ઘાટકોપરમાં ફરી અરેરાટી

યુવાન ગુજરાતી પરિણીતાના સુસાઇડનો હજી એક બનાવ : ત્રણ વર્ષના દીકરાની નજરો સામે જ પંખાથી લટકીને ગળે ફાંસો ખાઈ લીધો : એ પહેલાં પતિ અને નણંદોને વૉટ્સઍપ પર ગુડ બાયનો મેસેજ મોકલ્યો

suicide


રોહિત પરીખ

ઘાટકોપર (વેસ્ટ)ના સંઘાણી એસ્ટેટના પ્લૉટ-નંબર ૮ બિલ્ડિંગના બીજા માળે રહેતી ૨૮ વર્ષની પ્રિન્સા જોષીએ ગઈ કાલે સવારે તેના પતિ યોગેશને અને તેની બે નણંદોને વૉટ્સઍપ પર ગુડ બાયનો મેસેજ કરીને સુસાઇડ કર્યું હતું. પ્રિન્સાએ તેના ત્રણ વર્ષના પુત્ર સાત્વિકની સામે જ પંખા પર લટકીને ગળે ફાંસો ખાધો હતો. ઘાટકોપરમાં કચ્છી વાગડ સમાજની ચાર મહિનાની દીકરીની મમ્મી અંકિતા ચરલાની આત્મહત્યાનો બનાવ હજી હમણાં જ બન્યો છે ત્યાં જ ગઈ કાલે કચ્છી રાજગોર બ્રાહ્મણ સમાજની ત્રણ વર્ષના પુત્રની મમ્મી પ્રિન્સાએ આત્મહત્યા કરતાં ઘાટકોપરના કચ્છી અને ગુજરાતી સમાજમાં ચકચાર મચી ગઈ છે.

પ્રિન્સાના આત્મહત્યાના બનાવની માહિતી આપતાં સંઘાણી એસ્ટેટ વિસ્તારના એક સામાજિક કાર્યકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગઈ કાલે વહેલી સવારે ચાર વાગ્યા પછી પ્રિન્સાએ તેના પતિને અને નણંદોને ‘ગુડ બાય, મારી કોઈ ભૂલ હોય તો માફ કરજો’નો વૉટ્સઍપ પર મેસેજ કર્યો હતો. ત્યાર બાદ બિઝનેસના કામે પુણે ગયેલો પ્રિન્સાનો પતિ યોગેશ ઘરે પાછો ફર્યો હતો. તેણે ઘરનો દરવાજો ખખડાવવા છતાં પ્રિન્સાએ ખોલ્યો નહોતો.’

દરવાજો ખોલીને યોગેશ ઘરમાં ગયો ત્યારે તેણે જોયું તો પ્રિન્સા પંખા પર લટકતી હતી અને તેનો પુત્ર મમ્મીના પગ પકડીને ઊભો હતો. આ વિશે માહિતી આપતાં સામાજિક કાર્યકરે કહ્યું હતું કે ‘યોગેશના પુત્રએ તેના પપ્પાને તેની મમ્મીએ કેવી રીતે ફાંસો ખાધો એ આખો બનાવ બયાન કર્યો હતો. એના પરથી ખબર પડી કે પ્રિન્સાએ આત્મહત્યા તેના ત્રણ વર્ષના પુત્રની સામે જ કરી હતી.’

પાડોશીઓની મદદ લઈને યોગેશ પ્રિન્સાને તેના ઘરની સામે આવેલી પ્રાઇવેટ હૉસ્પિટલમાં લઈ ગયો હતો એમ જણાવતાં સામાજિક કાર્યકરે કહ્યું હતું કે ‘પ્રાઇવેટ હૉસ્પિટલના ડૉક્ટરોએ અડધો કલાક સુધી મસાજ આપીને પ્રિન્સાનો જીવ પાછો લાવવાની કોશિશ કરી હતી, પરંતુ તેઓ એમાં નિષ્ફળ ગયા હતા. ત્યાર પછી પ્રિન્સાની ડેડ-બૉડીને રાજાવાડી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે લઈ જવામાં આવી હતી.’

કચ્છી રાજગોર બ્રાહ્મણ યોગેશ જોષીના પરિવારની માહિતી આપતાં સામાજિક કાર્યકરે કહ્યું હતું કે ‘યોગેશનાં મમ્મી-પપ્પા અને ભાઈઓ ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરમાં ભાડાના ફ્લૅટમાં રહે છે. પહેલાં પ્રિન્સા અને યોગેશનો પરિવાર સાથે રહેતો હતો, પરંતુ થોડા સમય પહેલાં યોગેશનાં ભાઈઓનાં લગ્ન થવાથી યોગેશ અને પ્રિન્સા સંઘાણી એસ્ટેટમાં નાની રૂમમાં ભાડે રહેવા આવ્યાં હતાં. એવા સમયે પ્રિન્સાની આત્મહત્યાની ઘટના બનતાં જોષીપરિવારમાં ખળભળાટ મચી ગયો છે. પ્રિન્સાનાં મમ્મી-પપ્પા સાધારણ છે અને જોગેશ્વરીમાં રહે છે.’

પોસ્ટમૉર્ટમ કર્યા બાદ પ્રિન્સાની બૉડી યોગેશને સોંપી દીધી હતી એમ જણાવતાં ઘાટકોપર પોલીસે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રિન્સાની આત્મહત્યાનું કારણ જાણી શકાયું નથી. અમે એની તપાસ કરી રહ્યા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK