ઘાટકોપરના રિક્ષાવાળાઓ પર પોલીસ અને ટ્રાફિક વિભાગ ત્રાટક્યા

ગઈ કાલે સવારે અનેક રિક્ષા-ડ્રાઇવરો વિરુદ્ધ કરી દંડાત્મક કાર્યવાહી : પૅસેન્જરની મારપીટ કરવા બદલ બે ડ્રાઇવરની ધરપકડ

ghatkopar


રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના રેલવે-સ્ટેશનની બહાર મંગળવારે રાતે રિક્ષાવાળાઓ અને પબ્લિક વચ્ચે થયેલા વિવાદ અને ત્યાર પછી પબ્લિક દ્વારા રિક્ષાઓની થયેલી તોડફોડ બાદ ગઈ કાલે પોલીસ-વિભાગ અને ટ્રાફિક-વિભાગ સફાળા જાગ્યા હતા. ગઈ કાલે સવારે આ બન્ને વિભાગોની ટીમો ઘાટકોપર સ્ટેશન પર રિક્ષાવાળાઓ પર ત્રાટકી હતી. અનેક રિક્ષાવાળાઓનાં ડૉક્યુમેન્ટ્સ અને લાઇસન્સ ચેક કરીને તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં, ઘાટકોપર પોલીસે ગઈ કાલે એક પૅસેન્જર પર હુમલો કરનારા બે રિક્ષા-ડ્રાઇવરો શબ્બીર શેખ અને સૈયદ મુદસ્સરની ધરપકડ કરી હતી.

મંગળવારે રાતનો બનાવ


મંગળવારે રાતના ૯.૩૦ વાગ્યે વિક્રોલી પાર્કસાઇટના એક પૅસેન્જર સાથે ભાડાના મુદ્દે વિવાદ થયો હતો. આ વિવાદ મારપીટમાં પરિણમ્યો હતો. બે-ચાર રિક્ષા-ડ્રાઇવરોએ ભેગા થઈને પેલા પૅસેન્જરની મારપીટ કરી હતી. આ તમાશો જોઈ રહેલી પબ્લિકે ઉશ્કેરાઈને ચાર રિક્ષાઓની તોડફોડ કરી હતી. એને પરિણામે સ્ટેશનના વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પોલીસે આવીને ઍક્શન લેતાં મામલો શાંત પડ્યો હતો.

પોલીસ સફાળી જાગી


ઘાટકોપરમાં જ્યારથી શૅર-અ-રિક્ષાની શરૂઆત થઈ છે ત્યારથી રિક્ષાવાળાઓ ખુલ્લેઆમ પૅસેન્જરોને લૂંટે છે. ટ્રાફિક-વિભાગ પણ આંખ આડા કાન કરતો આવ્યો છે. મંગળવારે લોકોએ આ બધો ઉશ્કેરાટ રિક્ષાઓ પર કાઢ્યો હતો. શૅર-અ-રિક્ષા શરૂ થઈ ત્યારથી શૉર્ટ રનનાં ભાડાં રિક્ષાવાળા લેવા તૈયાર જ નથી. જ્યાં અઢાર રૂપિયા ભાડું થાય છે ત્યાં રિક્ષાવાળાઓ ચાર પૅસેન્જર લઈને ચાલીસથી પચાસ રૂપિયા વસૂલ કરે છે. ગઈ કાલે આ રિક્ષાવાળાઓ વિરુદ્ધ તો પોલીસે કોઈ જ ઍક્શન લીધી નહોતી, પરંતુ રિક્ષાના ડૉકયુમેન્ટ્સ અને ડ્રાઇવરનાં લાઇસન્સ ચેક કરીને જેમાં ક્ષતિઓ જણાઈ હોય તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી.

બે ડ્રાઇવરની ધરપકડ


ઘાટકોપર પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વ્યંકટ પાટીલે આ બધી માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પબ્લિકે જે ચાર રિક્ષાઓની તોડફોડ કરી હતી એ રિક્ષાના ડ્રાઇવરો તોફાની વાતાવરણ પછી ત્યાં હાજર નહોતા. આ રિક્ષાઓ બીજા પાસે ચલાવીને કે ટો કરીને પોલીસે કબજામાં લીધી હતી. ત્યાર પછી બનાવની તપાસ કરીને બે રિક્ષા-ડ્રાઇવરોની પૅસેન્જરની મારપીટ કરવા બદલ ધરપકડ કરી હતી. હજી અમારી તપાસ ચાલી રહી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK