ઘાટકોપરની ગારોડિયા ઇન્ટરનૅશનલ સ્કૂલના ૩૦૦ સ્ટુડન્ટ્સનું ભાવિ અધ્ધરતાલ

બધું લોલંલોમ ચાલે છે, સ્કૂલ પાસે નથી UDISE નંબર કે નથી સરકારી NOC


Garodia International School affiliated with IGCSE Board, in Ghatkopar


સિલ્કી શર્મા


ઘાટકોપરની એક સ્કૂલના આશરે ૩૦૦ સ્ટુડન્ટ્સ અનિશ્ચિત ભાવિનો સામનો કરી રહ્યા છે, કારણ કે IGCSE ર્બોડ સાથે સંકળાયેલી તેમની ગારોડિયા ઇન્ટરનૅશનલ સ્કૂલ પાસે ૨૦૦૪માં એની સ્થાપના થઈ ત્યારથી યુનિફાઇડ ડિસ્ટ્રિક્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ ફૉર એજ્યુકેશન (UDISE) નંબર નથી કે સ્કૂલ ચલાવવા માટે જરૂરી સરકારી NOC પણ નથી. આ સ્કૂલમાં સ્ટડી કરતાં બાળકોના ૨૪ પેરન્ટ્સ ફરિયાદ દાખલ કરવા માટે મંગળવારે પંતનગર પોલીસ-સ્ટેશન ગયા ત્યારે આ હકીકત બહાર આવી હતી.

રાજ્ય સરકાર દ્વારા ઇશ્યુ કરવામાં આવતો UDISE નંબર દેશની તમામ સ્કૂલોની માહિતીનો ડેટાબેઝ છે. દરેક સ્કૂલને ચલાવવા માટે એક કોડ આપવામાં આવે છે. તમામ સ્કૂલો માટે ૨૦૧૨થી રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. સ્કૂલોએ રાજ્ય સરકાર પાસેથી NOC પણ લેવું પડે છે.

સ્કૂલના ડિરેક્ટર નિશાંત ગોરડિયા સામે પગલાં લેવાની માગણી કરી રહેલા ૨૪ પેરન્ટ્સે જણાવ્યું હતું કે નવી સુવિધાઓ માટે ફીમાં ૨૦૦ ટકા વધારાની દરખાસ્ત સ્કૂલે બે મહિના પહેલાં રજૂ કરી ત્યારે અમને ખબર પડી હતી કે આ સ્કૂલ પાસે UDISE નંબર નથી.

અચાનક ઝડપાયા

સ્કૂલના PTAના એક સભ્ય બિજુ નામ્બિયારે કહ્યું હતું કે ‘પોતાની પાસે UDISE નંબર ન હોવાની જાણ સ્કૂલે PTAની મીટિંગમાં કરી નહોતી. PTAના એક સભ્યે સ્કૂલના ICSE ર્બોડના એક PTA સભ્ય પાસે તપાસ કરાવી ત્યારે અમને જાણવા મળ્યું હતું કે ICSE ડિવિઝન પાસે UDISE નંબર છે.’

પોલીસ-ફરિયાદ કરવા ગયેલા ૨૪ પેરન્ટ્સમાંના એક રાજેશ શાહે જણાવ્યું હતું કે ‘કેટલાક પેરન્ટ્સે શિક્ષણ-વિભાગનો સંપર્ક કર્યો ત્યારે તેમનો ભય સાચો સાબિત થયો હતો. આ સ્કૂલ કાયદેસરની ન હોવાનું તેમને જાણવા મળ્યું હતું. સ્કૂલ પાસે જરૂરી NOC પણ નહીં હોય એવી અમને શંકા છે. અમે માહિતી મેળવવા માટે એક અઠવાડિયા પહેલાં RTI ઍક્ટ હેઠળ અરજી કરી છે.’

સ્કૂલની ફીમાં વધારાને PTAએ મંજૂરી આપી હતી, પણ એ PTAની રચના ગયા વર્ષે જ થઈ હોવાનું પેરન્ટ્સે જણાવ્યું હતું.

સ્કૂલ શું કહે છે?


જોકે સ્કૂલના ડિરેક્ટર નિશાંત ગોરડિયાએ દાવો કર્યો હતો કે તેમની સ્કૂલ પાસે તમામ જરૂરી દસ્તાવેજો છે. તેમણે કહ્યું હતું કે ‘અમારી પાસે NOC સહિતના તમામ દસ્તાવેજો છે. UDISE નંબર માટે અમે ગયા વર્ષના ઑક્ટોબરમાં અરજી કરી હતી, પણ એ અમને હજી સુધી મળ્યો નથી. અમને ટૂંક સમયમાં UDISE નંબર મળી જવાની ખાતરી એજ્યુકેશન ઇન્સ્પેક્ટરે આપી છે.’

સ્કૂલના PTAની રચના ગયા વર્ષે જ કરવામાં આવી હોવાની કબૂલાત તેમણે કરી હતી અને એવો દાવો પણ કર્યો હતો કે અભ્યાસક્રમ અને ફી-સ્ટ્રક્ચરની ચર્ચા માટે દર મહિને પેરન્ટ્સ સાથે બિનસત્તાવાર મીટિંગ એ અગાઉ યોજવામાં આવતી હતી.

જોકે નૉર્થ ઝોનના એજ્યુકેશન ઇન્સ્પેક્ટર અનિલ સાબળેએ જણાવ્યું હતું કે સ્કૂલે છેક ૨૦૦૬થી NOC રિન્યુ કરાવ્યું નથી.

બહેતર સુવિધાના નામે ફીમાં વધારો


નવા બિલ્ડિંગમાં બહેતર સુવિધાઓ પૂરી પાડવા માટે ફીમાં ૨૦૦ ટકા વધારો કરવાનું સ્કૂલે સૂચવ્યું એ પછી એપ્રિલના પહેલા સપ્તાહમાં ૨૬૦ પેરન્ટ્સે સ્કૂલના ડિરેક્ટર વિરુદ્ધ સહીઝુંબેશ શરૂ કરી હતી. પેરન્ટ્સ શિક્ષણપ્રધાન વિનોદ તાવડેને ગઈ કાલે મળ્યા એ પછી સ્કૂલ ફીમાં માત્ર પાંચ ટકાનો વધારો કરવા સહમત થઈ હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK