મારી પાછળ માતમ નહીં, મહોત્સવ થવો જોઈએ

પરિવારના સભ્યો અને સ્વજનો પાર્ટીના પ્રસંગમાં આવ્યા હોય એવાં વસ્ત્રો પહેરીને હાજર રહ્યા

laxmi1


રોહિત પરીખ

કહી દો મોતને કે ધાકમાં લેવાનું રહેવા દે, હું જીવી છું ઝિંદાદિલીથી અને મારી અંતિમયાત્રા પણ નીકળશે ઝિંદાદિલીથી. મારા મૃત્યુ પાછળ માતમ નહીં મનાવતા પણ મહોત્સવ મનાવજો, મારી અંતિમયાત્રા રોકકળભરી નહીં પણ વાજતેગાજતે કાઢજો. અંતિમયાત્રામાં કોઈએ સફેદ કપડાં પહેરવા નહીં.

આવી અંતિમ ઇચ્છા પરિવાર સમક્ષ વ્યક્ત કરીને બીજી જાન્યુઆરીએ છેલ્લા શ્વાસ છોડી જનારાં ઘાટકોપર (ઈસ્ટ)ના સિક્સ્ટી ફીટ રોડ પર રહેતાં ૭૮ વર્ષનાં ધનલક્ષ્મી મહેતાની ગઈ કાલે અંતિમયાત્રા તેમના પતિ, પુત્ર, ચાર પુત્રીઓ, જમાઈઓ અને પૌત્ર, દોહિત્રીઓએ ફૂલોથી સજાવેલી વૅનમાં બૅન્ડવાજાં અને નાચગાન સાથે કાઢી હતી. એટલું જ નહીં, આ અંતિમયાત્રામાં ધનલક્ષ્મીબહેનને ભાવભરી વિદાય આપવા આવેલા તેમના પરિવારના સભ્યો અને સ્વજનો જાણે કોઈ પાર્ટીના પ્રસંગમાં આવ્યા હોય એવાં વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા.

laxmi2

ધનલક્ષ્મીબહેન પરણીને મહેતા પરિવારમાં આવ્યાં એ દિવસથી જ ઝિંદાદિલીથી જીવતાં હતાં. તેઓ દુખના દિવસોને પણ સુખમય બનાવી દેતાં હતાં. તેમના જીવનની એ વિશિષ્ટતા હતી. એમાં ૧૯૮૪માં તેમની સૌથી મોટી પુત્રી ભાવનાએ નાની વયમાં જ પતિ પ્રફુલ્લ શાહને ગુમાવી દીધા હતા. ધનલક્ષ્મીબહેન અને મહેતા પરિવાર પર આ સૌથી મોટો વજ્રાઘાત હતો. જોકે ધનલક્ષ્મીબહેને આ સમયે પણ તેમના મનોબળને વધુ મજબૂત બનાવીને તેમની પુત્રી અને પરિવારને આ આઘાતમાંથી બહાર કાઢ્યાં હતાં.

laxmi3

આ બાબતની માહિતી આપતાં ધનલક્ષ્મીબહેનના એકના એક પુત્ર હિતેનભાઈએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મમ્મીના પરિવારમાં હું અને મારો પરિવાર; મારી ચાર બહેનો ભાવના પ્રફુલ્લ શાહ, રીટા નિખિલ ગાંધી, જ્યોતિ હિતેશ શાહ, ફાલ્ગુની રૂપેશ શાહ અને તેમના સંતોનાં બધાં માટે મમ્મી ઝિંદાદિલીથી કેમ જીવવું એનું એક જીવતું-જાગતું ઉદાહરણ હતી. મમ્મી ગમે એવા કઠિન સમયમાં પણ હસતાં-હસતાં જીવતી હતી. તે કહેતી કે સાંજે કરમાઈ જવાનાં છીએ એ ખબર છે ફૂલને તો પણ રોજ સવારે હસતાં-હસતાં ખીલે છે. મોજમાં રહોને યાર, કાલની કોને ખબર છે. અમે ભગવાનને જોયા નથી, પણ અમારાં માતુશ્રી અમારા માટે ભગવાન જ હતાં. તેમણે અમને નીડર, સાહસિક, પૉઝિટિવ અને દરેક પ્રસંગને આનંદપૂર્વક, મોજથી માણતાં શીખવાડ્યું છે. મારાં મમ્મી-પપ્પાનાં લગ્નની ષષ્ટિપૂર્તિ અમે ફેબ્રુઆરી ૨૦૧૭માં ધામધૂમથી ઊજવી હતી.’

laxmi4

ધનલક્ષ્મીબહેનને ૧૪ વર્ષ પહેલાં સ્પાઇનની સમસ્યા થઈ ગઈ હતી. ત્યાર પછી એકાદ વર્ષમાં તેમને કિડનીની સમસ્યા થતાં તેમની તબિયત લથડવા લાગી હતી. જોકે તેમના મનોબળ અને આત્મવિશ્વાસને લીધે તેમને હૉસ્પિટલમાં લઈ જવાની ક્યારેય જરૂર પડી નહોતી. તેમને તેમના ડૉક્ટર સાથે પણ માતા-પુત્ર જેવા સંબંધ થઈ ગયો હતો. તેમના મનોબળની માહિતી આપતાં તેમના પતિ કાન્તિલાલ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેનો વિલપાવર પહેલેથી જ સ્ટ્રૉન્ગ હતો. તે ક્યારેય કોઈ પણ સારા-નરસા સંજોગોમાં ડગમગી નહોતી. તે હૉસ્પિટલમાં હતી ત્યારે જ મારી પૌત્રી મીરાનો લગ્નપ્રસંગ આવ્યો હતો. તેનું ડાયાલિસિસ પણ ચાલતું હતું. તેના શરીરના અનેક ભાગોમાં નળીઓ ફિટ કરવામાં આવી હતી. આ સંજોગોમાં પણ ધનલક્ષ્મીનું મનોબળ મજબૂત હતું. પૌત્રીનાં લગ્નના બધા પ્રસંગોમાં તે હૉસ્પિટલમાંથી પ્રસંગમાં આવતી હતી. એ પણ પૂરેપૂરી સજીધજીને. તેણે આ પ્રસંગે હૉસ્પિટલમાંથી આવીને પણ મેંદી મુકાવી હતી. તેની બ્યુટિશ્યનને બોલાવીને તે તૈયાર થઈ હતી.’

અમારી મમ્મીને ક્યારેય અમે છણકો કરતાં નથી જોઈ એમ જણાવીને ધનલક્ષ્મીબહેનની ચાર પુત્રીઓએ અને જમાઈઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘જીવનને હસતાં-હસતાં પ્રેમપૂર્વક કેમ જીવી શકાય એ અમને મમ્મીએ શીખવાડ્યું છે. મમ્મી નવેમ્બર મહિનાથી હૉસ્પિટલમાં હતી. એ સમયે પણ તે અમારા રડમસ કે ઢીલા ચહેરા જોતી તો કહેતી કે શું શોકીલા ચહેરે મળવા આવ્યા છો; મારી વેદના શારીરિક છે, એની આત્મા પર કોઈ જ અસર થતી નથી; એ તો મસ્ત છે અને હું જઈશ તો પણ શરીરથી જઈશ પણ મારો આત્મા સદાય તમારી સાથે રહેશે; હું જ્યાં હોઈશ ત્યાંથી તમારા સૌની સાથે રહીશ એટલે હૉસ્પિટલમાં મને મળવા આવો તો હસતા-હસતા આવો, સહેજ પણ ઢીલા પડવાની જરૂર નથી. મમ્મીની એક ફિલોસૉફી હતી કે કડવી ગોળીને ગળવાની હોય, ચગળવાની ન હોય; વેદનાને તો વીસરવાની હોય, વાગોળવાની ન હોય.’

laxmi

નવેમ્બર મહિનાથી તેમની તબિયત ખરાબ હતી એમ જણાવતાં મહેતા પરિવારે કહ્યું હતું કે ‘આ સંજોગો સમયે જ અમે નિર્ણય લીધો હતો કે આપણે જેમ ગણપતિબાપ્પાને વાજતે-ગાજતે વિદાય આપીએ એવા જ ઉત્સાહ, ઉમંગ અને હે મા તું ફરીથી અમારી મા બનીને પાછી આવ એવા ઉત્કૃષ્ટ વિચારો સાથે અમારી માને વિદાય આપીશું. ૨૦૧૮નાં વધામણાં સાથે તેમની તબિયત વધુ બગડવા લાગી હતી. એ દિવસે જ મમ્મીએ અમને કહ્યું હતું કે મારા મૃત્યુ પાછળ માતમ નહીં મનાવતા પણ મહોત્સવ મનાવજો, મારી અંતિમયાત્રા રોકકળભરી નહીં પણ વાજતેગાજતે કાઢજો, મારા મૃત્યુ પછી લૌકિક વ્યવહાર કે પ્રાર્થનાસભા રાખતા નહીં, મારી અંતિમયાત્રામાં કોઈએ સફેદ કપડાં પહેરીને આવવું નહીં. અમે અંતિમયાત્રાના અમારા રિલેટિવમાં મોકલેલા મેસેજમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે કોઈએ રડવું નહીં, મમ્મીની અંતિમ ઇચ્છા પ્રમાણે તેમની અંતિમ વિદાય હસતા-હસતા કરવામાં આવશે. આથી જ અમે અંતિમયાત્રામાં કોઈ પ્રસંગમાં જતા હોઈએ એવાં વસ્ત્રો પહેરીને ગયા હતા. અમારી સાથે આવેલા સ્વજનો, આપ્તજનો પણ પાર્ટી કે પ્રસંગમાં જતા હોય એવાં વસ્ત્રો પરિધાન કરીને આવ્યા હતા.’

મમ્મીની અંતિમયાત્રામાં મારા પપ્પાએ મમ્મીનો સેંથો પૂરીને તેને અંતિમ વિદાય આપી હતી એમ જણાવીને મહેતા પરિવારે કહ્યું હતું કે ‘મમ્મીના ભાઈએ મમ્મીને ચૂંદડી ઓઢાડી હતી. અમે મમ્મીને સુહાગણની જેમ સજાવી હતી. અંતિમયાત્રામાં અમે નાશિક ઢોલ સાથેના પુણેના બૅન્ડને બોલાવ્યું હતું. અમારા નિવાસસ્થાનથી અંતિમયાત્રા નીકળી રહી હતી એ પહેલાં અમે જય અંબે જય ભવાનીની ધૂન મચાવીને વાતાવરણને શોકગ્રસ્તમાંથી ભક્તિમય બનાવી દીધું હતું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK