દેર આએ દુરુસ્ત આએ

LBS માર્ગ પર રસ્તાની વચ્ચે ટ્રાફિકને નડતરરૂપ રહેલા વૃક્ષને આખરે BMCએ ધરાશાયી કરી દીધું 


tree

LBS માર્ગ પર વૃક્ષને હટાવવાની ચાલી રહેલી કાર્યવાહી.

રોહિત પરીખ

ઘાટકોપર-વેસ્ટના LBS માર્ગ પર રસ્તાની વચ્ચોવચ વર્ષોથી ટ્રાફિકને નડતરરૂપ વૃક્ષને ગઈ કાલે BMCએ ધરાશાયી કરી દીધું હતું જેને પરિણામે આ વૃક્ષને કારણે સર્જાતી અનેક સમસ્યાનો અંત આવ્યો હતો. સાથોસાથ જાગરૂક નાગરિકો દ્વારા આવી જ રીતે ટ્રાફિક માટે નડતરરૂપ બનેલા ઘાટકોપર-ઈસ્ટના પટેલ ચોકમાં આવેલા વૃક્ષને BMC ક્યારે ધરાશાયી કરશે એની ડિમાન્ડ ફરીથી ઊભી થઈ હતી.

LBS માર્ગ પર એક વૃક્ષ વર્ષોથી રસ્તાની વચ્ચોવચ હતું. આ વૃક્ષને કારણે રોડ પહોળો હોવા છતાં એ ભાગમાં સાંકડો થઈ જતો હતો. આ વૃક્ષની ઓથમાં નજદીકના વૉટર-ડિપાર્ટમેન્ટમાં પાણી ભરવા આવતાં ટૅન્કરો પાર્ક થતાં હતાં જેનો અમુક અસામાજિક તત્વો ગેરલાભ લેતા હતા. આ ટૅન્કરો પાછળ છુપાઈને અચાનક રાહદારીઓ પર હુમલો કરીને ચેઇન-સ્નૅચિંગ જેવા અનેક પ્રકારના લૂંટના બનાવ બનતા હતા. આથી અનેક જાગરૂક નાગરિકોએ આ વૃક્ષને હટાવવાની BMC પાસે માગણી કરી હતી. 


tree

પટેલ ચોકના રોડ વચ્ચે આવેલું વૃક્ષ. તસવીરો: પીયૂષ દાસ



આ બાબતની માહિતી આપતાં BMCમાં અને ટ્રાફિક-વિભાગમાં અનેક વાર ફરિયાદ કરનાર ઘાટકોપરના સામાજિક કાર્યકર પીયૂષ દાસ અને ફેડરેશન ઑફ અસોસિએશન્સ ઑફ મહારાષ્ટ્રના જનરલ સેક્રેટરી આશિષ મહેતાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ વૃક્ષને હટાવવા અમે અનેક વાર BMCમાં અને ટ્રાફિક-વિભાગમાં ફરિયાદ કરી હતી જેના સમયે-સમયે અહેવાલો મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ થયા હતા. જોકે આ બન્ને વિભાગો ફક્ત વાયદા પર વાયદા કરતા હતા. ૧૨ મહિના પહેલાં BMCએ સકારાત્મક જવાબ આપ્યો હતો, પરંતુ ત્યાર પછી ઍક્શન લેવામાં ઠાગાઠૈયા થઈ રહ્યા હતા.’

આ જ રીતે હવે પટેલ ચોકના રોડની વચ્ચેના વૃક્ષને પણ BMCએ હટાવી લેવાની જરૂર છે એમ જણાવતાં આશિષ મહેતાએ કહ્યું હતું કે ‘આખરે નાગરિકોની જીત થઈ છે અને BMCએ LBS માર્ગ પર અનુપમ બિલ્ડિંગની બહાર આવેલા વષોર્ જૂના વૃક્ષને ગઈ કાલે હટાવી લીધું હતું. ભલે મોડાં-મોડાં પણ BMCએ લોકોની ફેવરમાં પગલાં લીધાં હતાં જેના માટે અમે મિડ-ડે LOCAL અને ગ્પ્ઘ્ના આભારી છીએ. હવે BMCએ ત્વરિત પગલાં લઈને પટેલ ચોકના રોડ વચ્ચેના વૃક્ષને હટાવીને ત્યાંની ટ્રાફિક-સમસ્યા પણ દૂર કરવાની જરૂર છે.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK