મારું કામ જ મારી ઓળખાણ છે

ગોરેગામના વૉર્ડ-નંબર પંચાવનમાં કૉન્ગ્રેસે ઉમેદવાર તરીકે સ્થાનિક ગુજરાતી નેતા શ્રીમતી કિરણ વિનય (બંટુ) પટેલને આપી ટિકિટ

kiran

ગોરેગામના વૉર્ડ-નંબર પંચાવનમાંથી કૉન્ગ્રેસે ઉમેદવાર તરીકે સ્થાનિક ગુજરાતી નેતા શ્રીમતી કિરણ વિનય (બંટુ) પટેલને  ટિકિટ આપી છે. સુશિક્ષિત અને સમાજની સેવા માટે સદૈવ તત્પર રહેતાં કિરણ પટેલે જવાહરનગરમાં વિકાસનાં ઘણાં કાર્યો કર્યા છે અને એટલે જ તેઓ કહે છે કે મારું કામ જ મારી ઓળખાણ છે. વૉર્ડ-નંબર પંચાવનમાં જવાહરનગર ઉપરાંત એમ.જી. રોડ, પિરામલનગર, સિદ્ધાર્થનગર, ગ્રામપંચાયત રોડ, આરે રોડ, શાસ્ત્રીનગર અને ટિળકનગરનો સમાવેશ થાય છે.

કિરણ પટેલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા વૉર્ડ માટેના તમારા શું પ્લાન છે ત્યારે તેમણે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘મારા વૉર્ડને હું પેવર બ્લૉક્સથી મુક્ત કરવા માગું છું અને બધા રસ્તા ડામરના બનાવવાનો મારો પ્લાન છે. આ ઉપરાંત શુદ્ધ અને આવશ્યક માત્રામાં પાણી ઉપલબ્ધ કરાવવાનું પણ મારા એજન્ડામાં છે. ડ્રેનેજ અને સિવરેજની સમસ્યાનું નિવારણ થાય, ફુટપાથનો ઉપયોગ ફક્ત નાગરિકોને ચાલવા માટે થાય, મારા વૉર્ડમાં આવતી હૉસ્પિટલનું નવીનીકરણ થાય અને એમાં આધુનિક સગવડો ઉમેરાય, વિભાગમાં આવતા નાળાઓની નિયમિત સફાઈ થાય એ દિશામાં મારા પ્રયત્નો રહેશે.’

શ્રીમતી કિરણ પટેલ આ બધા ઉપરાંત પોલીસ અને નાગરિકો વચ્ચે સમન્વય સાધીને ગુનેગારી નાબૂદ કરવાની દિશામાં પણ કાર્ય કરવા માગે છે અને પોતાના વિસ્તારની જનતા સાથે મૈત્રી કેળવીને, તેમની સાથે ઘર જેવો સંબંધ બાંધીને સમસ્યાઓ દૂર કરવા પર તેઓ ફોકસ કરવા માગે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK