ગોરાઇનો વિકાસ કરવો છે

ગોરાઈ વૉર્ડ-ક્રમાંક ૮ જે હવે નવો બન્યો છે. અહીં છેલ્લાં પાંચ વર્ષમાં ઘણાં ડેવલપમેન્ટનાં કાર્યો થયાં છે.

gorai

આ વાત કરતાં વૉર્ડ-ક્રમાંક ૮ના નગરસેવક શિવાનંદ શેટ્ટી કહે છે, ‘૨૦૦૭માં હું કૉર્પોરેશનના ઇલેક્શનમાં હારી ગયો હતો, પરંતુ મેં લોકોની સેવા કરવાનું કામ ચાલુ રાખ્યું હતું. શિવસેના અને BJPનો ગઢ ગણાતા વિસ્તારમાં મારાં કરેલાં કામને કારણે ગોરાઈની જનતાએ મને ૨૧૦૦ વોટથી લીડ આપી. ૨૦૧૨થી મેં આ વિસ્તારમાં અનેક કામો કર્યા છે. આ વખતે OBC વૉર્ડ થયો છે. હવે આ વૉર્ડ-ક્રમાંક ૯ છે. અહીંથી શ્વેતા કોરગાંવકર ચૂંટણીમાં ઊભી રહી છે. છેલ્લાં પાંચ વર્ષથી તેણે મારી ટીમમાં કામ કરી ઘણું શીખી છે.’

ગોરાઈની કાયાપલટ કરવામાં મેં દિવસ-રાત કામ કર્યું છે. અમારા વિસ્તારમાં પાંચ ગાર્ડન બનાવ્યાં જ્યાં નાનાં બાળકોથી લઈને સિનિયર સિટિઝનો માટે ખાસ સુવિધા ઊભી કરી છે. દરેક ગાર્ડનમાં જીમ બનાવ્યું છે. OLD MHB કૉલોનીમાં નવી ફુટપાથ બનાવડાવી તથા ધર્માનગરમાં સિમેન્ટ-કૉન્ક્રીટ રોડ બનાવ્યો, ગટરની લાઇનો ક્લિયર કરાવી.

ગોરાઈમાં સૌથી મોટું કામ પાણીની લાઇન માટેનું થયું છે. ગોરાઈ ગામમાં એક પણ હૉસ્પિટલ નહોતી. પ્રેગ્નન્ટ મહિલાઓ તેમ જ ઈજાગ્રસ્ત પેશન્ટને બોટમાં કે રિક્ષામાં લઈ જતાં નાગરિકોને ઘણી હાલાકી સહન કરવી પડતી હતી માટે ગોરાઈ ગામમાં ચાર બેડની હૉસ્પિટલનું કામ શરૂ થયું છે તેમ જ ગોરાઈ સ્મશાનભૂમિનું કામ પણ ચાલુ છે. આમ પાંચ વર્ષમાં અનેક કામો કર્યા. શ્વેતા પાંચ વર્ષથી OBC સેલની વૉર્ડ-અધ્યક્ષ છે. વૉર્ડ-ક્રમાંક નવથી ઉમેદવારી નોંધાવવાની વાત કરતાં શ્વેતા કહે છે, ‘BMCમાં પાણી, ગટર, રોડ જેવી અનેક સમસ્યાઓ માટે પત્રવ્યવહાર કરવો, એનું ફૉલોઅપ કરવું અને મહત્વનું કામ એટલે પબ્લિકની સમસ્યા દૂર કરવી એ માટે હું સતત કામ કરતી રહું છું. ટ્રી-ટ્રીમિંગ કરાવવાનું હોય કે મચ્છરોનો ત્રાસ દૂર કરવા ફૉગિંગ જરૂરી હોય એવી વિવિધ જગ્યાઓ પર હું શિવાનંદ શેટ્ટી સાથે જતી હતી અને કામ યોગ્ય રીતે પૂરું ન થાય ત્યાં સુધી યોગ્ય અધિકારી સાથે ફૉલોઅપ કરી કામ કરાવતી. મેં પાર્ટી જોઈને મારું ફૉર્મ નથી ભર્યું. મેં વ્યક્તિ જોઈ, જેણે લોકો માટે સતત કામ કર્યું છે અને કરી રહ્યાં છે તેમની પ્રેરણાથી હું ચૂંટણી લડીશ. હું એટલું જ કહેવા માગું છું કે લોકોની સમસ્યા દૂર કરીશ અને આ વિસ્તારમાં નવા ડેવલપમેન્ટ માટે હું સતત કાર્ય કરીશ.’

આ વાતમાં સૂર પૂરાવતાં શિવાનંદ શેટ્ટી કહે છે, ‘મારો શ્વેતાને હંમેશાં સર્પોટ રહેશે. ગોરાઈમાં ખાડીનું પાણી આવે છે ત્યાં મૅન્ગ્રોવ્ઝ પાર્ક વિકસાવવાની યોજના છે. ડમ્પિંગ ગ્રાઉન્ડમાં પણ સુંદર પાર્ક બનાવવાની યોજના છે. ગોરાઈમાં ઑડિટોરિયમ, લાઇબ્રેરી, મિની થિયેટર, મહિલા બચતગટ ભવન, સિનિયર સિટિઝનો માટે સુંદર ભવનના નિર્માણનું પ્લાનિંગ છે. ગોરાઈની જનતાનો સાïથ મળશે અને આ ઇલેક્શનમાં શ્વેતા વિજયી બનશે એવી અમને આશા છે.’

આ વિસ્તારના રહેવાસી મુકેશ સાપરાએ કહ્યું હતું કે ‘ગોરાઈમાં ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવી છે. શિવાનંદ શેટ્ટી ક્યારેય અમને નગરસેવકની જેમ નથી મળ્યા. તેમણે હંમેશાં આમ માણસની જેમ અમારી સાથે વાત કરી છે. તેમનામાં સંવેદનશીલતા છે. મેં તેમનામાં અભિમાન જોયું નથી. અમારા વિસ્તારની સમસ્યા માટે તેમનો૨૪ કલાકમાં ગમે ત્યારે સંપર્ક કરોતે અવેલેબલ હોય છે. તેમણેજાતે ઊભા રહી અમારા વિસ્તારની સમસ્યા દૂર કરાવી છે.

તેમના પ્રયત્નોને કારણે અમારા વિસ્તારમાં પાણીની સમસ્યામાં ઘટાડો થયો છે.’

જ્યારે નાગજી ચૌહાણનું કહેવું હતું કે ‘ગોરાઈના નગરસેવક શિવાનંદ શેટ્ટીએ ખૂબ જ સુંદર ગાર્ડન બનાવ્યાં છે એ પણ એક નહીં, પૂરાં પાંચ. જ્યાં અમારાં બાળકો માટે હીચકા, લપસણી સહિત ઘણા ઝૂલા મુકાવ્યા છે. વડીલો સવાર-સાંજ નિરાંતે બેસી શકે છે. ઓપન જીમમાં મહિલાઓ કસરત માટે જતી થઈ છે. આ સુંદર કાર્ય કરવા બદલ અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK