મને એક આંગળી પણ અડાડીને દેખાડો અને પછી જોઈ લો મારો પરચો

દહીહંડીની ઉજવણીના કાર્યક્રમમાં ઘાટકોપરના લીડરે કરેલા નિવેદનના આકરા પ્રત્યાઘાત, BJPમાંથી હકાલપટ્ટી કરવાની માગણી

minakshi

મમતા પડિયા

મનગમતી યુવતી સાથે લગ્ન કરવા માટે તેનું અપહરણ કરવાની તૈયારી દેખાડનારા ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમના નિવેદન પર વિરોધપક્ષ અને વિવિધ મહિલા સંગઠનોએ ઉશ્કેરાઈને દેખાવો કરીને વિરોધ નોંધાવ્યો હતો. એવામાં બુધવારે સવારે પોતાના પક્ષની રજૂઆત કરતાં વિધાનસભ્ય રામ કદમે ટ્વિટર પર ટ્વીટ કરીને અર્ધસત્ય તરીકે ફેરવાયેલા શબ્દ માટે માફી માગી હતી. ૬૦,૦૦૦ બહેનોના એકમાત્ર ભાઈ અને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ હોલ્ડર ‘ભાઈ રામ કદમ’નો વિરોધ શહેરના વિવિધ વિસ્તારોમાં મોર્ચા, નારેબાજી અને તેમનાં પોસ્ટર ફાડીને કરવામાં આવ્યો હતો તેમ જ તેમને BJPમાંથી કાઢી મૂકવાની માગણી કરવામાં આવી હતી. એ ઉપરાંત કળિયુગના રાવણ તરીકે ઉપમા આપીને સોશ્યલ મીડિયા પર રામ કદમનાં રમૂજી કાટૂર્ન વાઇરલ કરવામાં આવ્યાં હતાં. ટ્વિટર પર ઘાટકોપરના વિધાનસભ્ય રામ કદમની ઝાટકણી કાઢવા ઉપરાંત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના ઘરની સામે અને ઘાટકોપરમાં કદમને રાવણ દર્શાવતાં પોસ્ટરો લગાડવામાં આવ્યાં હતાં. પુણેની એક યુવતીનો પણ રામ કદમને ચૅલેન્જ કરતો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો. આ બધા આક્ષેપનું ખંડન કરતાં અધૂરો વિડિયો દેખાડી વિરોધીઓ છબી ખરડાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો ખુલાસો રામ કદમે કર્યો હતો.

યુવતીએ શું કહ્યું વિડિયોમાં


જય શિવરાજ, જય રુદ્ર શંભુના નામ સાથે વિડિયોની શરૂઆત કરીને પુણેની મિનાક્ષી પાટીલે વિધાનસભ્ય રામ કદમને ચૅલેન્જ કરતાં વિડિયોમાં મરાઠી ભાષામાં જણાવ્યું હતું કે ‘દહીહંડીના પર્વમાં રામ કદમે એક વક્તવ્ય કર્યું હતું કે તમને છોકરી પસંદ પડે તો મને કૉલ કરજો, તેને ઉઠાવી લાવવામાં મદદ કરીશ. હું રામ કદમને ઓપન ચૅલેન્જ કરું છું. મને મુંબઈ બોલાવો અથવા હું મુંબઈ આવું છું. મને માત્ર એક આંગળી પણ અડાડીને દેખાડજો. આગળ ઉઠાવીને લઈ જવાની બાબતને પછી હું ફોડી લઈશ. રામ કદમ તમારું વક્તવ્ય લાંછનસ્પદ હતું. આપણે મહારાષ્ટ્રમાં રહીએ છીએ અને મહારાષ્ટ્ર શિવરાયનું છે. સ્ત્રીને મંદિરની દેવી તરીકે અહીં ગણવામાં આવે છે. આવા ખરાબ વક્તવ્યની મહારાષ્ટ્રમાં જગ્યા નથી. હું તમારા કૉલની રાહ જોઈશ અને આમનેસામને આ બાબતની સ્પષ્ટતા લઈશ. ભૂતકાળમાં કરેલા વક્તવ્ય બાબતે પણ અગાઉ મેં તમને કૉલ કર્યા હતા અને આજે પણ ઘણા કૉલ કર્યા, પણ તમે રિસીવ કર્યા નથી. હું તમારા કૉલની રાહ જોઈ રહી છું અને મારી ચૅલેન્જ સ્વીકારો એ જ મારી અપેક્ષા છે.’

અધૂરા સત્યને કારણે અર્થનો અનર્થ : રામ કદમનો ખુલાસો


પુણેની યુવતીએ કરેલી ઓપન ચૅલેન્જ અને ટ્વિટર પર આપેલા ખુલાસા બાબતે ‘મિડ-ડે’ને જવાબ આપતાં વિધાનસભ્ય રામ કદમે કહ્યું હતું કે ‘મારો હેતુ કોઈની ભાવના દુભાવવાનો નહોતો છતાં કોઈની લાગણી દુભાઈ હોય તો મને એનું દુ:ખ છે અને હું એ માટે ક્ષમાપ્રાર્થી છું. મારા ૫૪ સેકન્ડના વિડિયોને ખોટી રીતે મારા વિરોધીઓએ પ્રોજેક્ટ કર્યો હતો. હું જ્યારે વક્તવ્ય કરી રહ્યો હતો ત્યારે વિવિધ મીડિયાના પત્રકારો પણ ત્યાં હાજર હતા. તેમણે મારું આખું વક્તવ્ય સાંભળ્યું હતું. બીજા દિવસે તેમના સમાચારમાં પણ આ વિશે વાંધો લીધો નહોતો. કાર્યક્રમના બીજા દિવસે સરક્યુલેટ કરાયેલા અમુક સેકન્ડના મારા વિડિયોના તથ્યની તપાસ કર્યા બાદ આક્ષેપ કરવા જોઈતા હતા. હું જે બોલ્યો એ મારું વિધાન નહોતું, ટોળામાંથી કોઈએ આ વાક્ય કહ્યું અને મેં ઉચ્યાર્યું હતું. ત્યાર બાદ મેં એમ પણ કહ્યું હતું કે માતા, બહેન અને દીકરી એ ઘરની લક્ષ્મી છે અને તેમનું સન્માન કરવું જોઈએ. મારી છબીને ખરડવા લોકોને અધૂરો વિડિયો દેખાડવામાં આવ્યો હતો અને એમાં મેં કહેલા વાક્યના અર્થનો અનર્થ કરવામાં આવ્યો હતો જેના લીધે વિવિધ જગ્યાએ વિવિધ સ્વરૂપે ઉશ્કેરાયેલા નાગરિકોએ પ્રતિક્રિયા આપી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK