ઘાટકોપરના વેપારી પાસે અલગ-અલગ કલરની આંખોવાળી બિલાડી

મિડ-ડેના અહેવાલ પરથી તેમની પાસે અજાયબી છે એનો ખ્યાલ આવ્યો

cat


રોહિત પરીખ

આપણને રસ્તામાંથી હીરો મળે, પણ આપણે હીરાપારખુ ન હોવાથી એને સામાન્ય કાચ સમજીને આપણી પાસે રાખી લઈએ. પછી એક દિવસ કોઈ હીરાપારખુ એ કાચને હીરો કહે ત્યારે આપણે હલબલી જઈએ. આવી હાલત ઘાટકોપરના પ્રવીણ કટારિયાની થઈ છે.

ખાલી બારદાન અને પ્લાસ્ટિકની બૅગનો બિઝનેસ કરતા પ્રવીણભાઈની માર્કેટમાં એક બિલ્લીએ બે અલગ-અલગ કલરની આંખ ધરાવતા બચ્ચાને જન્મ આપ્યો. પ્રવીણભાઈએ ફક્ત એની આંખોના કલરની અજાયબી જોઈને બિલ્લીને પોતાની પાસે રાખી ત્યારે તેમને ખબર નહોતી કે તેમની પાસે જે બિલ્લી છે એના જેવી આંખો એ કુદરતની કરામત છે જે કરોડોમાં એક પશુ કે માણસ પાસે હોય છે. આ વાતની જાણ તેમને ૮ જુલાઈના ‘મિડ-ડે’માં ‘અજબ-ગજબ’ વિભાગના ન્યુઝ વાંચ્યા પછી થઈ હતી.

આ વિશે માહિતી આપતાં પ્રવીણ કટારિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી બારદાન બજારમાં વષોર્થી કૂતરાઓને અને બિલાડીઓને અમે જીવદયાના ઉદ્દેશથી દૂધ પીવડાવીએ છીએ. ત્રણ મહિના પહેલાં એક બિલાડીએ બચ્ચાંઓને જન્મ આપ્યો હતો. એમાંથી એક બચ્ચાની એક આંખ બ્લુ અને બીજી બ્રાઉન હતી. એની આ વિશેષતાથી ઉત્સુક થઈને એને હું મારા ગોડાઉનમાં લઈ આવ્યો. ત્યારથી હું એનું ધ્યાન રાખું છું. અચાનક મેં ‘મિડ-ડે’ના ‘અજબ-ગજબ’ વિભાગમાં લંડનની ૩૩ વર્ષની મહિલા સાશા સિલ્વાઝ પાસે બે અલગ-અલગ કલરની આંખોવાળી બિલાડી છે એ વાંચ્યું. એમાં એ પણ વાંચ્યું કે આવી આંખો કરોડો પ્રાણીઓ અને મનુષ્યોમાં એકાદમાં જોવા મળે છે. ત્યારે મને ખ્યાલ આવ્યો કે જે બિલ્લીનો હું ઉછેર કરી રહ્યો છું એ તો કુદરતની કરામત અને દુનિયાની અજાયબી છે.’
પ્રવીણ કટારિયાએ આ સંદર્ભમાં વધુમાં કહ્યું હતું કે ‘ત્રણ મહિનાથી આ બિલાડી મારા ગોડાઉનમાં જ રાખી હતી અને એનું હું ત્યાં જ ધ્યાન રાખતો હતો. હવે એને હું મારા પરિવાર સાથે રહેવા લઈ ગયો છું. ટૂંક સમયમાં અમે એનું નામકરણ કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK