બોરીવલીમાં કચરાના ઢગલામાંથી એક દિવસનું બાળક મળ્યું

ડૉક્ટરે તપાસીને તેને મૃત જાહેર કર્યું : પોલીસે અજાણી વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધી : ચંદાવરકર લેનની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ તપાસશે

dead boy


બોરીવલી (વેસ્ટ)માં ચંદાવરકર લેન પાસે ઍપેક્સ હૉસ્પિટલની સામેની કચરાપેટીમાંથી ગઈ કાલે સવારે એક બાળક મળી આવ્યું હતું. ગ્પ્ઘ્ના કચરો ઉપાડતા કર્મચારીઓ ડસ્ટબિનમાંથી કચરો લઈ રહ્યા હતા એ સમયે તેમને આ બાળકની જાણ થઈ હતી. બોરીવલી પોલીસને આ બાળક વિશે જાણ કરવામાં આવતાં પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને બાળકને હૉસ્પિટલમાં લઈ ગઈ હતી. ત્યાં ફરજ પરના ડૉક્ટરે બાળકને તપાસીને મૃત જાહેર કર્યું હતું. બાળકની બૉડીને શતાબ્દી હૉસ્પિટલમાં પોસ્ર્ટમૉર્ટમ માટે મોકલીને આ મામલે અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ‘બાળક મળી આવ્યું એ ઘટનાસ્થળની સામે ઍપેક્સ હૉસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. ૧૩ જાન્યુઆરીએ અહીં એક બેબીની ડિલિવરી કરવામાં આવી હતી, પરંતુ બેબી અને તેના પરિવારજનો સોમવારે હૉસ્પિટલમાં જ હતા. ઘટનાસ્થળ પાસે CCTV કૅમેરા નથી એટલે આરોપીને શોધવા માટે અમને મુશ્કેલી પડી રહી છે.’

બોરીવલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર ગુણાજી સાવંતે જણાવ્યું હતું કે ‘ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે ગ્પ્ઘ્ના કર્મચારીઓ ડસ્ટબિનમાંથી કચરો લઈ રહ્યા હતા ત્યારે એક બાળક કચરાના ઢગલા વચ્ચે પડ્યું હતું. આ વિશે ખબર મળતાં તરત જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ મૃત બાળક એક દિવસનું હોવાનું ડૉક્ટરે તપાસીને જણાવ્યું હતું. અમે આ ઘટનામાં અજાણી વ્યક્તિ સામે ગુનો નોંધીને તપાસ કરી રહ્યા છીએ. આ સ્થળની આસપાસના CCTV કૅમેરાનાં ફુટેજ પણ તપાસવામાં આવશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK