૪૫ વર્ષની તપશ્ચર્યા અંતે ફળી

ઘાટકોપરનાં ૬૪ વર્ષનાં સરોજ શાહ ગુરુવારે અમદાવાદમાં દીક્ષા લેશે : લગ્ન થયાં એ પહેલાં જ સંસાર છોડવો હતો, પરંતુ કર્મ કાચાં પડતાં પરણી ગયાં : એક પુત્ર અને પુત્રીએ ૧૬ વર્ષ પહેલાં દીક્ષા લીધેલી : જોકે પતિ પણ સંયમમાર્ગે આવે એવી ઇચ્છા અધૂરી રહી

wish

ગઈ કાલે સંઘાણી એસ્ટેટના ઉપાશ્રયમાં પતિ દિલીપભાઈને વરસીદાન આપી રહેલાં સરોજબહેન.


રોહિત પરીખ


ઘાટકોપર (વેસ્ટ)ના જગડુશાનગરમાં રહેતાં ૬૪ વર્ષનાં સરોજ દિલીપ શાહની દીક્ષા લેવાની ભાવના ૪૫ વર્ષે પરિપૂર્ણ થશે. ગઈ કાલે ઘાટકોપર (વેસ્ટ)ની સંઘાણી એસ્ટેટના ચિંતામણિ પાશ્વર્નાથ જૈન દેરાસરના ઉપાશ્રયમાં તેમણે બેઠું વરસીદાન કરીને સંયમમાર્ગના પ્રથમ ચરણમાં પ્રસ્થાન કર્યું હતું. તેમની દીક્ષા અમદાવાદમાં પાલડીમાં આવેલી પંકજ સોસાયટીમાં ભુવનભાનુસૂરીશ્વરજી સમુદાયના આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં ગુરુવારે યોજાશે. સોળ વર્ષ પહેલાં સરોજબહેનના નાના પુત્ર સચિન (મુનિ શ્રી સુભાષિતવિજયજી મહારાજસાહેબ) અને પુત્રી પૂર્વી (સાધ્વીશ્રી પ્રતિજ્ઞાનિધિ મહારાજસાહેબ)એ દીક્ષા લીધી હતી.

મૂળ ભાવનગર પાસે આવેલા સિહોર ગામના ઘોઘારી વીસા શ્રીમાળી દેરાવાસી જૈન સરોજબહેને તેમના સંયમમાર્ગ વિશેની વાતચીત કરતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે પાંચ બહેનો અને બે ભાઈઓ હતાં. હું સૌથી નાની હતી. મારાં લગ્નનો વારો આવ્યો ત્યારે મારે દીક્ષા લેવી હતી, પરંતુ મારાં કર્મ ક્યાંક કાચાં પડ્યાં અને દીક્ષા લેવાને બદલે હું પરણી ગઈ હતી. જોકે મારામાં રહેલા ધાર્મિક સંસ્કાર ટકી રહ્યા હતા. એને પરિણામે જ સોળ વર્ષ પહેલાં જ્યારે મારી સમક્ષ મારા નાના પુત્ર અને પુત્રીએ સંયમમાર્ગે જવાની આજ્ઞા માગી ત્યારે હું તેમને ઇનકાર કરી શકી નહોતી.’


wishએ સમયે મારા મોટા પુત્ર નિકુંજ અને મારા પતિની જવાબદારી મારે નિભાવવાની હતી એમ જણાવતાં સરોજબહેને કહ્યું હતું કે ‘મારાં લગ્ન પછી મારા માથે મારા પતિની અને મારાં સંતાનોની જવાબદારી હતી. એને લીધે મને ક્યારેય સંયમમાર્ગે જવાનો વિચાર આવ્યો નહોતો. હવે મારા પતિ આયર્ન સ્ક્રૅપના કારોબારમાંથી નિવૃત્ત થઈ ગયા છે અને મારો પુત્ર પરણીને સેટલ થઈ ગયો છે એટલે અઢી વર્ષ પહેલાં મેં મારા પરિવાર પાસે સંયમમાર્ગે જવાની આજ્ઞા માગી હતી. મારાં પુત્ર, પુત્રવધૂ અને પતિએ મને તરત જ આજ્ઞા આપી દીધી હતી. એક મહિના પહેલાં ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજસાહેબના સમુદાયના આચાર્ય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજસાહેબે દીક્ષાનું મુરત કાઢી આપ્યું હતું. આમ મારી ૪૫ વર્ષ જૂની ભાવના ગુરુવારે આચાર્ય જયઘોષસૂરીશ્વરજી મહારાજસાહેબની નિશ્રામાં પરિપૂર્ણ થશે.’

સરોજબહેને વધુમાં કહ્યું હતું કે મારી ખૂબ જ ઇચ્છા હતી કે મારી સાથે મારા પતિ પણ સંયમમાર્ગે આવે, પરંતુ એ અધૂરી રહી હતી.

Comments (1)Add Comment
...
written by praful, June 12, 2016
khub khub anumodna bahenji
report abuse
vote down
vote up
Votes: +0

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK