ચંપલ પર્હેયા વગર પ્રચાર

બોરીવલીના ર્વોડ-નંબર ૧૭નાં કૉન્ગ્રેસનાં સુશિક્ષિત  અને સ્થાનિક યુવા ઉમેદવાર પ્રગતિ પ્રતાપસિંહ રાણેનો લોકોની સમસ્યા સમજવાનો અનોખો પ્રયાસ

pragati

મારા વિભાગની તમામ સમસ્યાઓને હું યુદ્ધના ધોરણે ઉકેલવાની બાંયધરી આપું છું અને મારા બોલેલા તમામ બોલ પાળીને પણ બતાવીશ. વિભાગ-નંબર ૧૭ના વિકાસ અર્થે મારું વૉર્ડ-સેન્ટિÿક વિઝન છે. એ પ્રમાણે કાર્યો પ્રત્યેનો મારો સંકલ્પ હું અમલમાં મૂકીશ. એ સિવાય જો તમારી પાસે કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો કૃપા કરીને મારા ઈ-મેઇલ અથવા વૉટ્સઍપ પર મોકલી શકો છો જેથી તાત્કાલિક ધોરણે એના પર પણ ધ્યાન આપી શકાય.

મજબૂત ઇરાદાઓ સાથે સભાને સંબોધી રહેલાં વૉર્ડ-નંબર ૧૭નાં કૉન્ગ્રેસનાં ઉમેદવાર પ્રગતિ રાણેના ચહેરા પર આવું બોલતી વખતે જુસ્સો અને ચમક તરવરતાં હતાં.

લોકો નગરસેવક પાસેથી શું અપેક્ષાઓ રાખે છે એ વિશે આગળ જણાવતાં તેઓ કહે છે, ‘અમે ઘરે-ઘરે જઈને લોકોની અમારા પ્રત્યેની અપેક્ષાઓ જાણવાની કોશિશ કરી ત્યારે મોટા ભાગના લોકોની સૌથી મોટી સમસ્યા રસ્તા પરના ખાડા, ટ્રાફિક, ફેરિયાઓનું ન્યુસન્સ તેમ જ સફાઈની છે. ગંદકી હોય એટલે રોગચાળો પણ ફેલાય. આવી પરિસ્થિતિ દરેક વિસ્તારમાં હોય તો મુંબઈની શું હાલત હોય? કોઈ પણ વિભાગના રસ્તા પરના ખાડા ન પુરાય અથવા તો એ વિસ્તારના વિકાસ માટે ત્યાંના નગરસેવક જ રિસ્પૉન્સિબલ છે. વૉર્ડના વિકાસની જવાબદારી જે-તે વૉર્ડના કૉર્પોરેટરની જ હોય છે. શહેરના વિકાસમાં સહયોગ આપવા એક સારા ઉમેદવારને તક આપવાની જરૂર છે. તક આપવામાં આવશે તો જ એ પોતાનું શ્રેષ્ઠ કાર્ય કરી શકશે.’

ચીકુવાડી વિસ્તારમાં છેલ્લાં ૨૭ વર્ષથી રહેતાં સંગીતા ભટ્ટ જણાવે છે, ‘છેલ્લાં અનેક વર્ષોથી જોતા અને સાંભળતા આવ્યા છીએ કે મુંબઈ શહેરનું ચિત્ર બદલાશે; પણ રસ્તાની દુર્દશા, પાણીનો કાપ, ઊભરાતી ગટરો, કચરો, રોગચાળો જેવી કેટલીયે બેઝિક સમસ્યાઓમાંથી જ સામાન્ય મુંબઈગરો ઉપર નથી આવી શકતો તો વિકાસ કેવી રીતે શક્ય થાય? એટલે જ હવે મુંબઈને બદલવું હોય તો મન બદલવાની જરૂર છે. એવા ઉમેદવારને વોટ આપવાની જરૂર છે જે આપણી વચ્ચે રહી, સરળતાથી આપણને મળી, આપણી સમસ્યાને પોતાની સમજી દૂર કરવા માટે સતત પ્રયત્ન કરતો રહે.’

છેલ્લા ઘણા વખતથી વગર ચંપલે ફરતાં પ્રગતિ રાણે વિશે સભાની મેદની વચ્ચેથી જ ચીકુવાડી વિસ્તારના એક રહેવાસી કમલેશ જોષી જણાવે છે, ‘પ્રગતિજી ચીકુવાડી વિસ્તારનો જાણીતો ચહેરો છે. છેલ્લાં ૧૫ વર્ષથી એક સંનિષ્ઠ સમાજસેવિકા તરીકે અહીં બધા તેમને ઓળખે છે અને તેમનાં સમાજલક્ષી કાર્યોની નોંધ લઈને જ કૉન્ગ્રેસે તેમને અધિકૃત ઉમેદવાર તરીકે ઘોષિત કર્યા છે.’

તમને કેવા નગરસેવક જોઈએ છે અને નગરસેવક કેવો હોવો જોઈએ એ બાબતે વાત કરતાં આ વિસ્તારના અરવિંદ પટેલ મિડ-ડે LOCALને જણાવે છે, ‘છેલ્લાં પાંચ વર્ષથી અમે અમારા કૉર્પોરેટરનો ચહેરો સુધ્ધાં જોયો નથી. જોવાની વાત તો જવા દો, અમારા વૉર્ડમાં તેમની એકેય ઑફિસ પણ નથી. હવે લોકલ લોકોને કોઈ પણ તકલીફ હોય કે કોઈ ફરિયાદ હોય તો તેઓ ક્યાં જઈને કહે? કોણ એની નોંધ લે? નગરસેવક તો એવા હોવા જોઈએ જે અમારી વચ્ચે જ રહેતા હોય. તેમને સરળતાથી મળી શકાય. તેમનું કાર્યાલય પણ અહીં વૉર્ડમાં જ હોવું જોઈએ જેથી કોઈ પણ પ્રકારની સમસ્યા વિશે લોકો તેમની પાસે સરળતાથી પહોંચી શકે અને પ્રગતિ રાણે એવા જ સ્થાનિક ઉમેદવાર છે. તેઓ જન્મજાત બોરીવલીકર છે અને અહીંના જ એક મધ્યમ વર્ગીય કુટુંબમાં ઊછરીને મોટાં થયાં છે. હાઇલી એજ્યુકેટેડ છે અને ડાઉન ટુ અર્થ પણ, એટલે સામાન્ય લોકોની સમસ્યાઓને સમજી શકે છે. અત્યારે પણ ખાડા, કાંકરા, પથ્થરવાળા રસ્તાની દુર્દશા અને સામાન્ય લોકોની હાલાકી સમજવા તેઓ છેલ્લા ઘણા સમયથી વગર ચંપલે ફરે છે. તેઓ માને છે કે તો જ હું લોકોની પીડાને સમજી શકીશ અને એને લીધે હું વધુમાં વધુ લોકોની સમસ્યાઓ ઉકેલવાના પ્રયત્ન પણ કરી શકીશ. પરિવર્તનની લહેરનો અનુભવ કરવો હોય તો લોકોને આવા નગરસેવકની અત્યંત જરૂર છે અને તેમનામાં એક ઉમદા કૉર્પોરેટરની તમામ ખૂબીઓ છે.

આમ જનતાના મતે તેમના પ્રશ્નોને વાચા આપી તેમની સમસ્યાઓને સમજી યોગ્ય નિરાકરણ લાવે એવા ઉમેદવારની જરૂર છે. લોકો તેમના વૉર્ડની સમસ્યાઓ દૂર કરવામાં સમર્થ હોય એવી વ્યક્તિને જિતાડવા માગે છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK