ક્યારે થશે નાળાની સફાઈના શ્રીગણેશ?

મલાડમાં છ મહિનાથી નાળાની સફાઈ ન થતાં એમાં ગંદકી તથા માખી-મચ્છરોનો ઉપદ્રવ વધ્યો

clean

મલાડ-વેસ્ટમાં સાંઈનાથ રોડ પર આવેલા દારૂવાલા કમ્પાઉન્ડ પાસેના નાળાની છ મહિનાથી સફાઈ ન થતાં એ આખું ગંદકીથી ભરાઈ ગયું છે. આસપાસ રહેતા રહેવાસીઓ  દ્વારા આડેધડ કચરો ફેંકાતો હોવાથી એનાથી છલોછલ ભરાઈ જવાથી અસહ્ય દુર્ગંધ આવે છે તથા માખી-મચ્છરોનો ત્રાસ પણ વધી ગયો છે. પ્રશાસન દ્વારા નાળાની સફાઈ કરવામાં આવે તો ગંદકી દૂર થાય તથા નાળામાં કોઈ કચરો ન ફેંકે એ બાબતે BMC ઍક્શન લે જેથી ગંદકીથી બચી શકાય.

આ બાબતે ફરિયાદ કરનાર એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આ નાળું ખુલ્લું હોવાથી એની અંદર કચરો ભરાઈ જાય છે તથા છ મહિના બાદ પણ BMC દ્વારા કોઈ પણ પ્રકારે સફાઈ કરવામાં આવી નથી. નાળાને સફાઈ કરી એના ઉપર જાળી કે બીજું કંઈ નાખી એને પૅક કરી દેવું જોઈએ જેથી કચરો અંદર ન પડે તથા આસપાસના રહેવાસીઓ પણ થોડા જાગૃત થાય અને કચરો નાળાની અંદર ન નાખતાં કચરાપેટીમાં નાખે જેથી નાળું સાફ રહે અને ગંદકીથી પણ બચી શકાય. નાળામાં થયેલી ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ એટલો જ વધી ગયો છે. નાળાની બાજુમાંથી પસાર થતાં ભયંકર દુર્ગંધ આવતી હોવાથી બીમારી પણ ફેલાઈ શકે છે. રોગચાળો ફાટી નીકળે એ પહેલાં રહેવાસીઓ તથા BMC સજાગ બને અને નાળાને સાફ રાખે એ અનિવાર્ય છે.’

clean1

આ બાબતે અન્ય એક રહેવાસીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘દર વષ્ોર્ નાળાની સફાઈ માટે કરોડો રૂપિયા BMC દ્વારા ખર્ચવામાં આવતા હોય છે છતાં એમાં ગંદકી જોવા મળતી હોય છે. અમારા બિલ્ડિંગની પાસે જ આવેલું નાળું આખું કચરાથી છલોછલ ભરેલું છે. કચરો તથા ગટરનું પાણી મિક્સ થવાથી બહુ ખરાબ વાસ આવે છે. સફાઈ-કામદારો બરાબર સફાઈ કરે એ બહુ જરૂરી છે જેથી ગંદકી અને મચ્છરોથી બચી શકાય. દુર્ગંધ આવવાને કારણે અમે અમારા ઘરની બારી પણ ખોલી શકતા નથી. અમને સતત વિન્ડો બંધ જ રાખવી પડતી હોવાથી ઘરની અંદર પૂરતો સૂર્યપ્રકાશ પણ આવી શકતો નથી. મારી BMCના સફાઈ-કામદારોને વિનંતી છે કે આ તરફ થોડું ધ્યાન આપે અને નાળાની સંપૂર્ણપણે સફાઈ કરે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK