ઘાટકોપરના ગુજરાતીએ મુસ્લિમ મહિલાની ઈદ સુધારી નાખી

કાન્તિ પટેલે રસ્તા પરથી મળેલું ૩૦,૦૦૦ રૂપિયાની સોનાની જ્વેલરીવાળું પર્સ એના પર લખેલા ઝવેરીના નંબરને આધારે મહિલા સુધી પહોંચાડ્યું

muslim women



રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના અસલ્ફા વિલેજમાં આવેલી હિમાલય સોસાયટીમાં રહેતા વાશીના અનાજના વેપારી કાન્તિ ગજરા (પટેલ) સોમવારે રાતે આઠ વાગ્યે ઓધવરામ સત્સંગ મંડળની મીટિંગમાં જઈ રહ્યા હતા એ વખતે તેમને રસ્તામાંથી એક જ્વેલરનું નામ લખેલું પાકીટ મળ્યું હતું. તેમણે ખોલીને જોયું તો એમાં સોનાની ઇઅર-રિંગ્સ હતી.

હજી હું કાંઈ વિચારું એ પહેલાં તો એક રિક્ષા-ડ્રાઇવર ત્યાં દોડી આવ્યો હતો એમ જણાવતાં કાન્તિ પટેલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘તેણે આવીને એ પાકીટ મારા ઘરાકનું પડી ગયું છે એવો દાવો કરીને મારી પાસે પાકીટ માગ્યું હતું, પરંતુ તેનો ચહેરો ચાડી ખાતો હતો કે તેનો દાવો ખોટો છે એટલે મેં તેની પાસે અંદરની જ્વેલરીની વિગત માગી હતી જે આપવામાં તે નિષ્ફળ ગયો હતો.’

રિક્ષા-ડ્રાઇવરથી છૂટા પડીને કાન્તિભાઈએ પર્સ પર લખેલા નારાયણનગરના મુકેશ જ્વેલર્સને ફોન કરીને કહ્યું કે મને એક પર્સ મળ્યું છે, તમારા કોઈ ઘરાકનું હોય તો મને ફોન કરીને કહેજો. એ દિવસે રાતે ૯.૩૦ વાગ્યા હતા એથી મુકેશ સોનીએ તપાસ કરીને કહેશે એમ જણાવ્યું હતું.  હું બીજા દિવસે ઘાટકોપરમાં ન હોવાથી મેં તેને કહી રાખેલું કે હું બુધવારે મળીશ એમ જણાવતાં કાન્તિ પટેલે કહ્યું હતું કે ‘બુધવારે સવારે તેમનો મારા પર ફોન આવ્યો કે જેનું પર્સ છે તે મુસ્લિમ મહિલા તેનું પર્સ શોધતી મારી દુકાન પર આવી છે એટલે મેં તેમની દુકાને બધી તપાસ કરીને મહિલાને તેનું પર્સ પાછું સોંપ્યું હતું. અંદાજે ૩૦ વર્ષની એ મહિલાએ મને કહ્યું કે આ પર્સ ખોવાઈ જવાને કારણે મારે પતિનો માર ખાવો પડ્યો હતો આમ કહીને તે મને પગે લાગી હતી. આખરે હર્ષનાં આંસુ સાથે તે ઘરે જતી રહી હતી.’

આ બનાવના સંદર્ભમાં જ્વેલર મુકેશ સોનીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મહિલા મારે ત્યાંથી સોમવારે સોનાની ઇઅર-રિંગ્સ ખરીદી ગઈ હતી અને તેનું પર્સ રસ્તામાં પડી ગયું હતું. એ તો કાન્તિ પટેલને મળ્યું એટલે પર્સ પાછું મળ્યું. આજના સમયમાં પણ કાન્તિભાઈ જેવા ઈમાનદાર માણસ હોય છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK