સબવેના વચનની પૂર્તિ નથી થઈ એટલે નગરસેવિકા આજે આપી દેશે રાજીનામું

ઘાટકોપરમાં સ્કૂલ-બસે રોડ ક્રૉસ કરતા ૬ વર્ષના બાળકનો જીવ લીધો

ashok


રોહિત પરીખ

ઘાટકોપર (ઈસ્ટ)ના ઘાટકોપર-અંધેરી લિન્ક રોડ પર આવેલા લક્ષ્મીનગર પાસે ગઈ કાલે સ્કૂલનાં બે બાળકો સાથે સ્કૂલ-બસ અથડાવાથી એક બાળકના થયેલા મોતથી હચમચી ગયેલાં આ વિસ્તારનાં નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીનાં નગરસેવિકા રાખી જાધવ આજે સુધરાઈના કમિશનર અજોય મેહતાને તેમનું રાજીનામું આપશે. રાખી જાધવે કહ્યું હતું હું મારી વચનપૂર્તિમાં નિષ્ફળ જવાથી આ રાજીનામું આપું છું. રાખી જાધવે સુધરાઈની ચૂંટણી સમયે લક્ષ્મીનગરમાં સબવે બનશે એવું તેમના મતદારોને વચન આપ્યું હતું. આ મુદ્દે ત્રણ મહિના પહેલાં તેમણે રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું. આ સાથે તેમણે પંતનગર પોલીસ-સ્ટેશનમાં આ સબવે બાંધવામાં નિષ્ફળ ગયેલા સંબંધિત અધિકારી સામે ફરિયાદ પણ નોંધાવી હતી.

ગઈ કાલે બપોરે ઘાટકોપર (ઈસ્ટ)ના પંતનગરમાં આવેલી મહાનગરપાલિકાની સ્કૂલ-નંબર ત્રણમાં ભણતા બે ભાઈઓ અશોક મુરુગન અને સુરેશ મુરુગનનો રોડ ક્રૉસ કરતી વખતે એક સ્કૂલ-બસ ટકરાવાથી અકસ્માત થયો હતો. આમાંથી પહેલા ધોરણમાં ભણતા અશોકને પીઠ અને કમરના ભાગમાં સખત માર લાગતાં તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું, જ્યારે સુરેશને જમણાં પગમાં ફ્રૅક્ચર આવવાથી તેને ઘાટકોપર (વેસ્ટ)ની સપના હૉસ્પિટલમાં ઍડ્મિટ કરવામાં આવ્યો છે જ્યાં તેની તબિયત સુધારા પર છે. આ બન્ને ભાઈઓની સાથે જ સ્કૂલમાં ભણતી તેમની બહેન લક્ષ્મીએ રોડ ક્રૉસ ન કરવાને કારણે તે બચી ગઈ હતી.

આ બનાવની માહિતી આપતાં સુરેશની માસી અંજનાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર કામરાજ નગરમાં રહેતા આ ત્રણેય ભાઈ-બહેનના પિતા બે મહિના પહેલાં જ ગામમાં બીમાર પડીને મૃત્યુ પામ્યા હતા. તેમની માતા નિજમા ઘરકામ કરીને ગુજરાન ચલાવી રહી છે. ગઈ કાલે ત્રણેય ભાઈ-બહેનો તેમની સ્કૂલમાંથી છૂટીને ઘરે આવી રહ્યાં હતાં ત્યારે તેમણે કામરાજ નગર જવા માટે લક્ષ્મીનગરના બસ-સ્ટૉપ પરથી બસ પકડવાની હતી. એના માટે તેઓ રોડ ક્રૉસ કરવા જતાં હતાં ત્યારે સ્કૂલ-બસ તેમની સાથે ટકરાઈ હતી જેમાં અશોકનું મોત થયું હતું જ્યારે સુરેશ હૉસ્પિટલમાં ઍડ્મિટ છે.’

સપના હૉસ્પિટલના ડૉક્ટર અમીન શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બનાવ બન્યા પછી લોકો તરત જ સુરેશને હૉસ્પિટલમાં લઈ આવ્યા હતા. તેને જમણા પગમાં ફ્રૅક્ચર આવ્યું હતું અને ડાબા પગમાં માર લાગ્યો છે. તે આઉટ ઑફ ડેન્જર છે.’

આ બનાવ પછી તરત જ હૉસ્પિટલમાં અને ઘટનાસ્થળે પહોંચેલાં નગરસેવિકા રાખી જાધવે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હું પણ એક દીકરાની મા છું. માની વેદના સમજી શકું છું. છેલ્લાં અનેક વર્ષોથી હું આ વિસ્તારમાં સબવેની માગણી કરી રહી છું, પણ પ્રશાસન એ તરફ આંખ આંડા કાન કરી રહ્યું છે. એની સામે વિરોધ દર્શાવવા મેં રસ્તારોકો આંદોલન પણ કર્યું હતું, પણ એની પ્રશાસન પર કોઈ અસર થઈ નથી. ગઈ કાલના દર્દનાક બનાવથી મેં રાજીનામું આપવાનો નિર્ણય લઈ લીધો છે. હું આજે મારું રાજીનામું સુધરાઈના કમિશનર, મેયર અને મારી પાર્ટીના અધ્યક્ષને સુપરત કરીશ. મારો આ નિર્ણય અટલ છે.’

પંતનગર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર શ્રીકાંત મોહિતેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે આ બનાવ પછી અમે બસના ડ્રાઇવર જલાલુદ્દીન શેખની બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગનો ગુનો નોંધીને ધરપકડ કરી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK