ઘાટકોપરમાં શિવસેનાના કાર્યકરનું રેક્રીએશન ગ્રાઉન્ડ પર કબજો કરવાનું સપનું ચકનાચૂર

BMCએ આ જગ્યા પર કોઈ પણ જાતનું બાંધકામ કરવા દેવામાં આવશે નહીં એવો આદેશ બહાર પાડ્યો

shiv sena


રોહિત પરીખ

જનઆંદોલન અને રાજનેતાઓની સમયસર કાર્યવાહી ગેરકાયદે કામ કરી રહેલા લોકોને મહાત કરી શકે છે એનું સ્પષ્ટ ઉદાહરણ ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથ નગરમાં જોવા મળ્યું હતું.

ઘાટકોપર (વેસ્ટ)માં આવેલા એક રેક્રીએશન ગ્રાઉન્ડને શિવસેનાના કાર્યકર સુનીલ શિતપે શનિવારે પચાવી પાડવાની કોશિશ કરી હતી. ગઈ કાલે BMCએ આ જગ્યા રેક્રીએશન ગ્રાઉન્ત માટેની હોવાથી એના પર કોઈ પણ જાતનું બાંધકામ કરવા દેવામાં આવશે નહીં એવો આદેશ બહાર પાડીને સુનીલ શિતપની કોશિશ પર પાણી ફેરવી નાખ્યું હતું. આ પહેલાં BMCના અમુક ભ્રષ્ટ અધિકારીઓએ સાથે મળીને માર્ચ મહિનામાં સુનીલ શિતપને રેક્રીએશન ગ્રાઉન્ડ પર ૫૦૦૦ સ્ક્વેર ફુટનું બાંધકામ કરવાની પરવાનગી આપી હતી.

આ આખું જમીનકૌભાંડ ગઈ કાલે BMCના N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ડૉ. ભાગ્યશ્રી કાપસેની ઇન્ક્વાયરીમાં પ્રકાશમાં આવતાં સાંઈનાથ નગરના રહેવાસીઓ, સ્થાનિક રહેવાસી અને કૉન્ગ્રેસના નેતા પ્રવીણ છેડા તથા ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય તેમ જ હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ આખા બનાવમાં સંકળાયેલા BMCના બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ તથા થોડા સમય પહેલાં જ ટ્રાન્સફર થયેલા N વૉર્ડના વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીને ડિસમિસ કરવાની માગણી કરી હતી, જેમાંથી સુધાંશુ દ્વિવેદીને તો ગઈ કાલે જ તેમના અન્ય કૌભાંડને કારણે BMCના કમિશનરે સસ્પેન્ડ કર્યા હતા.

આ ઉપરાંત આ અધિકારીઓ અન્ય કેટલાં કૌભાંડોમાં સંડોવાયેલાં છે અને તેમણે કયા દસ્તાવેજોના આધારે સુનીલ શિતપને રેક્રીએશન ગ્રાઉન્ડ પર બાંધકામ કરવાની પરવાનગી આપી હતી એની ગઈ કાલથી BMCએ અને ઘાટકોપર પોલીસે તપાસ શરૂ કરી છે. આ સાથે રેક્રીએશન ગ્રાઉન્ડ પર શનિવારે ઊભા કરવામાં આવેલા સ્ટ્રક્ચરને BMCએ હટાવી લીધું હતું.

શનિવારે સવારે સુનીલ શિતપ અને તેના માણસો રેક્રીએશન ગ્રાઉન્ડ પર પ૦૦૦ સ્ક્વેર ફુટનું બાંધકામ કરવા આવ્યા હતા. આ વાતની સ્થાનિક રહેવાસીઓને જાણ થતાં તરત જ તેઓ બાંધકામ રોકવા મેદાનમાં ઊતરી આવ્યા હતા, પરંતુ સુનીલ શિતપ અને તેના માણસોએ દાદાગીરી કરીને કામ ચાલુ રાખ્યું હતું. ત્યાર બાદ પ્રવીણ છેડાએ આવીને કામ બંધ કરાવ્યું હતું, જેનાથી ભડકીને સુનીલ શિતપ અને તેના માણસોએ પોલીસની હાજરીમાં જ પ્રવીણ છેડા અને સ્થાનિક રહેવાસીઓ સાથે ધક્કામુક્કી કરી હતી.

આ બનાવની ફરિયાદ પ્રકાશ મહેતાને મળતાં તેમણે તરત જ ચીફ મિનિસ્ટર દેવેન્દ્ર ફડણવીસને આખા પ્રકરણની જાણ કરી હતી. દેવેન્દ્ર ફડણવીસે પ્રકરણની ગંભીરતા જાણીને કામ બંધ કરવાનો અને એની તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યાર પછી રેક્રીએશન ગ્રાઉન્ડ પોલીસ-છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

આખા બનાવની માહિતી આપતાં સ્થાનિક રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારનો માહોલ જોતાં સ્પષ્ટ છે કે જમીનકૌભાંડમાં ફક્ત BMCના અધિકારીઓ જ નહીં, પોલીસોની પણ મિલીભગત છે. અત્યારે ઘાટકોપરમાં આવાં બાવીસ સ્ટ્રક્ચરો એક ગૅન્ગ દ્વારા ઊભાં કરવામાં આવ્યાં છે. જોકે પ્રવીણ છેડા અને પ્રકાશ મહેતાએ આ બાબતની ફરિયાદ ઉપરી અધિકારીઓ સુધી કરતાં ગઈ કાલે સવારે BMCના N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ડૉ. ભાગ્યશ્રી કાપસે બિલ્ડિંગ વિભાગના અધિકારીઓ સાળે અને સાકરકર સાથે રેક્રીએશન ગ્રાઉન્ડ પર ઇન્ક્વાયરી કરવા આવ્યાં હતાં.’

આ ઇન્ક્વાયરીમાં સુનીલ શિતપે કોર્ટમાં અને ગ્પ્ઘ્માં બોગસ દસ્તાવેજો રજૂ કર્યા હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ બાબતની માહિતી આપતાં રહેવાસીઓના ઍડ્વોકેટ અંકિત શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નાનકડું ઝૂંપડું બાંધવા માટે BMC પાંત્રીસથી વધુ દસ્તાવેજોની માગણી કરે છે, જ્યારે આ આખા પ્રકરણમાં કોર્ટનો આદેશ હોવા છતાં BMCના સંબંધિત અધિકારીઓએ એક પણ દસ્તાવેજની ચકાસણી નથી કરી કે નથી દસ્તાવેજોની માગણી કરવામાં આવી. સંબંધિત પ્લૉટ ૧૯૫૨ની સાલથી રેક્રીએશન ગ્રાઉન્ડ તરીકે રિઝવ્ર્ડ છે. આ બધી બાબતો તપાસમાં ધ્યાનમાં આવતાં તરત જ BMCએ રેક્રીએશન ગ્રાઉન્ડ પરથી ગેરકાયદે સ્ટ્રક્ચરને હટાવી લીધું હતું તેમ જ માર્ચ મહિનામાં આપેલા બાંધકામના ઑર્ડરને તેમણે પાછો ખેંચી લીધો હતો. સુનીલ શિતપે મહેશ સાળુંકે પાસેથી પાવર ઑફ ઍટર્ની લઈને બાંધકામ શરૂ કર્યું હતું.’

ગઈ કાલે જ સસ્પેન્ડ થયેલા BMCના અધિકારી સુધાંશુ દ્વિવેદીએ આ પ્રકરણમાં તેમની સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે ‘મારી જે દિવસે બદલી થવાની હતી એ દિવસે સાળે અને સરકાર મારી પાસે બાંધકામના ઑર્ડર પર સહી કરાવવા આળ્યા હતા. એ સમયે હું ઉતાવળમાં હોવાથી મેં તેમના ભરોસે ઑર્ડર સહી કરી દીધો હતો. હવે હું ફસાઈ ગયો છું.’

  • ઘાટકોપરમાં સત્તાનો દુરુપયોગ કરવા બદલ BMCના ઑફિસરને સસ્પેન્ડ કર્યો કમિશનરે


ઘાટકોપર (ઈસ્ટ)માં આવેલા ગારોડિયાનગરના બે રોડ અને ઘાટકોપર (વેસ્ટ)ના એક રેક્રીએશન ગ્રાઉન્ડ પર ૫૦૦૦ સ્ક્વેર ફીટના બાંધકામની પરવાનગી આપવા બદલ ગઈ કાલે BMCના કમિશનર અજોય મેહતાએ ઘાટકોપરનો વિસ્તાર BMCના જે વૉર્ડ હેઠળ આવે છે એ N વૉર્ડના ભૂતપૂર્વ વૉર્ડ-ઑફિસર સુધાંશુ દ્વિવેદીને સસ્પેન્ડ કર્યા હતા.

BMCના ઇતિહાસમાં કોઈ વૉર્ડ-ઑફિસર તેમની ફરજ ચૂક્યા હોય કે તેમનાં કોઈ કરતૂતો બહાર આવ્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય એવો આ કદાચ પહેલો બનાવ છે. થોડા દિવસમાં બીજા એક-બે અધિકારીઓ સસ્પેન્ડ થશે એવી માહિતી BMCના ઉચ્ચ અધિકારીઓ પાસેથી જાણવા મળી છે.

સુધાંશુ દ્વિવેદીએ તેમની બદલી થાય એ પહેલાં ઘાટકોપર (વેસ્ટ)ના સાંઈનાથનગરમાં આવેલા એક રેક્રીએશન ગ્રાઉન્ડમાં ૫૦૦૦ સ્ક્વેર ફીટના બાંધકામની પરવાનગી આપી હતી. એને પગલે શનિવારથી આ વિસ્તારમાં ટેન્શનનું વાતાવરણ સર્જાયું હતું. સુધાંશુ દ્વિવેદીએ આપેલા ૧૦ માર્ચના બાંધકામના ઑર્ડરને ગઈ કાલે નવા આવેલાં N વૉર્ડનાં અસિસ્ટન્ટ કમિશનર ડૉ. ભાગ્યશ્રી કાપસેએ રદ કર્યો હતો.

આ માહિતી આપતાં BMCના એક અધિકારીએ કહ્યું હતું કે ‘આ જ રીતે સુધાંશુ દ્વિવેદીએ ગારોડિયાનગરમાં પ્રાઇવેટ લે-આઉટમાં આવતા બે રોડ BMCએ હસ્તગત કરી લીધા છે એમ કોર્ટમાં કહ્યું હતું. આ પરિસ્થિતિમાં મુંબઈ આખામાં આવેલા બધા જ પ્રાઇવેટ લે-આઉટમાં આવેલા રોડને BMCએ હસ્તગત કરવા પડે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ હતી.’

અજોય મેહતાએ છ મહિના પહેલાં જ સુધાંશુ દ્વિવેદીને તેમનાં કરતૂતોની સામે ચેતવણી આપી દીધી હતી એવી જાણકારી આપતાં એક અધિકારીએ કહ્યું હતું કે ‘આમ છતાં તેઓ તેમની ફરજ ચૂક્યા હતા. તેમણે તેમના કોઈ પણ ઉચ્ચ અધિકારીના આદેશ તરફ ધ્યાન આપ્યું નહોતું. આથી બધા જ અધિકારીઓ અકળાયેલા હતા.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK