ઘાટકોપરનો ટીનેજર રાતના સૂતો એ પછી ઊઠ્યો જ નહીં

પોસ્ટમૉર્ટમમાં મૃત્યુનું કારણ આવ્યું ફેફસાંમાં ઇન્ફેક્શન

yash


રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથનગરમાં રહેતા અને ઘાટકોપર (ઈસ્ટ)ની SVDD ઇંગ્લિશ સ્કૂલમાં દસમા ધોરણમાં ભણતા ૧૫ વર્ષના યશ પટેલને બે દિવસ તાવ આવ્યો હતો. એમાંથી તે સાજો પણ થઈ ગયો હતો. જોકે તેને ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હોવાની ખબર જ પડી નહોતી. એને પરિણામે તે બુધવારે રાતના ૧૧.૩૦ વાગ્યે સૂતો, પણ ગઈ કાલે વહેલી સવારે ૫.૧૫ વાગ્યે તેની પથારીમાંથી ઊઠ્યો જ નહોતો. તેના અચાનક મૃત્યુથી તેનાં મમ્મી-પપ્પા રમેશ અને વર્ષા પટેલની સાથે આ વિસ્તારના રહેવાસીઓ અને કચ્છ વાગડ લેઉવા પટેલ સમાજને જોરદાર આઘાત લાગ્યો હતો.

 આખી ઘટના વિશે વાત કરતાં રમેશ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘યશ મારો એકનો એક પુત્ર હતો. દસ દિવસ પહેલાં તેને તાવ આવતાં ડૉક્ટરની બે દિવસ દવા લીધી હતી એટલે તે સાજો થઈ ગયો હતો. ત્યાર પછી તે રોજ સ્કૂલ પણ જતો હતો અને તેની ઇતર પ્રવૃત્તિઓ પણ કરતો હતો. તે સંપૂર્ણ રીતે ફિટ ઍન્ડ ફાઇન હતો. તેની કોઈ જ બીમારી બાબતની ફરિયાદ નહોતી.’

બુધવારની દિવસભરની યશની ઍક્ટિવિટીઝ વિશે રમેશ પટેલે ધ્રુસકે-ધ્રુસકે રડતાં કહ્યું હતું કે ‘યશ બુધવારે પણ તેના નિત્યક્રમ મુજબ સ્કૂલ ગયો હતો અને તેના મિત્રો સાથે રમતો રમ્યો હતો. રાતના સાડાઅગિયાર વાગ્યા સુધી અમે બન્નેએ ખૂબ મસ્તી કરી હતી. ત્યાં સુધી તેની કોઈ જ ફરિયાદ નહોતી. તે શાંતિથી સૂઈ ગયો હતો.’

ગઈ કાલે તેની પરીક્ષા હોવાથી હું તેને સવારે ઉઠાડવા ગયો હતો એમ જણાવતાં રડમસ સૂરે રમેશ પટેલે કહ્યું હતું કે ‘સ્કૂલમાં પરીક્ષા હોવાથી હું તેને ૫.૧૫ વાગ્યે ઉઠાડવા ગયો તો તે નિસ્તેજ પડ્યો હતો. મેં તેને ઢંઢોળ્યો, પણ તેણે કોઈ જ રિસ્પૉન્સ આપ્યો નહોતો. મને કંઈ અજુગતું બન્યું હોવાની શંકા ગઈ હતી. મેં અને મારી પત્નીએ કોશિશ કરી, પણ તે સહેજે હલ્યો નહોતો. અમે તરત જ તેને નજીકની પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યાંના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો અને રાજાવાડી હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી.’

મ્યુઝિકમાં અવ્વલ યશનું અચાનક મૃત્યુ થવાથી અને તેની ડૉક્ટરની કોઈ જ ટ્રીટમેન્ટ ચાલતી ન હોવાથી કોઈ ડૉક્ટર ડેથ-સર્ટિફિકેટ આપવા તૈયાર નહોતો. એ સંદર્ભમાં રમેશ પટેલે કહ્યું હતું કે ‘આ કારણોસર રાજાવાડી હૉસ્પિટલમાં તેની બૉડીનું પંચનામું કરીને પોસ્ર્ટમૉર્ટમ માટે મોકલવામાં આવી હતી. રિપોર્ટમાં તેને ફેફસાંમાં ઇન્ફેક્શન થયું હોવાનું જાણવા મળ્યું હતું. ડૉક્ટરના કહેવા પ્રમાણે તેનું મૃત્યુ ફેફસાંમાં ભારે ઇન્ફેક્શનને કારણે થયું હતું જેની અમને દસ દિવસમાં ખબર જ પડી નહોતી.’

ભણવામાં નબળો પણ મ્યુઝિક, ડાન્સ અને ગાવામાં યશ પાવરધો હતો એ બાબતની માહિતી આપતાં ચોધાર આંસુએ રડતાં-રડતાં વર્ષા પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મ્યુઝિક અને ડાન્સ તેની કુદરતી બક્ષિસ હતી. જે તબલાં શીખવા માટે ઓછામાં ઓછા છ મહિના લાગે એ યશે ત્રણ મહિનામાં શીખી લીધાં હતાં. તે નવેમ્બરમાં એની પરીક્ષા પણ આપવાની તૈયારીમાં હતો. એ પહેલાં જ તેને ઈશ્વરે બોલાવી લીધો. અમારો એકનો એક પુત્ર હોવાથી હજી અમને તેના મૃત્યુની વાત માનવામાં આવતી નથી. અમને હજી તે અમારી સામે રમતો હોય, મસ્તી કરતો હોય એવો ભાસ થઈ રહ્યો છે.’

યશના અચાનક અવસાનથી તેની સાથે SVDD સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને અને શિક્ષકોને પણ ખૂબ જ શૉક લાગ્યો હતો. યશના મિત્રો અને શિક્ષકો ગઈ કાલે તેની સ્મશાનયાત્રામાં જોડાયા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK