ઘાટકોપરની કૉલેજમાં ટેરરિસ્ટ

વૉટ્સઍપ પર વાઇરલ થયેલા આવા મેસેજથી દહેશત ફેલાઈ ગઈ, પણ હકીકતમાં એ પોલીસની મૉક ડ્રિલ હતી


રોહિત પરીખ


મંગળવારે રાતે ઘાટકોપરની કામા લેનમાં આવેલી SNDT કૉલેજમાં પોલીસ તરફથી મૉક ડ્રિલ યોજવામાં આવી હતી. મૉક ડ્રિલ હંમેશાં પબ્લિકને અગાઉથી જાણ કર્યા વગર કરવામાં આવતી હોવાથી ઘાટકોપરમાં ગઈ કાલે દહેશતનું વાતાવરણ ફેલાઈ ગયું હતું. એનું મુખ્ય કારણ હતું લોકો દ્વારા વાઇરલ થતો વૉટ્સઍપ મેસેજ. ગઈ કાલે આવા જ એક વૉટ્સઍપ મેસેજે ઘાટકોપરમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું. પોલીસે આ બાબતની સખત ટીકા કરતાં કહ્યું હતું કે લોકોએ કોઈ પણ બાબતની પૂરી જાણકારી મેળવ્યા વગર આવા મેસેજ વાઇરલ ન કરવા જોઈએ જેથી ચારે બાજુ દહેશત ફેલાય.

વૉટ્સઍપ પર શું મેસેજ હતો?


ગઈ કાલે સવારથી વૉટ્સઍપ પર કામા લેનની SNDT કૉલેજમાં ટેરરિસ્ટો ઘૂસી ગયા હોવાથી ત્યાં કમાન્ડો અને પોલીસની ફોજ તપાસ કરી રહી છે એવો મેસેજ વાઇરલ થયો હતો. આ મેસેજમાં લખ્યું હતું કે ‘ઘાટકોપર ઑન હાઈ અલર્ટ. ફુલ ચેકિંગ ઇન કામા લેન. વીસ માર્શલ કમાન્ડો કૉલેજમાં છે. અમુક ટેરરિસ્ટો ત્યાં છુપાયા છે. સ્પેશ્યલ ચેકિંગ કામા લેનની પાઇપલાઇન પર ચાલી રહ્યું છે. કામા લેનના રહેવાસીઓને કહેવામાં આવ્યું છે કે રાતના લાઇટો ચાલુ કરતા નહીં. ગઈ કાલે એટલે કે મંગળવારે રાતના ૧૦.૩૦ વાગ્યે મેટ્રો-સ્ટેશન પર ચેકિંગ થયું હતું. આથી મેટ્રોમાં ટ્રાવેલિંગ કરવાવાળા સાવધાનીપૂર્વક મુસાફરી કરે.’

વાસ્તવિકતા શું હતી?


આ મેસેજથી ગઈ કાલે ઘાટકોપરમાં જ નહીં, આસપાસના વિસ્તારોમાંથી પણ લોકોના ફોન તેમના ઘાટકોપરમાં રહેતા સંબંધીઓને ત્યાં આવવા લાગ્યા હતા અને લોકોના મનમાં ડર પેસી ગયો હતો. ‘મિડ-ડે’એ આ બાબતની કૉલેજમાં જઈને તપાસ કરતાં ખબર પડી કે મંગળવારે રાતના કૉલેજમાં પોલીસ દ્વારા મૉક ડ્રિલ કરવામાં આવી હતી. આ મૉક ડ્રિલ રાતના દોઢ વાગ્યાથી શરૂ થઈને મોડી રાત સુધી ચાલી હતી. એમાં ૬૦ પોલીસો અને કમાન્ડોએ ભાગ લીધો હતો. પોલીસની સાથે કૉલેજના સિક્યૉરિટી સ્ટાફે પણ મૉક ડ્રિલમાં ભાગ લીધો હતો. આ મૉક ડ્રિલની તૈયારી છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહી હતી.

આટલો બધો ફફડાટ કેમ?


લોકોમાં આ ફફડાટનું કારણ હતું તાજેતરમાં જમ્મુ-કાશ્મીરના ઉડીમાં બનેલી ઘટના જેમાં આતંકવાદી હુમલામાં ૧૮ જવાનો શહીદ થઈ ગયા હતા. આ બાબતમાં કામા લેનના અમુક જાગરૂક નાગરિકોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારની મૉક ડ્રિલથી અમે સૌ અજાણ હતા. એમાં હમણાં-હમણાં રોજ અવનવા મેસેજો અને સમાચારો વાઇરલ થાય છે. થોડા દિવસ પહેલાં ઉરણમાં આતંકવાદીઓ ઘૂસી ગયા હોવાના સમાચારથી લોકો ફફડેલા છે. એમાં ગમે ત્યારે પાકિસ્તાન સાથે યુદ્ધ થશે એવા મેસેજો મનમાં ભય પેદા કરે છે.’

મૉક ડ્રિલ શું હોય છે?


મૉક ડ્રિલ એટલે પોલીસ-કવાયત. અચાનક આતંકવાદી હુમલો થાય તો એ સમયે પોલીસ કેટલો સમય આતંકવાદીઓને વળતો જવાબ આપી શકે એ માટે આપવામાં આવતી ટ્રેઇનિંગને મૉક ડ્રિલ કહેવામાં આવે છે. જ્યારે-જ્યારે દેશમાં કે રાજ્યમાં કટોકટીનું વાતાવરણ સર્જાય ત્યારે પોલીસ અને પોલીસ-કમાન્ડો મળીને મૉક ડ્રિલ કરે છે. આવી જ મૉક ડ્રિલ બૉમ્બ-સ્ક્વૉડ દ્વારા પણ કરવામાં આવતી હોય છે.

પોલીસનો સંદેશ


ઘાટકોપરના સિનિયર ઇન્સ્પેક્ટર વ્યંકટ પાટીલે ગઈ કાલે વાઇરલ થયેલા મેસેજની આકરી ટીકા કરી હતી. તેમણે ‘મિડ-ડે’ના માધ્યમથી લોકોને સંદેશો આપતાં કહ્યું હતું કે ‘મંગળવારે રાતના મેટ્રો સ્ટેશન નીચે પબ્લિક અને રિક્ષા-ડ્રાઇવરો વચ્ચે ટકરાવ થતાં પોલીસ-ફોર્સ ત્યાં હાજર થઈ હતી. ત્યાં નહોતું કોઈ ચેકિંગ કે નહોતી કોઈ મૉક ડ્રિલ. બીજું, વૉટ્સઍપ એક સારું સોશ્યલ મીડિયા છે, પણ લોકોએ એનો ઉપયોગ ખૂબ જ સંભાળીને કરવાની જરૂર છે. અત્યારે દેશનું વાતાવરણ સેન્સિટિવ છે એ સમયે આવા મેસેજ વાઇરલ કરતાં પહેલાં લોકોએ એ બાબતની પૂરતી તપાસ કર્યા વગર એને ફૉર્વર્ડ ન કરવા જોઈએ. આવા મેસેજ લોકોમાં ભય અને દહેશત ફેલાવે છે. કાયદાકીય રીતે આવા મેસેજ વાઇરલ કરવા એ ગુનો છે. એમાં મેસેજ ફેલાવનારને સજા પણ થઈ શકે છે એટલે લોકોએ આવા મેસેજ વાઇરલ કરવા નહીં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK