ઘાટકોપરમાં વિજેતા નગરસેવક પરાગ શાહની ભવ્ય વિજયરૅલી

કચ્છી-ગુજરાતી, જૈન અને અન્ય સમાજો સહિત ૪૦૦૦થી વધુ લોકો ઊમટી પડ્યા

parag shah


ઘાટકોપર (ઈસ્ટ)ના વૉર્ડ-નંબર ૧૩૨ના BJPના નગરસેવક પરાગ શાહની ગઈ કાલે સવારે ભવ્ય વિજયરૅલી નીકળી હતી. આ રૅલીમાં ઘાટકોપરની આસપાસના વિસ્તારોના સ્થાનકવાસી, દેરાવાસી, દિગમ્બર, તેરાપંથી જૈન સંઘોના પદાધિકારીઓ; JITO (જૈન ઇન્ટરનૅશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન)ના શ્રેષ્ઠીવર્યો; જૈન જાગૃતિ સેન્ટરોના પદાધિકારીઓ અને સભ્યો; કચ્છી અને ગુજરાતી સમાજોના પદાધિકારીઓ તથા ઘાટકોપર BJPના કાર્યકરો સહિત ચાર હજારથી વધુ લોકો જોડાયા હતા. લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યોહતો.

આ રૅલી સવારે દસ વાગ્યે ઘાટકોપર (ઈસ્ટ)ના ગારોડિયાનગરમાં આવેલા સતી કૃપા શૉપિંગ સેન્ટર પાસેથી નીકળી હતી. આ રૅલીને જોવા અને પરાગ શાહને શુભેચ્છા આપવા ઠેર-ઠેર માનવમહેરામણ ભેગો થયો હતો. ઘાટકોપર (ઈસ્ટ)ના રાજમાગોર્ પરથી આ રૅલી પસાર થઈ હતી. સિક્સ્ટી ફીટ રોડ પર ચાર ફિરકાઓના જૈન સંઘો, JITOના શ્રેષ્ઠીવર્યો, જૈન જાગૃતિ સેન્ટરોના પદાધિકારીઓ અને સભ્યો અને કચ્છી-ગુજરાતી જૈન સમાજો તરફથી પરાગ શાહ અને જૈન અગ્રણી રમેશ મોરબિયાનું માથે ટોપી પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK