નિરાલી અજમેરાની ડેડ-બૉડી ૧૪ કલાક પછી કાટમાળમાંથી નીકળી

ઘાટકોપર (વેસ્ટ)ના દામોદર પાર્કને અડીને આવેલા સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સમાં ચોથે માળે રહેતી ૨૪ વર્ષની નિરાલી અજમેરાની ડેડ-બૉડી છેક મંગળવારે રાતના દોઢ વાગ્યે કાટમાળમાંથી કાઢવામાં આવી હતી. ગઈ કાલે મા-દીકરીની અંતિમયાત્રા ન્ગ્લ્ માર્ગ પર આવેલા પારસ અજમેરાના નવા ફ્લૅટમાંથી નીકળી હતી. નિરાલીના ડેથના સમાચાર મળતાં જ પારસ અજમેરા હતાશ થઈ ગયા હતા.


nirali


રોહિત પરીખ

મંગળવારે સવારે ૧૦.૪૩ વાગ્યે સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટના ચોથા માળે રહેતા પારસ અજમેરાએ જેવી ભાગો-ભાગોની બૂમો સાંભળી કે તરત જ તેમની પત્ની દિવ્યા અને પુત્રી નિરાલીને જાન બચાવવા નીચે દોડી જવા કહ્યું હતું. પારસ અજમેરાને થોડુંક કામ હોવાથી તેઓ તેમના ફ્લૅટમાં જ હતા. જોકે દુર્ઘટના બાદ પારસ અજમેરા ઉપરના ભાગમાં હોવાથી બચીને બહાર નીકળી ગયા હતા.

સાંજના ચાર વાગ્યે રેસ્ક્યુ ટીમે દિવ્યા અજમેરાની ડેડ-બૉડીને બહાર કાઢી હતી. ત્યારથી આખો પરિવાર નિરાલી માટે ચિંતિત હતો. કોઈ બહાર નીકળ્યું એવા સમાચાર મળે કે તરત જ અજમેરા પરિવારના સ્વજનો નિરાલી નીકળી કે કેમ એ જોવા કાટમાળ તરફ અને જ્યાંથી બધાને બહાર કાઢવામાં આવતા હતા એ તરફ ભાગીને જતા હતા, પણ તેમને નિરાલી જોવા મળતી નહોતી.

નિરાલીની રાહ જોતો આ પરિવાર મોડી રાત સુધી ઘટનાસ્થળે જ ઊભો હતો. છેક રાતના દોઢ વાગ્યે બે લેડીઝની ડેડ-બૉડી નીકળી છે એવા સમાચાર મળ્યા હતા. એમાં એક નિરાલી હતી. નિરાલીની ડેડ-બૉડી મળતાં જ પારસ અજમેરા અને તેમનો પુત્ર સિદ્ધાર્થ ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

ઘાટકોપરની હિન્દુ સ્મશાનભૂમિમાં લાંબી લાઇન લાગી હોવાથી મા-દીકરીના અંતિમ સંસ્કાર વિક્રોલી (ઈસ્ટ)ના ટાગોરનગરમાં કરવામાં આવ્યા હતા.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK