શિતપ સાથે શિવસેનાને કોઈ લેવાદેવા નથી : મેયર

સુનીલ શિતપ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ

mumbai mayor


ઘાટકોપરની બિલ્ડિંગની દુર્ઘટના માટે જવાબદાર ગણાવાતાં શિવસેનાના લીડર સુનીલ શિતપથી શિવસેના અળગી થઈ ગઈ છે. મેયર વિશ્વનાથ મહાડેશ્વરે કહ્યું હતું કે ‘જે દુર્ઘટના બની છે એ કમનસીબ છે. ઘટના માટે કોણ જવાબદાર છે એની તપાસ કરાવીશું. એમાં જેકોઈ ગુનેગાર હશે તેને છોડવામાં નહીં આવે. ભલે તે કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોય.’

મેયરે વધુમાં કહ્યું હતું કે ‘N વૉર્ડના અસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરે બાંધકામને મંજૂરી આપી હતી. વૉર્ડ-ઑફિસરે કઈ રીતે પરમિશન આપી એની પણ તપાસ થવી જોઈએ.’

સુનીલ શિતપ સામે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ

શિવસેનાના ઘાટકોપરના સ્થાનિક લીડર સુનીલ શિતપ અને અન્યોને ગઈ કાલની  બિલ્ડિંગ દુર્ઘટનામાં આરોપી બનાવવામાં આવ્યા છે. પાર્કસાઇટ પોલીસ-સ્ટેશનમાં ફાઇલ કરવામાં આવેલા FIRમાં સુનીલ શિતપ મુખ્ય આરોપી છે.

આરોપીઓ સામે ઇન્ડિયન પીનલ કોડની સદોષ મનુષ્યવધની (૩૦૪(૨)), લોકોના જીવની સામે ખતરો ભો કરવાની (૩૩૬) અને ગંભીર ઈજા પહોંચાડવની (૩૩૮) કલમો લગાડવામાં આવી છે.

મુખ્ય આરોપી સુનીલ શિતપને પોલીસે ગઈ કાલે અટકમાં લીધો હતો અને તેની પૂછપરછ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK