રેલવેની પ્રૉપર્ટી પર ચરસીઓનો કબજો

સ્ટેશનો પર આડેધડ બેસેલા કે સૂતેલા ચરસીઓનો પાર નથી : ચરસીઓને હટાવવામાં રેલવે-પ્રશાસનની આળસ

railway

ઉર્વી શાહ - મેસ્ત્રી

બોરીવલી-વેસ્ટમાં ચર્ચગેટ સાઇડમાં આવેલી ટિકિટ-વિન્ડો કે ATVM પાસે ચરસીઓ આરામથી સૂતેલા જોવા મળતા હોય છે. પીક અવર્સમાં આ ચરસીઓ પ્રવાસીઓ માટે માથાના દુખાવા સમાન બની જતા હોય છે. અવરજવર કરવાના રસ્તા વચ્ચે સૂતેલા હોવાથી પ્રવાસીઓને સંભાળીને ચાલવું પડતું હોય છે. કેટલીયે વાર અભદ્ર રીતે બેસેલા હોવાથી મહિલા-પ્રવાસીઓને ત્યાંથી માથું નીચે ઝુકાવીને પસાર થવું પડતું હોય છે. તો વળી મલાડના વિરાર સાઇડમાં આવેલા બ્રિજ પર પણ ચરસીઓ કે દારૂડિયાઓ નશાની હાલતમાં પડ્યા હોય છે અને પસાર થનારા પ્રવાસીઓને જેમ-તેમ ગાળો બોલતા હોય છે. આ બધાથી ત્રાસ થવાની ફરિયાદ પ્રવાસીઓએ મિડ-ડે LOCALને કરી હતી.

અત્ર તત્ર સર્વત્ર ચરસીઓ સૂતેલા હોય છે અને એથી કંઈકેટલીયે તકલીફો સહન કરવી પડતી હોવાથી બોરીવલી કે મલાડમાં ચરસીઓના ત્રાસથી ત્રાસી ગયેલા એક પ્રવાસીએ મિડ-ડે LOCALને આ મુજબ ફરિયાદ કરી હતી.

બોરીવલી સ્ટેશનમાં ચરસીઓનો ત્રાસ : બોરીવલી સ્ટેશન પર આમ પણ પ્રવાસીઓની ખાસ્સી અવરજવર રહેતી હોય છે ત્યારે વચ્ચે સૂતેલા દારૂડિયા કે ચરસીઓને કારણે તેમને ત્યાંથી પસાર થવામાં અડચણ થતી હોય છે. એક વાર તો વચ્ચે સૂતેલા દારૂડિયાને કારણે હું પડતાં-પડતાં રહી ગયો હતો. એમાં બન્યું એવું કે મારે મોડું થતું હતું અને ટિકિટ પણ કઢાવવાની હતી એટલે ઉતાવળમાં હું ટિકિટ-વિન્ડો તરફ જતો હતો. વચ્ચે દારૂડિયો સૂતો હતો એનું ધ્યાન ન રહેતાં હું તેની સાથે અથડાઈ ગયો હતો. આ તો પસાર થનાર એક પ્રવાસીએ મને પકડી લીધો હોવાથી હું પડતાં બચી ગયો હતો. ચરસીઓ કે દારૂડિયાઓને રેલવે-પ્રશાસને ગમે ત્યાં સૂતેલા અને પ્રવાસીઓને અડચણરૂપ દેખાય તો સજા કરવી જોઈએ.

મલાડમાં ચરસીઓનો ત્રાસ : મલાડના વિરાર સાઇડના બ્રિજ પર ચરસીઓ કાયમ સૂતેલા કે બેસેલા જોવા મળે છે. ઘણી વખત અભદ્ર અવસ્થામાં સૂતેલા હોવાથી પસાર થનારી મહિલા-પ્રવાસીઓને શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. આ ચરસીઓ અને દારૂડિયાઓ તો જાણે પોતાનું ઘર હોય એ રીતે બ્રિજ પર પડ્યાપાથર્યા રહેતા હોવાથી પસાર થનારાઓને તકલીફ સહન કરવી પડતી હોય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK