ફેરિયાઓનું રાજ રાહદારીઓ અને વાહનચાલકો માટે નડતર સમાન

વેસ્ટ કે ઈસ્ટ હોય, ફેરિયાઓ જ્યાં જગ્યા મળે ત્યાં પોતાનો ધંધો ચાલુ કરી દે પ્રશાસનની પરવાનગી લીધા વગર. ઘાટકોપર-વેસ્ટમાં મહાત્મા ગાંધી રોડ પર અને ઈસ્ટમાં ટિળક રોડ પર આવેલા જસવંતરાય મહેતા ગાર્ડનના ગેટ પાસે ફેરિયાઓએ ગેરકાયદે માર્કેટ ઊભી કરી દીધી છે.


ghatkopar

મહાત્મા ગાંધી રોડ પર રાહદારીઓ અને વાહનચાલકોને નડતરરૂપ બનેલા ફેરિયાઓ.



મહાત્મા ગાંધી રોડ : ફેરિયાઓનું રાજ મહાત્મા ગાંધી રોડના નવરોજી લેન જંક્શન પાસેથી ઠેઠ લાલ બહાદુર શાસ્ત્રી રોડ સુધી છે. અહીં ફેરિયાઓ રસ્તા પર કે ફુટપાથ પર પોતાનો ધંધો કરતા હોય છે. તેમના લીધે રાહદારીઓને એ તરફનો રસ્તો છોડીને બીજી બાજુએથી જવું પડે છે. એ જ રીતે વાહનચાલકોને પણ અહીંથી પસાર થતાં ઘણો સમય વેડફવો પડે છે. આથી વાહનચાલકો અને રાહદારીઓએ ફેરિયાઓ વિરુદ્ધ મિડ-ડે LOCALને ફરિયાદ કરી છે.

વધુ માહિતી આપતાં સ્ટેશન તરફ જઈ રહેલા રવિ શાહે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપર-વેસ્ટના કામા લેન જંક્શન પાસેથી ફેરિયાઓ રસ્તા પર કે ફુટપાથ પર બેસી પોતાના સામાનનો પથારો કરીને ધંધો કરતા હોય છે. તેમને લીધે રસ્તા પર વસ્તુ લેનારાઓની ભરચક ભીડ જામતી હોય છે. સ્ટેશન તરફ અથવા લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ તરફ જતા-આવતા રાહદારીઓ માટે અહીંથી પસાર થવું કસોટી સમાન બન્યું છે.  BMCની ગાડીઓ અહીંથી પસાર થતી હોય છે, પણ ફેરિયાઓ અને અધિકારીઓ વચ્ચે સાઠગાંઠ હોવાથી કર્મચારીઓ પહેલેથી જ સૂચવી દે છે કે તેઓ આ રસ્તા પરથી પસાર થવાના છે અને જ્યારે તેઓ આ તરફ આવે એ પહેલાં ફેરિયાઓ અહીંથી છૂ થઈ જાય છે. આથી ફેરિયાઓ પર BMC કાર્યવાહી કરતી જ નથી.’   

સ્થાનિક રહેવાસી મુકેશ છેડાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ઘાટકોપર સ્ટેશન તરફ જતા સ્કાયવૉક પાસે ફેરિયાઓનો ત્રાસ વધારે છે. ઘાટકોપર સ્ટેશન તરફ જતા સ્કાયવૉક પાસેની ફુટપાથ પર જ ફેરિયાઓ પોતાનો ધંધો કરી રહ્યા છે જેથી સ્ટેશન તરફ જતા પ્રવાસીઓને નડતરરૂપ બન્યા છે.’


ghatkopar

જસવંતરાય મહેતા ગાર્ડનના ગેટને ઘેરીને બેસેલા ફેરિયાઓ.  



જસવંતરાય મહેતા ગાર્ડન :  
ઘાટકોપર-ઈસ્ટમાં ટિળક રોડ પાસે આવેલું વર્ષો જૂનું જસવંતરાય મહેતા ગાર્ડનના બે ગેટ તો ફેરિયાઓ ઘેરીને બેઠા છે જેથી લોકોને ગાર્ડનમાં આવવા-જવા માટે ફરીને ગેટ પાસે આવવું પડે છે જેથી સ્થાનિક લોકો BMC પાસે જવાબ માગી રહ્યા છે કે ફેરિયાઓ સામે ઍક્શન કેમ નથી લેતી?

અહીંના સ્થાનિક રહેવાસીઓએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘કાયદા અનુસાર સોસાયટીના ગેટ પાસે કે ગાર્ડનના ગેટ પાસે ધંધો કરવો એ નિયમની વિરુદ્ધ છે તો પણ વર્ષોથી ફેરિયાઓ બિનદાસ ગાર્ડનના ગેટની સામે ધંધો કરતા હોય છે. ફેરિયાઓને પણ ખબર છે કે કોઈ પણ ગેટની સામે ધંધો લગાવી ન શકાય, પરંતુ BMC ઍક્શન જ લેતી ન હોવાથી તેઓ બિનદાસ ધંધો કરે છે અને ગેટ પાસેથી આવતા લોકોને નડતરરૂપ બને છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK