અટેન્શન પ્લીઝ

પ્રશાસનની બેદરકારીથી સ્કાયવૉકની કાયાપલટ થઈ રહી છે : સારી નહીં, પરંતુ ખરાબ રીતે

skywalk

ઉર્વી શાહ - મેસ્ત્રી

બોરીવલી-વેસ્ટના સ્કાયવૉકની દુર્દશા થઈ ગઈ છે છતાં પ્રશાસનનું ધ્યાન ન જતાં પ્રવાસીઓને એનો ઉપયોગ કરવો ભારે પડી રહ્યો છે. અહીં ચરસીઓએ ફેલાવેલી ગંદકી અને પ્રશાસનની યોગ્ય જાળવણીના અભાવે અબજો રૂપિયાના ખર્ચે બનાવેલા સ્કાયવૉકની ખરાબ રીતે કાયાપલટ થઈ ગઈ છે. સ્કાયવૉક પર કેવી-કેવી સમસ્યા છે એનું વર્ણન કરતાં પસાર થનાર પ્રવાસી પ્રકાશ શાહે મિડ-ડે LOCALને આ મુજબ જણાવ્યું હતું.

રસોઈ બનાવતા ચરસીઓ

સ્કાયવૉક પર ચૂલો સળગાવીને રસોઈ બનાવતા હોય છે. પબ્લિક પ્લૅસ પર ચૂલો સળગાવી રસોઈ બનાવતાં જો કોઈ દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ? ચરસીઓ કે પછી તેમના પર કોઈ જ પ્રકારે ઍક્શન ન લેનારું પ્રશાસન? અહીં જ રસોઈ બનાવી ખાઈને પડ્યા પાથર્યા હોવાથી આ સ્કાયવૉક છે કે પછી તેમનું ઘર? શું પ્રશાસને કરોડો રૂપિયાનો ખર્ચ ચરસીઓ માટે કર્યો છે?

તૂટેલી ટાઇલ્સ

સ્કાયવૉક પરથી પસાર થનારા તો જાણતા જ હશે કે અહીં કેટલીયે સમસ્યા છે. સ્કાયવૉકની શરૂઆત જ તૂટેલી ટાઇલ્સથી થાય છે. અહીં ઠેકઠેકાણે ટાઇલ્સ તૂટી ગયેલી જોવા મળે છે. આવી ટાઇલ્સને કારણે પ્રવાસીઓને સફર કરવું પડે છે. ખાસ કરીને રાતના સમયે. આખા સ્કાયવૉક પર લાઇટ બંધ હોવાથી અંધારું છવાઈ જતાં તૂટેલી ટાઇલ્સને કારણે રાહદારીને ઠોકર વાગતાં તે પડી પણ શકે છે. આવી તૂટેલી ટાઇલ્સને વહેલી તકે રિપેર કરવી જરૂરી છે.

skywalk1

અપાર ગંદકી

સ્કાયવૉક પરથી પસાર થતાં સ્વચ્છતાનાં દર્શન કરવા દુર્લભ છે. અહીં છૂટોછવાયો કચરો ફેલાયેલો દેખાશે તો વળી તમાકુ ખાઈને મારેલી પિચકારીઓ પણ જોવા મળશે. સ્કાયવૉકને સાફ કરવા માટે સફાઈ-કામદારોની આળસ પણ એટલી જ જવાબદાર છે. ચરસીઓ આખો દિવસ અહીં પડ્યા પાથર્યા હોય અને ગંદકી ફેલાવતા હોવા છતાં તેમના પર કોઈ જ પ્રકારે ઍક્શન લેવાતી નથી.

ફેરિયાઓનો કબજો 

સ્કાયવૉક પર તથા એની આસપાસ ફેરિયાઓએ પોતાનો કબજો જમાવી લીધો છે. પ્રવાસીઓની અવરજવર માટે બનાવેલા સ્કાયવૉકનો ઉપયોગ આજે ફેરિયાઓ વધુ પ્રમાણમાં કરી રહ્યા છે. ફેરિયાઓને હટાવવા માટે પ્રશાસન તરફથી કડક પગલાં ન ભરાતાં આજે સ્કાયવૉક તેમના કબજે થઈ ગયો છે. તો વળી રાતના સમયે કેટલીયે લાઇટ બંધ હોવાથી અહીંથી પસાર થતા પણ ડર લાગતો હોય છે.

જો પ્રશાસન અહીં થોડું પણ ધ્યાન આપશે અને એની યોગ્ય જાળવણી કરવામાં આવશે તો પ્રવાસીઓને સારી સુવિધા મળી રહેશે અને સ્કાયવૉક માટે ખર્ચેલા કરોડો રૂપિયાનું પાણી પણ નહીં થાય.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK