ઘાટકોપરમાં RPF ઑફિસરે નકલી પોલીસને પકડી પાડ્યો

મુંબઈ RPFના કર્મચારીએ બનાવટી પોલીસ-ઇન્સ્પેક્ટર સુનીલ મિશ્રાને પકડી પાડ્યો છે. વિક્રોલીના પાર્કસાઇટ વિસ્તારમાં રહેતા આરોપી પાસે વિવિધ ડૉક્યુમેન્ટ્સ હતા જેમાંથી પોલીસ

RPF

સબ-ઇન્સ્પેક્ટરનો પણ બનાવટી ઓળખપત્ર મળી આવ્યો હતો. એ સિવાય કૉન્ગ્રેસના ભૂતપૂર્વ મુંબઈ-અધ્યક્ષ ગુરુદાસ કામતના નામથી આપેલો ઓળખપત્ર પણ મળ્યો છે.

ગઈ કાલે સવારે ૧૧ વાગ્યે આરોપી ઘાટકોપરમાં રિઝર્વેશન ટિકિટ-વિન્ડો પર આવ્યો હતો જ્યાં ભીડ હોવાથી તેણે હું પોલીસ સબ-ઇન્સ્પેક્ટર છું, જલદી ટિકિટ બતાવો એવું ટિકિટ-ચેકરને કહ્યું હતું. એથી ડ્યુટી પર હાજર RPF ઑફિસર બ્રિજેશ કુમારના ધ્યાનમાં આ વાત આવી હતી અને તે આરોપીને પોલીસ-ચોકીમાં લઈ ગયો હતો. એની પાસેથી મીડિયાનો ઓળખપત્ર તેમ જ સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પંતનગર અને મુલુંડ પોલીસ-સ્ટેશનનો સ્ટૅમ્પ અને નકલી પત્રો પણ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસ બાદ આરોપીને કુર્લા ઞ્ય્ભ્માં મોકલવામાં આવ્યો હતો. સુનીલ પાસેથી કાયદા વિષયક શિક્ષણ લઈ રહ્યો હોવાનો ઓળખપત્ર પણ મળી આવ્યો હોવાથી એની પાછળ કોઈ રૅકેટ છે કે શું એની પોલીસ તપાસ કરી રહી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK