રોડ અને ફુટપાથ બન્ને તરફ દુર્લક્ષ

ન્યુ માણેકલાલ એસ્ટેટના લોકો BMCની કામચોરીથી ત્રસ્ત છે


jokhm

જાગૃતિનગર મેટ્રો સ્ટેશન પાસે પેવર બ્લૉક્સવાળા રસ્તાની કથળેલી હાલત.



માણેકલાલ એસ્ટેટ પાસેની ફુટપાથ પર થતું ગેરકાયદે પાર્કિંગ.


ઘાટકોપર-વેસ્ટમાં LBS માર્ગથી જાગૃતિનગર મેટ્રો સ્ટેશન તરફ જતો ન્યુ માણેકલાલ એસ્ટેટનો પેવર બ્લૉક્સવાળો રોડ કથળી ગયો છે જેથી અહીં રાહદારીઓના કે વાહનચાલકોના વધુપડતા અકસ્માતો થાય છે. લાંબા સમયથી BMC અથવા રાજકારણીઓ દ્વારા રોડની કથળેલી સ્થિતિ પર જરાય ધ્યાન આપવામાં નથી આવ્યું જેને લીધે વાહનચાલકો માટે આ રોડ જોખમી સાબિત થયો છે તેમ જ જાગૃતિનગર મેટ્રો સ્ટેશનથી લઈને LBS માર્ગ તરફની ફુટપાથ રાહદારીઓ માટે અનુપયોગી બની છે. આ રોડની ફુટપાથ પર ક્યાંક બાઇકો પાર્ક થતી હોય છે તો ક્યાંક ગેરકાયદે ઝૂંપડી બનાવેલી છે જેથી રાહદારીઓને રસ્તા પરથી ચાલવું પડે છે.

આ વિશે સ્થાનિક રહેવાસી ભરત કાપડિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અનેક કારણસર અહીં વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ છે. આ રોડ અંધેરી લિન્ક રોડ સાથે કનેક્ટેડ છે. અહીંથી વેહિકલો ઝડપી ગતિએ પસાર થતાં હોય છે. પેવર બ્લૉક્સવાળા રોડની હાલત કથળેલી હોવાથી અમુક બાઇકરો તો સ્પીડથી આવતાં સ્લિપ થઈ જાય છે. થોડા દિવસ પહેલાંની જ વાત છે. મેટ્રો પાસે એક સ્ત્રી ટ્રકની અડફેટે આવી હતી જેથી આવા રોડ પર ધ્યાન આપવું જરૂરી છે જે BMC નથી આપી રહી.’

ફુટપાથની હાલત વિશે વધુ માહિતી આપતાં મેહુલ પટેલે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘અહીં રોડની ફુટપાથ તો બાઇકરો માટે પાર્કિંગનું સ્થાન બની છે જેથી સવાર-સાંજ મેટ્રોથી આવનારા પ્રવાસીઓએ પરાણે રસ્તાનો ઉપયોગ કરવો પડે છે. સ્પીડથી આવતાં વાહનો રસ્તા પર ચાલતા રાહદારીઓ માટે જોખમી બન્યાં છે. BMC પાસે ફરિયાદ કરવા છતાં કોઈ જ ઍક્શન લેવામાં આવી નથી. ’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK