વિદ્યાવિહારના બે નગરના રહેવાસીઓ આજે કામધંધે નહીં જાય

BMCના અધિકારીઓ આજે આ વિસ્તારમાં તાનસા પાઇપલાઇનના દસ મીટરના અંતરમાં આવેલી સ્લમને તોડવા માટેની શરૂઆત કરશે
રોહિત પરીખ


વિદ્યાવિહાર (ઈસ્ટ)ના ભીમનગર અને ડૉ. આંબેડકરનગરના તાનસા પાઇપલાઇનના દસ મીટરના અંતરમાં આવેલી સ્લમને આજે BMCના N વૉર્ડના અધિકારીઓ તોડવાની તૈયારી કરી ચૂક્યા છે. એનો વિરોધ કરવા માટે આ વિસ્તારના રહેવાસીઓએ પણ અંદરખાને તૈયારી કરી લીધી છે. આ રહેવાસીઓએ આજે કામધંધે ન જવાનો નિર્ણય લીધો છે. આ રહેવાસીઓનું કહેવું છે કે અમને રાજનેતાઓએ કરેલા પ્રૉમિસ મુજબ જ્યાં સુધી પ્રૉપર રહેઠાણ નહીં મળે ત્યાં સુધી અમે આ વિસ્તાર છોડીશું નહીં. તેમણે ૨૦૧૩ના જુલાઈ મહિનામાં પણ આ જ વાત કરી હતી અને ગઈ કાલે પણ તેમણે એનો જ પુન: ઉચ્ચાર કર્યો હતો. આજની કાર્યવાહીને પગલે BMC અને રહેવાસીઓ વચ્ચે ધમાલ થશે એ અફવાથી આ વિસ્તારની આસપાસમાં આવેલાં બિલ્ડિંગોના લોકોમાં પણ જોરદાર ફફડાટ ફેલાઈ ગયો છે.

નોટિસ ગઈ કાલે મોકલી

BMCના N વૉર્ડે ગયા શુક્રવારે આ વિસ્તારના અમુક રહેવાસીઓને તેમનાં ઘર ખાલી કરવાની નોટિસ આપી હતી. એમાં તેમણે આ રહેવાસીઓને સ્થળાંતર કરવા માટે ૪૮ કલાકનો સમય આપ્યો હતો. આ સિવાય BMCએ આ વિસ્તારમાં ઠેર-ઠેર નોટિસનાં બૅનરો લગાવીને રહેવાસીઓને તેમની જગ્યા ખાલી કરવાની સૂચના આપી હતી, પરંતુ તાનસા પાઇપલાઇનના દસ મીટરના અંતરમાં આવતા સો ટકા રહેવાસીઓને નોટિસ મોકલી નહોતી. એટલે આ વિસ્તારના રહેવાસીઓ BMCની કાર્યવાહી બાબતમાં દ્વિધામાં હતા. જોકે ગયા શુક્રવાર પછી છેક ગઈ કાલે BMCએ નોટિસ આપવાની શરૂઆત કરી હતી.

કોની વાત માનવી?

આ વિસ્તારના રહેવાસીઓ બહુ રોષમાં છે. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આટલા ઓછા સમયમાં અમે કેવી રીતે અમારાં ઘર ખાલી કરીએ એ સૌથી મહત્વનો સવાલ છે. આ સિવાય હજી પણ અમને રાજનેતાઓ ભરમાવી રહ્યા છે કે BMC અમુક ઘરો તોડીને પછી કાર્યવાહી બંધ કરી દેશે. જોકે BMCના અધિકારીઓએ અમને સ્પષ્ટ શબ્દોમાં આજે તેઓ તોડફોડ શરૂ કરશે એમ કહ્યું છે. અમે આ ગૂંચવણભરી પરિસ્થિતિમાં નિર્ણય લીધો છે કે આજે અમે કામ પર નહીં જઈએ અને BMC અમારાં ઘરો પર બુલડોઝર ફેરવવા આવશે તો એનો હિંમતથી સામનો કરીશું.’

માહુલમાં પ્રદૂષણ છે

પ્રદૂષણ-વિભાગના ૨૦૧૨ના રિપોર્ટ પ્રમાણે માહુલ, મારાવલી અને ચેમ્બુરની આસપાસના વિસ્તારો મુંબઈનાં સૌથી વધુ પ્રદૂષિત ઉપનગરો છે. આ વિસ્તારોમાં અનેક પેટ્રોલિયમ રિફાઇનરીઓ અને તાતા પાવરનાં યુનિટો આવેલાં છે. ગ્પ્ઘ્નું સૌથી મોટું ડમ્પિંગ ગ્રાઉન્ડ દેવનાર પણ નજીકમાં છે એમ જણાવતાં અહીંના રહેવાસીઓએ કહ્યું હતું કે આ સિવાય માહુલમાં સ્કૂલો, ટ્રાન્સપોર્ટ અને હૉસ્પિટલની પણ કોઈ જ વ્યવસ્થા નથી એટલે અમે માહુલ તો નહીં જ જઈએ.

કોઈને અભયદાન નહીં

ગઈ કાલની નવી નોટિસથી ભયભીત બનેલા આ વિસ્તારના રહેવાસીઓએ એક સવાલ ઊભો કર્યો હતો કે જેમણે ૨૦૧૩માં માહુલની રૂમોની ચાવી લઈ લીધી છે તેમને આજે અભયદાન આપવામાં આવશે કે તેમને પણ ઘર ખાલી કરવાં પડશે? ૨૦૧૪માં ૮૫૦ રહેવાસીઓમાંથી અંદાજે ૨૫૦ રહેવાસીઓએ માહુલની ચાવી લઈ લીધી હતી. તેઓ એ સમયે તોડફોડની કાર્યવાહી થંભી જતાં વિદ્યાવિહારથી માહુલ સ્થળાંતર થયા નહોતા.

અભયદાન બાબતનો જવાબ આપતાં BMCના એક ઉચ્ચ અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જે ૨૫૦ રહેવાસીઓને ૨૦૧૩માં ચાવી આપી દીધી છે તેમનો સામાન શિફ્ટ કરવા માટે ચાર ટ્રકની વ્યવસ્થા કરી છે. આ રહેવાસીઓએ આજે અમારી કાર્યવાહી સમયે ઘર ખાલી કરીને તેમનો સામાન શિફ્ટ કરવાનો રહેશે. આ કાર્યવાહીમાં કોઈને પણ અભયદાન આપવામાં નહીં આવે.’

BMCની વ્યૂહરચના શું છે?

ગયા શુક્રવારે અને ગઈ કાલે ભીમનગર અને આંબેડકરનગરના રહેવાસીઓને નોટિસ મળી ત્યારથી આ વિસ્તારમાં એક અફવા ચાલી રહી છે કે BMC અમુક સ્લમને તોડીને કાર્યવાહી બંધ કરી દેશે. આ વિસ્તારના રહેવાસીઓને સ્થાનિક રાજનેતાઓ પણ આવું જ આશ્વાસન આપી રહ્યા છે.

આ સંદર્ભમાં BMCની વ્યૂહરચના બાબતમાં સંબંધિત અધિકારીએ કહ્યું હતું કે ‘આ કાર્યવાહી બાબતમાં અને અમારી વ્યૂહરચના સંબંધમાં અમે અત્યારે કંઈ જ બોલવા માગતા નથી. આજે અમારી તોડફોડની કાર્યવાહી શરૂ થશે ત્યારે સૌને એની ખબર પડશે. આ કાર્યવાહી અમે સવારે દસ વાગ્યા પછી શરૂ કરીશું. ૨૦૧૩માં અમારા કર્મચારીઓ અને અધિકારીઓ પર થયેલા હુમલાને ધ્યાનમાં રાખીને અમે આજની કાર્યવાહી કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK