ્છ નદી અભિયાનમાં જોડાવા પબ્લિકને આહ્વાન

રિવર માર્ચ નામની સંસ્થાએ ક્રાન્તિનગરમાં ૧,૪૮,૦૦૦ કિલો ગંદકી તથા પોઇસર રિવરના કાજુપાડા વિસ્તારમાં ૧૬,૦૦૦ કિલો ગંદકીની સફાઈ કરી

safai

ઉર્વી શાહ - મેસ્ત્રી

જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા એ પંક્તિને સાર્થક કરતાં અને છેલ્લાં બે વર્ષથી મુંબઈમાં સ્વચ્છ નદી અભિયાન ચલાવતા મુંબઈના રિવર માર્ચ ગ્રુપે મુંબઈની ચાર નદીઓને સાફ કરવાનું કામ હાથ ધર્યું છે. સંજય ગાંધી નૅશનલ પાર્કથી પોઇસર નદીની શરૂઆત કરી હતી અને એના બે ભાગ પાડ્યા હતા જેમાં એક ભાગ દામુનગરથી જાય છે અને બીજો ક્રાન્તિનગર અને અપ્પાપાડાની વચ્ચેથી જાય છે. સૌપ્રથમ ક્રાન્તિનગરમાં સવારે સાડાસાત વાગ્યાથી પોઇસર નદીથી સફાઈ કરવાની શરૂઆત કરી અને પાંચથી છ અઠવાડિયાં સફાઈ કર્યા બાદ કુલ ૧,૪૮,૦૦૦ કિલો ગંદકી સાફ કરી હતી. એ બાદ હવે ૨૧ મેએ કાંદિવલી-ઈસ્ટમાં પોઇસર કાજુપાડાના વિસ્તારમાં સફાઈ હાથ ધરી હતી અને ફરી ૨૮ મેએ સવારે સફાઈ કરી ગંદકીને સાફ કરાશે જેમાં જોડાવા લોકોને આહ્વાન પણ કરાયું છે.

safai1

નદીઓની આસપાસ જમા થયેલી ગંદકીની સફાઈ કરવા માટે અભિયાન ચલાવનાર રિવર માર્ચના એક સભ્ય સાગર વીરાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અમે સૌથી પહેલાં કાંદિવલી-ઈસ્ટના ક્રાન્તિનગરથી શરૂઆત કરવાનું નક્કી કર્યું હતું, કેમ કે ત્યાં સૌથી વધારે ગંદકી હતી અને વરસાદ આવે એ પહેલાં જેટલી થાય એટલી ગંદકી સાફ કરવી છે, નહીં તો વરસાદ આવતાં એ ગંદકી એટલી જ વધી જશે. આ માટે અમે લોકોએ પાંચથી સાત અઠવાડિયાં સુધી અહીં સફાઈ કરી હતી. એ બાદ રવિવાર ૨૧ મેએ અમે લોકોએ કાંદિવલી-ઈસ્ટના પોઇસર રિવરના કાજુપાડા વિસ્તારમાં સવારે ૭.૩૦થી ૧૦ વાગ્યા સુધી સફાઈ કરી હતી જેમાં મોટા ભાગે પ્લાસ્ટિકનો કચરો વધુ પ્રમાણમાં હતો. આ ઉપરાંત ફાટેલાં કપડાં તથા અન્ય કચરો મળીને અમુક કલાકમાં જ ૧૬,૦૦૦ કિલો ગંદકી સાફ કરી હતી. આ માટે પ્રશાસને પણ અમને સહયોગ આપ્યો હતો અને મશીનરી પણ પ્રોવાઇડ કરી હતી. આ ઉપરાંત ૮થી ૧૦ કૉન્ટ્રૅક્ટરો તથા અમારા ગ્રુપના સભ્યો અને આસપાસના અમુક રહેવાસીઓએ સફાઈ કરવામાં પોતાનો મહત્વનો ફાળો આપ્યો હતો. હજી આ વિસ્તારમાં ઘણી ગંદકી પડી રહી હોવાથી ફરી રવિવાર ૨૮ મેએ સવારે ૭.૩૦ વાગ્યા દરમ્યાન સફાઈ કરીશું. સફાઈ કરવામાં જેટલા વધુ લોકોનો સહકાર મળશે એટલું કામ જલદી થશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK