સરકારની રાહતને મજાક ગણાવે છે ઘાટકોપરના સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના રહેવાસીઓ

રહેવાસીઓની માગણી : અમારું બિલ્ડિંગ નવું બને નહીં ત્યાં સુધી અમારું પુનવર્સન કરો અને અમને બેઘર કરી નાખનાર સુનીલ શિતપને આકરી સજા કરો

siddhi sai


રોહિત પરીખ

અમારું બિલ્ડિંગ નવું બને નહીં ત્યાં સુધી અમારા પુનવર્સનની અને અમને બેઘર કરી નાખનાર સુનીલ શિતપને આકરી સજાની સરકારે જાહેરાત કરવી જોઈએ. એને બદલે સરકારે બિલ્ડિંગ-દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને પાંચ-પાંચ લાખ રૂપિયા, હૅન્ડિકૅપ્ડ થઈ ગયા હોય તેમને એક-એક લાખ રૂપિયા અને જે લોકો ઈજા પામ્યા છે તેમને હૉસ્પિટલના ખર્ચની જાહેરાત કરીને અમારી સાથે મજાક કરી છે.

ઘાટકોપર (વેસ્ટ)ના જમીનદોસ્ત થયેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સના રહેવાસીઓએ આવો આક્રોશભર્યા મત આપ્યો હતો. વિવિધ સરકારોએ તાજેતરમાં કાશ્મીરમાં અમરનાથના યાત્રીઓ પરના ટેરર અટૅકમાં મૃત્યુ પામેલા ગુજરાતના યાત્રીઓના પરિવારો માટે તોતિંગ રાહત જાહેર કરી હતી એમ જણાવતાં ગઈ કાલે બપોરે ઘાટકોપર (ઈસ્ટ)ની હિન્દુ સ્મશાનભૂમિમાં પોતાના સ્વજનોની અંતિમક્રિયા માટે જમા થયેલા રહેવાસીઓએ અને તેમના સ્વજનોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારા બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર હૉસ્પિટલમાંથી ગેસ્ટ-હાઉસ બનાવી રહેલા શિવસેનાના નેતા સુનીલ શિતપની ભૂલને કારણે અમે ૧૧ ફ્લૅટના રહેવાસીઓએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. તેની ભૂલને લીધે આજે ૧૧ પરિવારો બેઘર બની ગયા છે. એ સમયે રાજ્ય સરકારે ગઈ કાલે કરેલી રાહતની જાહેરાતે દાઝ્યા પર ડામ દેવાનું કામ કર્યું છે.’

અમે તો મુંબઈના છીએ અને વર્ષોથી મુંબઈમાં રહીએ છીએ, પણ આ દુર્ઘટનાને લીધે અત્યારે અમે જીવનમાં કમાયેલી બધી જ મૂડી અને અમારા સ્વજનોને ખોઈ દીધાં છે એમ જણાવતાં આ રહેવાસીઓએ કહ્યું હતું કે ‘અમારામાંથી અનેક જણ પાયમાલ થઈ ગયા છે. અમારા સ્વજનોની કિંમત પાંચ લાખ રૂપિયાની આંકીને સરકાર શું સાબિત કરવા માગે છે. સ્લમવાસીઓને હટાવીને તેમના પુનવર્સન માટે સરકાર અને BMC ઘરની સામે ઘર આપે છે. અમને પણ અમારા ઘરની સામે જ્યાં સુધી અમારું બિલ્ડિંગ ફરીથી ઊભું ન થાય ત્યાં સુધી સરકાર તરફથી રહેવાની સુવિધા મળવી જોઈએ.’

સરકારે અમારું બિલ્ડિંગ જમીનદોસ્ત થવા માટે જે ગુનેગાર છે તેને આકરી સજા કરવી જોઈએ એવી માગણી પર ગઈ કાલે સ્મશાનમાં રહેવાસીઓના સ્વજનોએ જોર મૂક્યું હતું અને કહ્યું હતું કે ‘ગઈ કાલે કોર્ટમાં સુનીલ શિતપના વકીલે એવી દલીલ કરી હતી કે મારા અસીલે કોઈ ગુનો કર્યા જ નથી; તે તો ઘણા લાંબા સમયથી નબળા પડી ગયેલા બિલ્ડિંગને રિપેર કરવા ઇચ્છતો હતો, પરંતુ સોસાયટીના રહેવાસીઓએ સહકાર ન આપવાથી એ કામ અટકી ગયું હતું; અમે કોઈ પિલરો ખસેડ્યા નથી, અમે તો ફક્ત ત્યાં પ્લાસ્ટરિંગ કરતા હતા અને અમારા મજૂરો પણ આમાં મૃત્યુ પામ્યા છે; અમારા પર કરવામાં આવેલા બધા જ આક્ષેપો અને આરોપો ખોટા છે. આમ છતાં સુનીલ શિતપને બીજી ઑગસ્ટ સુધી કસ્ટડી આપવામાં આવી હતી. આ દલીલોની સામે સરકારે કડક કાર્યવાહી કરવી પડશે અને તેને કડકમાં કડક સજા થાય એ જ અમારી ઇચ્છા છે.’

BMC પણ ગુનેગાર છે

સુનીલ શિતપે જે કાંઈ કાંડ કર્યા છે એમાં BMCના બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, વૉર્ડ-ઑફિસર અને BMCનો લીગલ ડિપાર્ટમેન્ટ પણ એટલા જ જવાબદાર છે એમ જણાવીને આ રહેવાસીઓએ કહ્યું હતું કે આખા કાંડની તપાસ થવી જોઈએ અને સુનીલ શિતપને સપોર્ટ કરનારા BMCના બધા જ સંબંધિત વિભાગના અધિકારીઓની આ દુર્ઘટના માટે ધરપકડ થવી જોઈએ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK