દર વર્ષે રિનોવેશન કે રિપેરિંગ માટે કરોડો રૂપિયા ફાળવાય છે છતાં ખાડાઓથી ભરેલા રોડ

મલાડમાં ખાડાઓથી ભરેલા રોડ પર રોજ કેટલાય બાઇકરોના પડી જવાના વધી રહ્યા છે બનાવ છતાંય પ્રશાસનનું ઉદાસીન વલણ

malad

ઉર્વી શાહ મેસ્ત્રી

મલાડ-ઈસ્ટમાં કુરાર સબવે પાસેના રોડ પર પાણીના લીકેજની સમસ્યા લાંબા સમયથી છે તથા રોડની હાલત પણ અતિ દયનીય બની ગઈ છે. આવા રોડ પરથી પસાર થનારા કેટલાય બાઇકરો પડીને ઈજાગ્રસ્ત થયા છે છતાં રોડની દુર્દશાને સુધારવામાં પ્રશાસન ઍક્શન લેતું ન હોવાથી અહીંથી પસાર થનારા રાહદારીઓને ભારે હાલાકી વેઠવી પડી રહી છે.

આ રોડ પરથી પસાર થનાર એક બાઇકચાલકે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘ખાડાઓથી ભરેલો તથા પાણીના લીકેજને કારણે રોડની હાલત બહુ બેકાર થઈ ગઈ છે. હું રોજ મારી બાઇક પર અહીંથી પસાર થાઉં છું. બાઇકને ખૂબ જ ધીમી અને સંભાળપૂર્વક ચલાવવી પડતી હોય છે. કથળેલા રોડને કારણે કેટલીયે વાર કેટલાય બાઇકરોના પડી જવાના બનાવ બન્યા છે. આ સમસ્યા જૂની છે છતાં રોડના રિનોવેશન બાબતે કોઈ જ પ્રકારનાં પગલાં ભરવામાં આવતાં ન હોવાથી અહીંથી પસાર થનારાઓની હાલત કફોડી થાય છે. વહેલી તકે આ રોડને સરખો કરવામાં આવે જેથી લોકોને કક્ટ સહન કરવા ન પડે.’

આ બાબતે અન્ય એક રહેવાસીએ

મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આમ જનતા પાસેથી ટૅક્સરૂપે પ્રશાસન કરોડો રૂપિયા ઉઘરાવતી હોય છે. રોડના રિનોવેશન માટે પણ કરોડો રૂપિયા ફાળવવામાં આવતા હોય છે છતાં રસ્તાઓ ખાડાઓથી ભરેલા હોય છે. આ વાત આર્ય પમાડે એવી છે. કુરાર વિલેજ તરફ જતાં સબવે પાસેનો રોડ જોવા જેવો છે. રોડ પર પુષ્કળ પ્રમાણમાં ખાડા છે તથા પાણી લીકેજના કારણે ખાડાઓમાં પાણી ભરાઈ જવાથી વરસાદ આવે ત્યારે જેવી સ્થિતિ સર્જાય છે એવી જ હાલત આ રોડની અત્યારે છે. ખાડાથી ભરેલા રોડ પરથી પસાર થતાં ત્રાસ છૂટે છે. આ રોડને સરખો કરવો અનિવાર્ય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK