પ્રવીણ છેડા ને મનોજ કોટક બચી ગયા

જોકે બોરીવલીના પ્રવીણ શાહનું પત્તું કપાઈ ગયું : BMCના ૨૦૧૭ના ઇલેક્શનમાં અનેક નેતાઓ મેદાનમાંથી બહાર: મોટા ભાગના ગુજરાતી નગરસેવકોને મળ્યું જીવતદાન

manoj kotak


રોહિત પરીખ / લક્ષ્મણ સિંહ

BMCએ ગઈ કાલે કરેલી વૉર્ડની વહેંચણી અને રિઝર્વેશન માટેની લૉટરી પછી અનેક રાજકીય પક્ષોના નેતાઓએ ૨૦૧૭ના ઇલેક્શનમાં તેમની સીટ ગુમાવવાનો વારો આવ્યો છે; જેમાં NCPના સંદીપ દેશપાંડે, NCPના ધનંજય પિસાળ અને SPના રઈસ શેખનો સમાવેશ છે. આ નેતાઓ ચાન્સ મેળવ્યા વગર જ રેસમાંથી બહાર નીકળી જવાના સંજોગો ઊભા થયા છે.

 મુંબઈના મોટા ભાગના ગુજરાતી ઉમેદવારોના વૉર્ડમાં થોડાંઘણાં ચૅન્જ થયાં હોવા છતાં તેઓ સેફ છે, જેઓમાં કૉન્ગ્રેસના BMCના વિરોધ પક્ષના નેતા પ્રવીણ છેડા અને BJPના ગુજરાતી નેતા મનોજ કોટકનો સમાવેશ છે. જ્યારે BJPના ગુજરાતી જૈન નેતા પ્રવીણ શાહનો વૉર્ડ મહિલાનો થઈ જતાં પ્રવીણ શાહે તેમની સીટ ગુમાવવાના સંજોગો ઊભા થયા છે.

ગઈ કાલે ૨૦૧૭ના BMCના ઇલેક્શન માટે બાંદરાના રંગશારદા હૉલમાં ૨૨૭ સીટો માટે લૉટરી કાઢવામાં આવી હતી જેમાં સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅન અને સતત ત્રીજી ટર્મમાં નગરસેવક બનેલા શિવસેનાના યશોધર ફણસેનો અત્યારનો વૉર્ડ અન્ય બે વૉર્ડ સાથે જોડાઈ જવાથી તેમની સીટ પણ અચોક્કસ બની ગઈ છે. કૉન્ગ્રેસના સિનિયર નેતા દેવેન્દ્ર આંબેરકરની સીટ મહિલા OBC થઈ જવાથી તેમનું પણ પત્તું કપાઈ ગયું છે.

પ્રવીણ છેડાનો વૉર્ડ-નંબર ૧૨૪ ચાર ભાગમાં વહેંચાઈ ગયો હોવા છતાં તેઓ વૉર્ડ-નંબર ૧૩૨માંથી ઇલેક્શન લડવા તૈયાર થઈ ગયા છે. આ વૉર્ડમાં ગારોડિયાનગર-રાજાવાડીના ગુજરાતી વિસ્તારો છે. એ સિવાય તેઓ અગાઉ જે વિસ્તારમાંથી ઇલેક્શન જીત્યા હતા એ ભીમનગરનો વિસ્તાર પણ ઓપન કૅટેગરીમાં આવતો હોવાથી તેમને મોકળું મેદાન મળ્યું છે. તેમની સાથે ઘાટકોપરના BJPના નેતા ભાલચંદ્ર શિરસાટ માટે પણ આ વિસ્તારમાં લડવા માટેના ચાન્સિસ ઊજળા બન્યા છે. વૉર્ડ-નંબર ૧૩૨ ઓપન કૅટેગરીમાં હોવાથી ગ્થ્ભ્નાં નગરસેવિકા ફાલ્ગુની દવે પણ ત્યાંથી ઇલેક્શન લડી શકે એમ છે.

R સેન્ટ્રલ વૉર્ડમાં બધા જ વૉર્ડમાં પરિવર્તન થયું છે એને કારણે બોરીવલીના BJPના ગુજરાતી નેતા અને સંસદસભ્ય ગોપાલ શેટ્ટીના અંગત ગણાતા પ્રવીણ શાહનો વૉર્ડ-નંબર ૧૬ને બદલે હવે વૉર્ડ-નંબર ૧૭ થઈ ગયો છે. આ વૉર્ડ મહિલા માટેનો થઈ જતાં પ્રવીણ શાહ ૨૦૧૭નું ઇલેક્શન નહીં લડી શકે એવા સંજોગો નિર્માણ થયા છે.

આ બધા સામે અનેક વૉર્ડ એવા છે જેમાં સામાન્ય પરિવર્તન આવવા છતાં અનેક રાજકીય પક્ષોના નેતા માટે સીટ સેફ બની ગઈ છે. તેઓમાં BJPના નેતા મનોજ કોટક, શિવસેનાના તૃષ્ણા વિશ્વાસરાવ, શ્રદ્ધા જાધવ, ડૉ. શોભા રાઉળનો સમાવેશ છે. મનોજ કોટકનો વૉર્ડ-નંબર ૧૦૩ બે ભાગમાં વહેંચાઈ ગયો છે, પરંતુ આ વૉર્ડના વિસ્તારોમાં મનોજ કોટક અગાઉ જે વૉર્ડમાંથી જીતીને આવ્યા હતા એ મુલુંડ ચેકનાકાના વિસ્તારો જોડાઈ જતાં મનોજ કોટક એકદમ સુરક્ષિત રીતે બહાર નીકળી જવાની શક્યતાઓ નિર્માણ થઈ છે. તેમની જેમ જ મુંબઈનાં મેયર સ્નેહલ આંબેકર પણ બચી ગયાં છે. તેઓ તેમની બાજુના વૉર્ડમાંથી ઇલેક્શન લડી શકશે.

૨૨૭ સીટોમાં કોને ભાગે શું આવ્યું?


ગઈ કાલની લૉટરી પછી મુંબઈના ૨૨૭ વૉર્ડની પરિસ્થિતિ આ પ્રમાણે છે :

ઓપન કૅટેગરીમાં ૭૫ સીટ, મહિલાની ઓપન કૅટેગરીમાં ૭૪ સીટ, OBC મહિલાઓ ૩૧ અને પુરુષો માટે ૩૦ સીટો, શિડ્યુલ્ડ ટ્રાઇબ મહિલા માટે એક અને પુરુષ માટે એક સીટ તથા શિડ્યુલ્ડમાં પુરુષોને ૭ સીટ તથા મહિલાઓને ૮ સીટો ફાળવવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK