ચોર ભારેખમ તિજોરી ઉપાડી ગયા

ઘાટકોપરની પ્રતિષ્ઠિત કેબલ કંપનીમાંથી આઠ લાખ રૂપિયાની ચોરી

tijori

ઘાટકોપર (ઈસ્ટ)માં મોડી રાત સુધી ધમધમતા રહેતા ટિળક રોડ પર આવેલી હૅથવે રાજેશ મલ્ટિચૅનલ પ્રાઇવેટ લિમિટેડની ઑફિસમાંથી બારીની ગ્રિલ તોડીને બુધવારે ૧૩ સપ્ટેમ્બરની મધરાતે ગોદરેજની લોખંડની તિજોરી સાથે આઠ લાખ રૂપિયાની રોકડ રકમ ચોરાઈ જતાં આ વિસ્તારના રહેવાસીઓ અને દુકાનદારોમાં હલચલ મચી ગઈ છે.

કેબલની ઑફિસમાંથી ચોરી થવાના બનાવની માહિતી આપતાં પરેશ ઠક્કરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મારી કેબલની ઑફિસ ટિળક રોડ પર પાર્વતી સદનમાં આવેલી છે. આ વિસ્તારમાં ખાઉગલી હોવાથી મોડી રાત સુધી આ રોડ પર લોકોની અને વાહનોની અવરજવર રહે છે. મારી ઑફિસ સવારે અગિયાર વાગ્યાથી રાતના સાડાઅગિયાર વાગ્યા સુધી માણસોથી ભરેલી હોય છે. રોજના બેથી અઢી લાખ રૂપિયાની રોકડ સાંજે મારા કર્મચારીઓ લાવીને મારા કૅશિયરને આપી જાય છે, જે મારી પત્નીની હાજરીમાં જ રોજ રાતના તિજોરીમાં મૂકવામાં આવે છે. બીજે દિવસે સવારે આ રકમ બૅન્કમાં જમા કરવામાં આવે છે.’

બનાવના દિવસની જાણકારી આપતાં પરેશ ઠક્કરે કહ્યું હતું કે ‘છેલ્લાં ત્રણ-ચાર દિવસથી મારી મમ્મી બીમાર હોવાથી મારી પત્ની ઑફિસમાં નહોતી આવી શકી. એથી રોકડ રકમ બૅન્કમાં ભરાઈ નહોતી. બનાવના દિવસે સવારે પોણાનવ વાગ્યે મારી પાછળ આવેલી ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની ઑફિસના ભરત કાનાબારે મને ફોન કરીને કહ્યું હતું કે તમારી ઑફિસની બારી ખુલ્લી છે અને એનાં લૉક તૂટેલાં છે.’

ભરત કાનાબારના ફોનના સમાચાર સાંભળીને હું દોડીને ઑફિસમાં ગયો હતો એમ જણાવતાં પરેશ ઠક્કરે કહ્યું હતું કે ‘હું ઑફિસમાં શટરનાં લૉક ખોલીને અંદર ગયો હતો. અંદર જતાં જોયું તો મારી ઑફિસની બારીની ગ્રિલ અને લૉક તૂટેલાં હતાં. ઑફિસના કબાટનાં લૉક ખુલ્લાં હતાં. મારો બધા જ સામાન અસ્તવ્યસ્ત પડ્યો હતો. મારી કૅબિનમાં ગયો તો ત્યાં જે ગોદરેજની તિજોરીમાં અમે રોકડ રકમ રાખતા હતા એ ત્રણ ફુટ લાંબી અને બે ફુટ પહોળી લોખંડની તિજોરી કૅબિનમાંથી ગાયબ હતી. અમારી પાસે આવતા રોજના કલેક્શન પ્રમાણે તિજોરીમાં આઠ લાખ રૂપિયા રોકડા હતા. તરત જ અમે પંતનગર પોલીસને આ બાબતની ફરિયાદ કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK