સમાજકલ્યાણના અભિગમને કારણે ડૉ. શિલ્પા સાંગોરેનો સક્રિય રાજકારણમાં પ્રવેશ

બોરીવલીના વૉર્ડ-નંબર ૧૭નાં શિવસેનાનાં ઉમેદવારનું મુખ્ય ધ્યેય યુવાનો, સિનિયર સિટિઝનો અને મહિલાઓનો ઉત્કર્ષ

shilpa

બોરીવલી (વેસ્ટ)ની ચીકુવાડીની ફીનિક્સ હૉસ્પિટલના સંચાલિકા ડૉ. શિલ્પા સૌરભ સાંગોરે ઘણા સમયથી ચીકુવાડીમાં ચાઇલ્ડ સ્પેશ્યલિસ્ટ તરીકે સેવા આપી રહ્યાં છે. સ્થાનિક રહેવાસીઓ માટે મેડિકલ કૅમ્પોનું આયોજન કરીને તેમણે લોકોને મેડિકલ સેવાઓ આપી છે. આ રહેવાસીઓની અન્ય સમસ્યાઓ તેમની નજરમાં આવતાં તેમણે સમાજકલ્યાણનો અભિગમ અપનાવ્યો હતો. આ જ કારણોસર ડૉ. શિલ્પાએ થોડા સમય પહેલાં શિવસેના જૉઇન કરીને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. તેમના સમાજકલ્યાણના અભિગમને પરિપૂર્ણ કરવા તેઓ હવે બોરીવલીના વૉર્ડ-નંબર ૧૭માંથી નગરસેવિકા બનવા ચૂંટણી લડી રહ્યાં છે. તેઓ કહે છે કે મારું મુખ્ય ધ્યેય યુવાનો, સિનિયર સિટિઝનો અને મહિલાઓનો ઉત્કર્ષ છે.

આ બાબતની માહિતી આપતાં

ડૉ. શિલ્પા સાંગોરેએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ડૉક્ટર તરીકે હું અને મારા મિસ્ટર બન્ને ચીકુવાડીની આસપાસના વિસ્તારોના અનેક રહેવાસીઓ સાથે સંપર્કમાં આવ્યા છીએ. અમારી અનેક મેડિકલ સેવાઓથી આકર્ષિત બનીને આ રહેવાસીઓ અમારી સાથે તેમના વિસ્તારોની નાગરી સુવિધામાં રહેલી અનેક સમસ્યાઓની માહિતી આપતા હતા. તેમની વાતો સાંભળીને મને તેમને બધી જ નાગરી સુવિધાઓ ઉપલબ્ધ કરવાની ખેવના જાગી હતી.’

ચીકુવાડી અને આસપાસના સ્લમવિસ્તારોની સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે રાજકારણમાં પ્રવેશ કરવો જરૂરી હતો એમ જણાવતાં ડૉ. શિલ્પા સાંગોરેએ કહ્યું હતું કે ‘હું વર્ષોથી હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેથી પ્રભાવિત હતી. આથી થોડા દિવસ પહેલાં જ મેં શિવસેનામાં જોડાઈને સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. મારી સમાજસેવાની ખેવના જોઈને ઉદ્ધવ ઠાકરેએ મને નગરસેવિકાના ઉમેદવાર તરીકે પસંદ કરી હતી.’

પહેલાં તો હું લોકોના મુખેથી તેમની સમસ્યાઓ સાંભળતી હતી, પરંતુ પ્રચાર માટે જ્યારે હું ઘરે-ઘરે લોકોને મળવા ગઈ ત્યારે મને સમસ્યાઓની ઊંડાઈ અને એને કારણે લોકોને થતી હાલાકીનો સાચો ખ્યાલ આવ્યો હતો એમ જણાવીને ડૉ. શિલ્પા સાંગોરેએ કહ્યું હતું કે ‘એક બાજુ ચીકુવાડી જેવો વિસ્તાર છે જ્યાં

ઊંચા-ઊંચા ટાવરો અને વાઇ-ફાઇ જેવી અનેક સુવિધાઓ છે; જ્યારે એ વિસ્તારની આસપાસના સ્લમવિસ્તારો રત્નાબાઈ ચાલ, ભાસ્કર માળી ચાલ, સત્યનગર, બોરસાપાડામાં લોકોને આજના સમયમાં પણ પીવાના પાણી માટે લાંબી કતારો લગાવવી પડે છે. તેમને ટૉઇલેટ માટે ઘરની બહાર જવું પડે છે. આ સિવાયની પણ અનેક પાયાની સુવિધાઓથી તેઓ વંચિત છે. નાગરી સુવિધાઓની સાથે આ વિસ્તારોમાં બેરોજગારીની સમસ્યા છે. આ વિસ્તારોનો યુવાવર્ગ સ્વાવલંબી નથી. તેમને આર્થિક સમસ્યાઓ પણ છે. આ જોઈને મેં નિર્ણય કર્યો હતો કે હું આ વિસ્તારોના યુવા વર્ગને એજ્યુકેશન મળે અને આગળ જતાં તેઓ સ્વાવલંબી બને એ માટે સક્રિય બનીશ. મારું એ સૌથી પહેલું ધ્યેય રહેશે.’

ચીકુવાડીની નજીક આવેલા ટ્રાન્ઝિટ કૅમ્પની હાલત પચીસ વર્ષથી કથળેલી છે એમ જણાવીને ડૉ. શિલ્પા સાંગોરેએ કહ્યું હતું કે ‘વર્ષોથી આ કૅમ્પના રહેવાસીઓ બદતર હાલતમાં જીવન જીવી રહ્યા છે. પ્રશાસન તરફથી તેમના પર કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં આવતું નથી. નગરસેવિકા બન્યા પછી આ કૅમ્પની સમસ્યાઓ સુલઝાવવાને હું પ્રાધાન્ય આપીશ. એના માટે જે લડત આપવી પડશે એ આપીને પણ હું તેમને સુવિધામય જીવન આપીશ.’

ચીકુવાડીમાં શ્રદ્ધાળુ સિનિયર સિટિઝનો અને મહિલાઓ વર્ષોથી ઠાકોરજીની પૂજાઅર્ચના કરવા માટે હવેલી માટે જગ્યા મળે એવી માગણી કરી રહ્યા છે. એ વિશે માહિતી આપતાં ડૉ. શિલ્પા સાંગોરેએ કહ્યું હતું કે ‘નગરસેવિકા બન્યા પછી આ શ્રદ્ધાળુઓને હવેલી માટે સારી જગ્યા ઉપલબ્ધ કરવા માટે હું વચનબદ્ધ છું, જેથી સિનિયર સિટિઝનો અને મહિલાઓ ભાવપૂર્વક ભક્તિ કરી શકે.’

સાંઈબાબાનગર અને આસપાસના વિસ્તારોના રહેવાસીઓ દસ વર્ષથી બિસમાર બિલ્ડિંગોમાં રહે છે. આ સંદર્ભમાં ડૉ. શિલ્પા સાંગારેએ કહ્યું હતું કે ‘આ રહેવાસીઓએ તેમની વેદના મને જણાવી હતી. તેઓ કહે છે કે પ્રશાસન તરફથી અમને મદદ મળતી ન હોવાથી અમારાં બિલ્ડિંગોનું રીડેવલપમેન્ટ અટકી ગયું છે અને અમે મોતના ઓછાયા હેઠળ જીવી રહ્યા છીએ. તેમને સહાયરૂપ થવા માટે મારા અથાગ પ્રયાસો રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK