લિફ્ટમાં સવા કલાક ફસાયેલાં રહેલાં ત્રણ બાળકો જરાય ડર્યાં નહીં, હસતાં-હસતાં બહાર આવ્યાં

ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ઇન્ટિગ્રેટેડ ભૂમિ સોસાયટીનાં બાળકો ગુરુવારે રાતે સવા કલાક સુધી લિફ્ટમાં ફસાયેલાં રહ્યાં હોવા છતાં હિંમત નહોતાં હાર્યાં.

kids


રોહિત પરીખ

સવા કલાક પછી લિફ્ટમાંથી બહાર આવ્યાં ત્યારે તેમના ચહેરા પર સહેજેય ટેન્શન નહોતું. તેઓ હસતાં-હસતાં બહાર આવ્યાં હતાં.

બનાવ એવો બન્યો હતો કે સોસાયટીની ‘A’ વિન્ગમાં રહેતાં ત્રણ બાળકો ૯ વર્ષની દિયા દાણી, ૧૦ વર્ષની રિતિકા પાંડે અને તેનો ૮ વર્ષનો ભાઈ રુદ્રેશ પાંડે અગિયારમા માળે તેમના ફ્રેન્ડને ત્યાં રમીને ઘરે આવી રહ્યાં હતાં ત્યારે લિફ્ટમાં કૂદાકૂદ કરવા માંડતાં લિફ્ટ ચોથા અને પાંચમા માળની વચ્ચે અટકી ગઈ હતી. બાળકોના અનેક પ્રયાસો પછી પણ તેઓ અડધો કલાક સુધી બહાર કોઈનો સંપર્ક નહોતાં કરી શક્યાં.

આ સંદર્ભે માહિતી આપતાં દિયા દાણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે જ્યારથી આ સોસાયટીમાં રહેવા આવ્યા ત્યારથી મારા પપ્પા ચિરાગ દાણીએ મને લિફ્ટમાં કટોકટીના સમયે કયું બટન દબાવવાથી બહારના લોકોને ઇમર્જન્સીનો ખ્યાલ આવે એ શીખવાડ્યું હતું એટલે અમે ત્રણેય જણે પહેલાં લિફ્ટની અંદર રહેલું અલાર્મ બટન દબાવીને અમે ફસાયાં છીએ એવી બહાર જાણ કરવાની કોશિશ કરી, પરંતુ અમે એમાં નિષ્ફળ રહ્યાં. ત્યાર પછી અંદર રહેલા ઇન્ટરકૉમ ફોન સાથે જોડાયેલા બટનને દબાવીને સોસાયટીની સિક્યૉરિટીનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પણ અમે એમાં પણ નિષ્ફળ ગયાં હતાં. જોકે એમ છતાં અમે ત્રણમાંથી કોઈ ડર્યું નહોતું. જોકે રુદ્રેશ થોડી વાર રડ્યો હતો. અમે બીજા ઉપાય તરીકે લિફ્ટનો દરવાજો ઠોકવાનું શરૂ કર્યું હતું અને બૂમાબૂમ પણ કરી હતી. એ વખતે અમારો અવાજ ભરતઅંકલે સાંભળ્યો અને તેઓ દોડીને અમે ફસાયાં હતાં ત્યાં આવી પહોંચ્યા હતા.’

બાળકોનો અવાજ સાંભળીને તેમને બચાવવા દોડી ગયેલા ભરત પારેખે‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પહેલાંના જમાનામાં જાળીવાળી લિફ્ટ આવતી હતી જેમાંથી હવાની અવરજવર થઈ શકે અને કોઈ પણ જાતનું સફોકેશન થાય નહીં, પરંતુ અત્યારની લિફ્ટ બંધ હોય છે જેનાથી અંદર રહેલી વ્યક્તિઓને ગૂંગળામણ થવાની શક્યતા રહે છે. એટલે જેવો હું નીચે પહોંચ્યો કે તરત જ મેં પહેલાં લિફ્ટના દરવાજા વચ્ચે થોડું પ્રેશર આપીને જગ્યા કરી નાખી અને એમાં લાકડું ખૂંપાવી દીધું જેથી બાળકોને ગૂંગળામણ ન થાય. એ પહેલાં જ બાળકોને બૂમ પાડીને કહી દીધું કે જરાય ગભરાતા નહીં, અમે તમને બહાર કાઢવા માટેના પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે અમારા બધા જ પ્રયાસ નિષ્ફળ રહ્યા હતા એટલે આખરે અમે ફાયર-બ્રિગેડની મદદ લેવાનું નક્કી કર્યું અને સોસાયટીના અન્ય મેમ્બરોએ લિફ્ટના સર્વિસ-સેન્ટરમાં પણ ફોન કરી દીધો હતો. ત્યાર બાદ આવી પહોંચેલી ફ્ાયર-બ્રિગેડ અને સર્વિસ-સેન્ટરના કર્મચારીઓએ લિફ્ટ શરૂ કરી દીધી હતી. આ બધું થતાં સવા કલાક વીત્યો હતો. જોકે બાળકો હેમખેમ બહાર આવી ગયાં હતાં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK