માનવતાની મિસાલ

વિદ્યાવિહારના બેઘર બનેલા ૪૦૦૦ સ્લમવાસીઓને જમાડી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓ


ghatkopar

રોહિત પરીખ

સંકટ સમયે સાથ આપે તે જ સાચો મિત્ર અને પાડોશી એ વાતને વિદ્યાવિહાર (ઈસ્ટ)ના જવાહરનગર, નીલકંઠ વિહાર સોસાયટી અને અન્ય સ્થાનિક રહેવાસીઓએ સાર્થક કરી છે. આ વિસ્તારમાં આવેલી તાનસા પાઇપલાઇનની આસપાસ વસતા ડૉ. આંબેડકરનગર અને ભીમનગરના ૭૫૦ સ્લમના ૪૦૦૦થી વધુ રહેવાસીઓ શનિવાર અને રવિવાર મળી બે દિવસમાં બેઘર બની ગયા છે. આ રહેવાસીઓની જમવાની અને પીવાના પાણીની સગવડ વર્ષોથી તેમના પાડોશી બનીને રહેતા જવાહરનગર, નીલકંઠ સોસાયટી અને સ્થાનિક રહેવાસીઓએ કરી છે.

અમારાથી તેમની પરિસ્થિતિ જોવાતી નહોતી એમ જણાવતાં પટેલ સમાજની બહોળી વસ્તી ધરાવતા જવાહરનગરના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે આર્થિક રીતે સધ્ધર નથી, પણ અમારામાં રહેલી માનવતા મરીપરવારી નથી. ડૉ. આંબેડકરનગર અને ભીમનગરના સ્લમ પર જ્યારે બુલડોઝર ફરી રહ્યું હતું એ સમયે સ્લમવાસીઓની સાથે અમારામાંથી અનેકની આંખો ભીની થઈ હતી. આ રહેવાસીઓ અમારી સામે પચીસ વર્ષથી વધુ સમયથી રહેતા હતા અને હંમેશાં અમારાં સુખદુ:ખના સાથી બનીને રહ્યા હતા. તેમનાં બાળકો અમારાં બાળકો સાથે રમવા અને ભણવા જાય છે. આવા અમારા પાડોશી અચાનક બેઘર બનીને ફુટપાથ પર આવી ગયા.’

તેમના ઘર તો કોઈ બચાવી ન શક્યું, પણ તેમના ઘરના ચૂલા પણ શનિવારે સળગ્યા નહોતા એ સંદર્ભમાં આ રહેવાસીઓએ અશ્રુભરી આંખે કહ્યું હતું કે ‘આ સંજોગોમાં અમને વિચાર આવ્યો કે આપણે તેમને માટે જમવાની વ્યવસ્થા કરવી જોઈએ. એ સાંભળીને બધા રહેવાસીઓએ જમવાની વ્યવસ્થા કરવા માટે તેમની પરિસ્થિતિ પ્રમાણે ફાળો આપ્યો હતો. એમાંથી પહેલા દિવસે અમે દાલ-ખીચડીની વ્યવસ્થા કરી હતી અને એ પણ અમારામાંની મહિલાઓ અને પુરુષોએ બનાવી હતી. બીજા દિવસે અમે છોલે બનાવ્યા હતા જેની સાથે ખાવા માટેના બ્રેડની વ્યવસ્થા અમારા વિસ્તારના સામાજિક કાર્યકર કમલેશ કપાસીએ કરી હતી. તેમણે તેમની દીકરીનો જન્મદિવસ આ રીતે મનાવ્યો હતો.’


મારી દીકરી ઉન્નતિ હાર્દિક દોશીનો ગઈ કાલે જન્મદિવસ હતો એમ જણાવતાં કમલેશ કપાસીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઉન્નતિના મિસ્ટરનો સવારે ફોન આવ્યો હતો કે તેમને સદ્કાર્યમાં પૈસા ખર્ચવા છે. મેં તરત એ તક ઝડપી લીધી હતી. બેઘરોને જમાડવા જેવું મોટું સદ્કાર્ય બીજું હોઈ જ ન શકે. એટલે મેં તરત અમારા વિસ્તારના બ્રેડ-ડીલરનો સંપર્ક કર્યો અને તેણે મને ડિસ્કાઉન્ટના ભાવે બ્રેડનાં પૅકેટ્સ આપ્યાં હતાં.’

પહેલા જ દિવસે ભરતડકે તેઓ બેઘર બની ગયા. તેમની હાલત દયનીય હતી. સૌ પાડોશી ધર્મ બજાવવા ઉત્સુક હતા એથી જેવું તોડફોડનું કાર્ય પૂરું થયું કે તરત અમે સૌથી પહેલાં સ્લમવાસીઓ માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી હતી. એ બાબતે નીલકંઠ વિહાર સોસાયટીના રહેવાસી અમીષ દહિસરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘રાત પડતાં અમારી સોસાયટીની મહિલાઓએ બટાટાનું શાક અને પાઉંની વ્યવસ્થા કરીને સ્લમવાસીઓને પહોંચાડ્યાં હતાં. આ શુભ કાર્ય પાછળ અમારી સોસાયટીના મેમ્બર આશિત મજેઠિયાનું દિલ અને દિમાગ હતું. બીજા દિવસે સવારે અમે ચા-બિસ્કિટ અને કેકનો નાસ્તો કરાવ્યો હતો. પછી તો સોસાયટીના અન્ય મેમ્બરો ફાળો આપવા આગળ આવ્યા અને અમે સવારના ચા-નાસ્તાથી લઈને રાતના જમવા સુધીની વ્યવસ્થા કરવામાં સફળ રહ્યા હતા.’

એ સિવાય પણ ઘાટકોપરની અનેક સંસ્થાઓએ આ રહેવાસીઓ માટે જમવાની અને નાસ્તાની વ્યવસ્થા કરીને માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK