ઉત્તરાખંડથી ઇન્ટીરિયર ડિઝાઇનર બનવા આવેલી યુવતીની ઘાટકોપરમાં આત્મહત્યા

આજે પરિવારજનો મુંબઈ આવ્યા પછી કારણની ખબર પડશે : જોકે માતા-પિતા વચ્ચેના વિવાદને કારણે આપઘાત કર્યો હોવાની શંકા

suicide

રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ પર આવેલી ખારાવાડીમાં ઉત્તરાખંડથી ઇન્ટીરિયર ડિઝાઇનિંગનું ભણવા આવેલી ૨૦ વર્ષની ક્રિષ્ના સિંહે ગળામાં ફાંસો ખાઈને આત્મહત્યા કરતાં ઊહાપોહ મચી ગયો હતો. ક્રિષ્નાના આત્મહત્યાના કારણની ઘાટકોપર પોલીસ તપાસ કરી રહી છે.

ક્રિષ્ના ખારાવાડીમાં તેની બહેનપણી સાથે છેલ્લા ત્રણ મહિનાથી ભાડાના ફ્લૅટમાં રહેતી હતી. તેની બહેનપણી તેના કોઈ રિલેટિવનો પ્રસંગ હોવાથી કલકત્તા ગઈ હતી. છેલ્લા બે-ત્રણ દિવસથી ક્રિષ્ના પર્સનલ ટેન્શનમાં હતી.

આ બાબતની માહિતી આપતાં ખારાવાડીમાં એક પાડોશી ફ્લૅટ-ઓનરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે સાંજે ઉત્તરાખંડથી ક્રિષ્નાને પરિવારના લોકોના ફોન આવતા હતા. જોકે ક્રિષ્ના તેમના ફોન અટેન્ડ કરતી નહોતી. એથી ગઈ કાલે સાંજે સાડાચાર વાગ્યાની આસપાસ તેના પરિવારે જેના ફ્લૅટમાં ક્રિષ્ના રહેતી હતી તે ઓનરને ફોન કરીને ક્રિષ્નાની તપાસ કરવા કહ્યું હતું. ઓનરે તપાસ કરી તો ક્રિષ્ના દરવાજો ખોલતી નહોતી. એથી તરત જ તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી.’

પોલીસમાં ફરિયાદ કરતાં જ પોલીસ અને ફાયર-બ્રિગેડ ખારાવાડીમાં આવી ગઈ હતી. આ સંદર્ભમાં પાડોશી ફ્લૅટ-ઓનરે કહ્યું હતું કે ‘તેમણે આવીને ફ્લૅટનો દરવાજો તોડીને અંદર જતાં જોયું તો ક્રિષ્ના ગળામાં તેના દુપટ્ટાથી ફાંસો ખાઈને પંખા સાથે લટકતી હતી. તેનું મોત થઈ ગયું હતું. પોલીસ તરત જ ક્રિષ્નાની ડેડ-બૉડીને રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ ગઈ હતી. અમે શ્યૉર નથી, પણ ક્રિષ્નાની આત્મહત્યાનું કારણ તેનાં માતા-પિતા હતાં. તેનાં માતા-પિતા વચ્ચેના કોઈ વિવાદને કારણે ક્રિષ્નાએ આત્મહત્યા કરવી પડી હતી એવું લાગે છે.’

આ ઘટના પછી તપાસ માટે ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વ્યંકટ પાટીલ ખારાવાડીમાં આવ્યા હતા. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોઈ પ્રકારની સુસાઇડ-નોટ મળી નથી. તેના પરિવારજનો ઉત્તરાખંડથી મુંબઈ આવવા નીકળી ગયા છે. તે આવ્યા પછી જ ક્રિષ્નાની આત્મહત્યાના કારણની સાચી ખબર પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK