બાળકોની ફોજ પણ બની મદદગાર

ઘાટકોપરના તૂટી પડેલા બિલ્ડિંગની બાજુમાં આવેલી સોસાયટીની યંગ બ્રિગેડ ખાધાપીધા વગર ખડેપગે રહી


Krisha Veera (in black t-shirt) at the crash site. Pics/Nimesh Dave


રૂપસા ચક્રબર્તી / મમતા પડિયા

ઘાટકોપર (વેસ્ટ)માં દામોદર પાર્ક પાસે આવેલું સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ મંગળવારે સવારે ધરાશાયી થયા બાદ બાજુની શાંતિનિકેતન સોસાયટીનાં બાળકોના એક ગ્રુપે દુર્ઘટનાગ્રસ્ત લોકોનો કીમતી સામાન કાટમાળમાંથી શોધવાની જવાબદારી ઉઠાવી હતી. મંગળવારથી બાળકોને જે સામાન મળ્યો હતો એ તેમણે શાંતિનિકેતનના દેરાસરમાં વિભાજિત કરીને મૂક્યો છે.

ગ્પ્ઘ્, ફાયર-બ્રિગેડ અને પોલીસ કાટમાળ હટાવવામાં વ્યસ્ત છે ત્યારે આ ટીનેજરોનું ગ્રુપ રહેવાસીઓએ ગુમાવેલી અમુક જરૂરી વસ્તુઓ ભેગી કરી રહ્યું છે. લોકોએ પોતાના મહત્વના ડૉક્યુમેન્ટ્સ, સોનાના દાગીના તથા રોકડ જેવી અનેક કીમતી વસ્તુઓ ખોઈ હોવાનું જણાવતું લિસ્ટ મોટું થયું છે, પરંતુ આ બાળકો જ્યાં સુધી આ બધી વસ્તુઓ મળશે નહીં ત્યાં સુધી ચેનથી બેસવાનાં નથી.

પ્રૉપર્ટી રિકવર કરી મદદ કરવા માટે બાળકો રહેવાસીઓની ઓળખ મેળવવાની કોશિશ કરીને તેમનો સંપર્ક કરવાની કોશિશ કરી રહ્યાં છે. કાટમાળમાંથી મળેલો બધો સામાન સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની પાછળ આવેલા શાંતિનિકેતનના દેરાસરમાં મૂકવામાં આવ્યો છે. અંદાજે ૧૪ વર્ષની અંદરના ટીનેજરો અને ત્રણ મોટી વ્યક્તિની દેખરેખ હેઠળ મંદિરની રૂમમાં વસ્તુઓને વિભાજિત કરવાનું કામ થઈ રહ્યું છે. આ રૂમ કપડાં, ડૉક્યુમેન્ટ્સ અને અન્ય વાસણોથી ભરેલી છે. આ બાળકોએ મળેલા સામાનનું લિસ્ટ રહેવાસીઓનાં નામ સાથે ત્યાં લગાડ્યું છે.

Krisha Veera (in black t-shirt) leads the way at the collapse site


મદદ કરી રહેલાં આ બાળકોના ગ્રુપમાંનાં શીતલ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ વસ્તુના વિભાજન વખતે અમને કોઈ પણ આઇડેન્ટિટી કે ડૉક્યુમેન્ટ્સ મળે તો અમે એ રહેવાસીની ઓળખ મેળવવાની કોશિશ કરીએ છીએ અને એ વસ્તુ અલગ રાખી દઈએ છીએ જેથી બીજા સામાન સાથે એ મિક્સ ન થાય. એ સિવાય અમે જરૂરી અને કીમતી વસ્તુઓ પણ પોલીસને સોંપી રહ્યા છીએ.’

૧૬ દિવસ પહેલાં હાર્ટ-અટૅકમાં પપ્પાને ગુમાવનારી અને અગિયારમા ધોરણમાં ભણતી ૧૬ વર્ષની ક્રિશા વીરાએ કહ્યું હતું કે ‘મારું બિલ્ડિંગ સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની સામે જ છે. મંગળવારે જ્યારે લોકોએ બૂમાબૂમ કરી ત્યારે મેં મારા ઘરની બારીમાંથી આખું બિલ્ડિંગ ધરાશાયી થતું જોયું હતું. મેં હાલમાં જ પપ્પાને ગુમાવ્યા હોવાથી કોઈ નજીકનું છોડીને જાય તો શું હાલત થાય એનું દુખ મને ખબર છે એટલે જ મેં રહેવાસીઓને મદદ કરવાનું નક્કી કર્યું. આ લોકોને મદદ કરતાં મારા મનને શાંતિ મળે છે.’

સોસાયટીના ૧૭ વર્ષના વિદ્યાર્થી પ્રિયાંક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કાટમાળમાંથી ડેડ-બૉડી કાઢવામાં આવી રહી હતી એ દૃશ્ય મેં જોયું છે. અમે આ જ વિસ્તારમાં રહીએ છીએ એથી અમે દુર્ઘટનાગ્રસ્ત ઘણા લોકોને ઓળખીએ છીએ. અમે તેમને જિંદગી કે તેમનાં ઘર તો પાછાં આપી શકીએ નહીં, પરંતુ થોડા પ્રયાસથી અમે રહેવાસીઓને મદદ કરવાની કોશિશ કરી રહ્યા છીએ.’

building

ફસાયેલા લોકોને તરત મદદ મળે એ માટે શાંતિનિકેતનનાં બાળકોની ટીમ વત્સલ દોશી, સૌરવ મહેતા, શ્રેય મહેતા, રોહન નિર્ભવણે, સિદ્ધાંત નિર્ભવણે, પ્રિયાંક શાહ, હાર્દિક મહેતા, ક્રિશા વીરા, ઝેબા ખાન, ગ્રિષ્મા શેલાર, વસિમ ખાન, આફરીન ખાન, ઝીલ મહેતા, મૈત્રી દાણી, મમતા કદમ, આસિયા ખાન, સૂર્યાંશી રામટેકે, શુભમ બ્રીદે રસ્તા પરનો ટ્રાફિક ક્લિયર કરવાથી માંડીને ઍમ્બ્યુલન્સને જવાનો માર્ગ મળે એ માટે બૂમાબૂમ કરી મૂકી હતી. આ બાળકોએ દર્શાવેલો મદદનો જુસ્સો કાબિલે તારીફ હતો. મંગળવાર સવારથી તેઓ કામ પર લાગ્યાં હતાં તે બુધવારે સાંજ સુધી સ્પૉટ પર રહ્યાં હતાં. આ દરમ્યાન તેઓ નહાયા પણ નહોતાં. ખાધા-પીધા વિના બસ લોકોની મદદ કરવાની બાબતને મકસદ બનાવીને બેઠાં હતાં.

મંગળવારે સવારે પોણાઅગિયાર વાગ્યે સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સ પડતાં જ નજીકની શાંતિનિકેતન સોસાયટીમાં રહેતા લતીફ ખાન, સંતોષ ફર્નાન્ડિસ, ઑલ્ડી ફર્નાન્ડિસ, જિજ્ઞેશ ઢોલિયા અને શુભમ બ્રીદે શાંતિનિકેતનની દીવાલ કૂદીને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા. આ પાંચ સાથે પહોંચેલાં પૂનમ શાહે કાબિલેદાદ બચાવકાર્યમાં મદદ કરી હતી. શાંતિનિકેતનની બાઉન્ડરી-વૉલ રહેવાસીઓએ મળીને તોડી પાડી હતી. સિદ્ધિ સાંઈ અપાર્ટમેન્ટ્સની સામે આવેલા શાંતિનિકેતનના બી બિલ્ડિંગમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતાં સ્નેહા શાહનું ઘર ઘટના બની ત્યારથી ગઈ કાલ સાંજ સુધી લોકોની મદદ માટે ખુલ્લું હતું. આખી સોસાયટીની મહિલાઓએ સ્નેહા અને તેના પતિ નીલેશ સાથે ખડે પગે રહીને જરૂરી વસ્તુઓ પૂરી પાડવાથી માંડીને સામાન સાચવવાની જવાબદારી નિભાવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK