બેદરકાર વૉટર-ડિપાર્ટમેન્ટ

વલ્લભબાગ લેનમાં અવારનવાર કર્મચારીઓ કામ પૂરું થયા પછી ખાડા ખુલ્લા મૂકીને અને રોડને સમથળ કર્યા વગર જતા રહે છે એવી સ્થાનિક રહેવાસીઓની ફરિયાદ


khado

ખાડામાં ઘૂસી ગયેલી કાર.


રોહિત પરીખ

ઘાટકોપર-ઈસ્ટની વલ્લભબાગ લેનમાં સુધરાઈનો વૉટર-ડિપાર્ટમેન્ટ કામ કર્યા પછી ખોદેલા ભાગને ખુલ્લો મૂકીને જતો રહે છે, રોડ સમથળ કર્યા વગર જતો રહે છે એવી ફરિયાદો અવારનવાર સ્થાનિક રહેવાસીઓ તરફથી મિડ-ડે LOCALને મળતી રહે છે. ગયા અઠવાડિયે આ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓની બેદરકારીને લીધે વૉટર-વાલ્વ પરનું લોખંડનું ઢાંકણું બંધ ન કરાતાં એ ભાગ ખુલ્લો રહી ગયો હતો અને એમાં એક કાર ઘૂસી ગઈ હતી.

વધુ માહિતી આપતાં આ વિસ્તારમાં વષોર્થી ખાદ્ય પદાર્થનો બિઝનેસ કરતા મુકેશ જેઠવાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વલ્લભબાગ લેનના મહાત્મા ગાંધી રોડ તરફના કૉર્નર પર વૉટર-ડિપાર્ટમેન્ટના કર્મચારીઓએ વૉટર-વાલ્વના કામ માટે એની ઉપર બેસાડવામાં આવેલું લોખંડનું કવર ખોલ્યું હતું. ત્યાર પછી એને બંધ કરવામાં આવ્યું નહોતું જેને લીધે એક કાર આ ખાડામાં ઘૂસી ગઈ હતી.’


khado

લાકડાનું પાટિયું અને અન્ય વસ્તુઓથી ઢાંકવામાં આવેલો ખાડો.  (તસવીરો: મુકેશ જેઠવા)



આ બનાવ પછીની માહિતી આપતાં મુકેશ જેઠવાએ કહ્યું હતું કે ‘ત્યાર પછી સુધરાઈમાં ફરિયાદ કરતાં જ્યાં ખાડો પડી ગયો હતો ત્યાં ઢાંકણું બેસાડવાને બદલે લાકડાનું પાટિયું અને અન્ય વસ્તુઓ મૂકી ઢાંકી દેવામાં આવ્યો હતો. આ અગાઉ આ વિસ્તારમાં અનેક વાર વૉટર-ડિપાર્ટમેન્ટે કામ કર્યા છે, પણ ક્યારેય કામ પૂરું થયા પછી તરત જ પાણીનું લીકેજ બંધ કરવાની, રોડ સમથળ કરવાની કે ખાડા પૂરીને જવાની કૅર કરી જ નથી. હંમેશાં અમારે એના માટે મિડ-ડે LOCALની સહાય લેવી પડી છે.’

મુકેશ જેઠવાએ આ સંદર્ભમાં વધુમાં કહ્યું હતું કે ‘અમારી સમસ્યાનો મિડ-ડે LOCALમાં સતસવીર અહેવાલ પ્રસિદ્ધ થયા પછી જ એનું નિરાકરણ થયું છે. આ વખતે પણ અમને આશા છે કે આ સમસ્યાનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ વૉટર- ડિપાર્ટમેન્ટ ઢાંકણું બેસાડવાનો પ્રબંધ કરશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK