તમને ન્યાય ન અપાવી શકું તો હું ખુરસીને લાત મારી દઈશ : પ્રકાશ મહેતા

ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ વિદ્યાવિહાર (ઈસ્ટ)ના ભીમનગર અને આંબેડકરનગરના સ્લમવાસીઓને આપ્યું આશ્વાસન : BMC ચોમાસામાં તેમના ઘર નહીં તોડે

prakash mehta


રોહિત પરીખ

વિદ્યાવિહાર (ઈસ્ટ)ના ભીમનગર અને આંબેડકરનગરના તાનસા પાઇપલાઇન પાસે આવેલા ૮૫૦ સ્લમ-પરિવારોને ગઈ કાલે BMCએ ચોમાસાના ચાર મહિના માટે અભયદાન આપ્યું છે. એ સમયે આ પરિવારોના પડખે ઊભા રહેલા ઘાટકોપર (ઈસ્ટ)ના વિધાનસભ્ય અને હાઉસિંગ મિનિસ્ટર પ્રકાશ મહેતાએ જનમેદનીને સંબોધતાં કહ્યું હતું કે ‘મને મિનિસ્ટર તમે લોકોએ બનાવ્યો છે. તમારી તકલીફ એ મારી તકલીફ છે. હું ખુરસીનો લાલચુ નથી. તમને ન્યાય ન અપાવી શકું તો એ ખુરસીને લાત મારી દઈશ.’

મિડ-ડેનો આભાર

પ્રકાશ મહેતાની આ જાહેરાતને આ વિસ્તારના રહેવાસીઓએ તાળીના ગડગડાટથી વધાવી લીધી હતી, પરંતુ ત્યાર બાદ એ જાહેરાત અને તેમને મળેલા અભયદાન બદલ રહેવાસીઓએ ‘મિડ-ડે’નો આભાર માન્યો હતો. તેમણે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રકાશ મહેતાની આજની અમારી વચ્ચે હાજરી અને BMCએ આપેલા અભયદાન માટે અમે ‘મિડ-ડે’ના ઋણી છીએ. અમારા પર ૨૦૧૩ની સાલમાં મુસીબત આવી ત્યારે પણ ‘મિડ-ડે’ અમારી સાથે હતું અને આજે પણ એ અમારી સાથે છે એ અમારા માટે ગૌરવની વાત છે. અમને નોટિસ મળ્યા પછી અમારી વાસ્તવિકતાને રાજનેતાઓ અને લોકો સુધી પહોંચાડવાનું કામ ‘મિડ-ડે’એ કર્યું એ બદલ અમે એનો ખૂબ-ખૂબ આભાર માનીએ છીએ. આજના પ્રકાશ મહેતાના વાયદાની પણ તમે નોંધ લેજો જેથી ચાર મહિના પછી અમારી સાથે વિશ્વાસઘાત ન થાય (અનેક યુવાનોએ અને મહિલાઓએ પ્રકાશ મહેતાના સંબોધનનું રેકૉર્ડિંગ કર્યું હતું).’

ત્રણ દિવસ ટેન્શનમાં

ભીમનગર અને આંબેડકરનગરના તાનસા પાઇપલાઇન પાસે આવેલા ૮૫૦ સ્લમ-પરિવારોને શુક્રવારે ૧૦ જૂને ગ્પ્ઘ્ની ઘર ખાલી કરવાની નોટિસ મળી હતી. એને લીધે આ પરિવારો ત્રણ વર્ષ પછી આવેલી નોટિસને લીધે માનસિક રીતે હારી-થાકી ગયા હતા. તેમને સમજાતું નહોતું કે સ્કૂલો શરૂ થવાની તૈયારીમાં છે, બીજી તરફ ચોમાસું કોઈ પણ સમયે બેસી શકે છે અને એવા સમયે ૪૮ કલાકમાં ઘર ખાલી કઈ રીતે કરવું? એટલું જ નહીં, ૨૫૦ પરિવારોએ ૨૦૧૩માં જ BMCના દબાણ હેઠળ આવી માહુલની રૂમોની ચાવી લઈ લીધી હતી, પરંતુ ત્યાં કોઈ પ્રકારની સુવિધા ન હોવાથી તેઓ માહુલ જવા તૈયાર નહોતા.

માહુલ નહીં જવું પડે

ગઈ કાલે પ્રકાશ મહેતાએ આ રહેવાસીઓને ફરીથી એક વાર હૈયાધારણ આપતાં કહ્યું હતું કે ‘તમારે કોઈ પણ સંજોગોમાં માહુલ નહીં જવું પડે. પુનર્વસન મિનિસ્ટર તરીકે હું પૂરેપૂરી કોશિશ કરી રહ્યો છું કે તમારું પુનર્વસન વિદ્યાવિહાર અથવા ઘાટકોપર નજીક જ થશે. કોઈ પણ અફવાથી મિસગાઇડ ન થતા. તમે મને નેતા અને મિનિસ્ટર બનાવ્યો છે. તમારી દરેક સમસ્યામાં હું તમારી સાથે જ છું. હું ઘાટકોપરના લોકોની સેવા કરી શકું એટલે તો મિનિસ્ટરના બંગલામાં રહેવા નથી ગયો.’

અભયદાનની જાહેરાત

પ્રકાશ મહેતાએ અભયદાનની વાત જાહેર કરતાં કહ્યું હતું કે ‘તમને નોટિસ મળી એ દિવસે હું  અને BMCના કમિશનર અજૉય મેહતા તમારા પુનર્વસનની ચર્ચાવિચારણા કરવા જ તમારા વિસ્તારમાં આવ્યા હતા. એ દિવસથી જ અમે તમને આ વિસ્તાર અથવા તો નજીકના વિસ્તારમાં સ્થાયી કરવાનો પ્લાન બનાવી રહ્યા છીએ. મેં પુનર્વસન મિનિસ્ટર તરીકે તેમને આખો પ્લાન સમજાવી દઈને લેખિતમાં આપ્યો છે, જે કોઈ પણ સમયે પાસ થઈ જશે. તમારો પુનર્વસનનો વિકલ્પ નક્કી ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને મેં કમિશનરને કહી દીધું છે કે તમારાં ઘર તોડવામાં નહીં આવે. સોમવારે રાતે મોડેથી આ નિર્ણય લેવામાં આવ્યો હોવાથી BMCના અધિકારીઓ તમારાં ઘર તોડવા આવ્યા હતા જેને કમિશનર સાથે વાત કરાવીને અટકાવવામાં આવ્યા હતા એટલું જ નહીં, ચોમાસામાં ચાર મહિના તમારાં ઘર તૂટશે નહીં. એ પહેલાં અમે પુનર્વસન પ્રકલ્પ અને વિકલ્પ પર નિર્ણય લઈ લઈશું.’

શિવસેનાને વિશ્વાસ નથી

શિવસેના અને ભારતીય જનતા પાર્ટી સરકારમાં સાથે હોવા છતાં સમયે-સમયે એકમેકને પછાડવા માટેના પ્રયાસ કરતી રહે છે. ગઈ કાલે પણ પ્રકાશ મહેતાએ આપેલા આશ્વાસનની શિવસેનાના કાર્યકર અને સ્થાનિક રહેવાસી સચિન કસારેએ ટીકા કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને પ્રકાશ મહેતા ૩૦ વર્ષથી આ મુદ્દે લટકાવી રહ્યા છે. અત્યારે હાઉસિંગ અને પુનર્વસન મિનિસ્ટર હોવાથી તેઓ અમને પળભરમાં પુનર્વસન અપાવી શકે છે, પરંતુ તેઓ દર વખતે વાયદા જ આપ્યા કરે છે. અમે થોડા-થોડા સમયે માનસિક તાણમાં આવી જઈએ છીએ. અમારા પુનર્વસન માટે આખરી નિર્ણય લેવાતો જ નથી. આજે પણ ચાર મહિનાનો સમય આપવામાં આવ્યો છે. ચાર મહિના પછી ફરીથી અમારે ટેન્શનમાં રહેવું પડશે. અભયદાન પ્રકાશ મહેતાને લીધે નહીં, કોર્ટના ચુકાદાને લીધે મળ્યું છે. ચોમાસામાં માનવતાની દૃષ્ટિએ સ્લમ ન તોડવાનો કોર્ટનો આદેશ છે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK